Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પાકની પેદાશમાંથી બને છે શણ, તેલ, રંગ, શાહી અને દવા, ખેડુતો પાસે બહોળી કમાણીની તક

આપણે બધા અળસી અથવા તીસી વિશે જાણીએ છીએ. તેલીબિયાંના પાકની ખેતી ભારતના વિશાળ વિસ્તારમાં થાય છે. પરંતુ ખેડુતો તેને બીજા વર્ગના પાકની જેમ વર્તે છે અને તેની ખેતી કરે છે.

Sagar Jani
Sagar Jani
oil
oil

આપણે બધા અળસી અથવા તીસી વિશે જાણીએ છીએ.  તેલીબિયાંના પાકની ખેતી ભારતના વિશાળ વિસ્તારમાં થાય છે. પરંતુ ખેડુતો તેને બીજા વર્ગના પાકની જેમ વર્તે છે અને તેની ખેતી કરે છે.  બદલાતા સમયની સાથે તેની માંગ એટલી વધી ગઈ છે કે હવે તેની યોગ્ય રીતે ખેતી કરીને વધુ ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે અને ખેડુતો તેની ખેતીથી મોટી કમાણી કરી રહ્યા છે.

સામાન્ય રીતે અળસીનાં બીજમાં તેલ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ સ્થાન છે. અળસીના તેલનો ઉપયોગ ખોરાકમાં ઓછો અને દવાઓમાં વધુ થાય છે.  તેના તેલનો ઉપયોગ પેઇન્ટ ટુ પેડ શાહી સ્ટેમ્પિંગ માટે અને પ્રિન્ટિંગ માટે થાય છે.  કેટલાક વિસ્તારોમાં તેના તેલનો ઉપયોગ સાબુ બનાવવા માટે પણ થાય છે. આવા અનેક જરૂરિયાતમંદ કારણો થી  બદલાયેલા સમયમાં તેની માંગ ઘણી વધી રહી છે.

અળસીના વાવેતરની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે તે ઉત્પાદનમાં ત્રીજા સ્થાને છે.  જ્યારે પ્રતિ હેક્ટર ઉત્પાદનના મામલે ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે.

અળસીનું યોગ્ય પદ્ધતિથી વાવેતર કરવામાં આવતા અઢળક  ઉત્પાદન થાય છે

સામાન્ય રીતે ખેડૂતો ડાંગરના ખેતરમાં અળસી વાવે છે. ડાંગરના ઉભા પાકમાં અળસીના બીજ છાંટવામાં આવે છે.  ડાંગરની લણણી થાય તે પહેલાં બીજ અંકુરિત થાય છે અને નાના છોડ બને છે.  આમાં ખર્ચ ખૂબ ઓછો છે પરંતુ ઉપજ પણ ખૂબ ઓછી આવે છે.  જો અળસીની ખેતી યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણું ઉત્પાદન મળે છે.

crop
crop

અળસીના પાક માટે કાળી ભારે અને દોમટ જમીન વધુ યોગ્ય હોય છે. અળસીનું વાવેતર કરતા પહેલાં ખેડૂત ભાઈઓએ બે થી ત્રણ વાર પોતાના ખેતરને ખેડી પટ્ટા કરી લેવા જોઈએ. આમ કરવાથી જમીનના ભેજને બચાવી શકાય છે.  અળસીનો દાણો નાનો હોય છે. આવી સ્થિતિમાં સારા અંકુરણ માટે કરકરી  હોવી જરૂરી છે.

ફઅળસીના પાકને ઠંડી અને શુષ્ક વાતાવરણની જરૂર હોય છે.  તે 25થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં  અંકુરણ માટે યોગ્ય રહે  છે. બીજ બનાવતી વખતે તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. અળસીના વિકાસ દરમિયાન ભારે વરસાદ હાનિકારક સાબિત થાય છે.

વાવણી માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

અળસીની વાવણી 25થી 30 કિગ્રા હેક્ટરના દરે કરવી જોઈએ. એક લાઈનથી બીજી લાઈનનું  અંતર 30 સે.મી. રાખવું જોઈએ અને છોડથી છોડનું અંતર 5થી 7 સે.મી.  બીજને જમીનમાં  2થી  3 સે.મી.ની ઊંડાઈમાં વાવવું જોઈએ.

લીલા સોના જેવી છે વાંસની ખેતી, ખેડૂતોને હેકટર દીઠ 3.5 લાખ રૂપિયા સુધી આવક થઈ શકે

વાવણી પહેલાં બીજનો ઉપચાર કરવાથી પાકને અનેક રોગોથી બચાવી શકાય છે. વાવણી કરતા પહેલા બીજને કાર્બેન્ડાઝિમ સાથે 2.5થી 3 ગ્રામ પ્રતિ કિલોના દરે સારવાર આપવી જોઈએ.

‌સારી ઉપજ માટે વાવણી પહેલાં ગોબરના ખાતરથી ચારથી પાંચ  ટન પ્રતિ હેકટરના દરે  છેલ્લી વાવણી સમયે ભેળવી દેવું જોઈએ. ઉપરાંત  જરૂરિયાત મુજબ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવાથી પણ સારી ઉપજ મળે છે.

‌અળસીએ એક તેલીબિયાંનો પાક છે.  તેલીબિયાળના પાકનું સારું ઉત્પાદન મેળવવા માટે 20 થી 25 કિલો સલ્ફર પણ પ્રતિ હેક્ટર આપવું જોઈએ. બીજ વાવે તે પહેલાં સલ્ફર આપવો જોઈએ. પાકની વાવણી પછી એક મહિના પછી અને ફળ આપતા પહેલા બીજું સિંચન કરવું જોઈએ.  અળસીનો પાક 115 થી 125 દિવસમાં તૈયાર થાય છે.

એક એકરમાં 10 ક્વિન્ટલ સુધીની ઉપજ

ભારતમાં અળસીની ખેતી મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં થાય છે.  પિયતવાળા વિસ્તારમાં અલસીની  સારી ઉપજ આવે છે.  સિંચાઈ વિનાના વિસ્તારોમાં ખેડૂતો અળસીનું એકલ  વાવેતર  જ કરે છે.

કૃષિ વૈજ્ઞાનિકો જણાવે છે કે અળસીનો ઉપયોગ ત્રણ સ્વરૂપોમાં થાય છે.  પ્રથમ, તેનો ઉપયોગ ઔષધીય સ્વરૂપમાં કરવામાં આવે છે અને ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે.  તેલ તેના બીજમાંથી બનાવવામાં આવે છે.  અળસીની દાંડીમાંથી ફાઇબર બહાર આવે છે જેનું મૂલ્ય વધારે છે અને તે શણ બનાવવા માટે વપરાય છે.  ખેડુતોનું કહેવું છે કે એક એકરમાં 10 ક્વિન્ટલ સુધીની આવક થાય છે.  એક વીઘા પાક 40 હજાર રૂપિયા સુધીનો નફો આપે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More