ખોતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડતા જંગલી પ્રાણીઓ જેવા કે રોઝ (નીલ ગાય), ભૂંડ અને અન્ય પશુઓના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે પાક રક્ષણ માટે ખેતરમાં તારની કાંટાળી વાડ બનાવવા માટેની સહાય લેવા વર્ષોથી જગતનો તાત કતાર લગાવી બેઠા છે, પણ ગ્રાંટના અભાવ સંખ્યાબંધ ખેડૂતોની અરજીઓ તંત્રમાં પેંડિંગ પડી છે. ખેતીવાડીમાં નીલગાય અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓનો ત્રાસ અસહ્ય રીતે વધી રહ્યો છે. લોકો કઠોળ જેવા પાકોની ખેતી કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે ખેડૂતોના પાકોનું રક્ષણ થઈ શકે, તે માટે ખેતરમાં તારની કાંટાળી વાડ બનાવવા માટે વન વિભાગ દ્વારા મીટરદીઠ રૂ. 110 સહાય આપવામાં આવે છે. સહાયવાળી યોજનાનો લાભ મેળવવા અને સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાઇએ છે
આપણાં ખેતરના સેઢે ઉગતા નડતર રૂપ ઝાડોને સાવ કાપીને તેનો નાશ કરવાના બદલે, તેને યોગ્ય રીતે કટિંગ કરી તેની વાડ બનાવીએ, તો સેઢે કાંટાળા કે વગર કાંટા વાળા ઝાડો હોય, તેની યોગ્ય પદ્ધતિથી કટિંગ કરવામાં આવે, તો થોડા વર્ષોમાં ખેતરની ફરતે જીવંત વાડ તૈયાર કરી શકાય છે અને પાકોને નુકસાન કરતા પશુઓથી બચાવી શકાય. આપણને કુદરત દ્વારા કુદરતી સ્ત્રોતો મળેલા છે જેવા કે ખેતી, પશુપાલન, મત્સ્ય, ઘાસચારો વગેરે. આપણે આ સ્ત્રોતોનો ઉપયોગ કેવી રીતે થાય કે જેનાથી આપણને વર્તમાન અને ભવિષ્યમાં તેના લાભો મળતા રહે. દા.ત., ગાય-ભેંસની માવજત કરતા આપણને લાભ થાય છે તેમજ કુદરતે આપેલ સ્ત્રોતોનું રક્ષણ કરી નુકસાન કર્યા વગર (ટકાઉ વિકાસ) કાર્ય કરવાનું, જેનાથી આપણને તેના લાભ મળી રહે. આમ આપણે કુદરતી સ્ત્રોતોનો વ્યવસ્થિત ઉપયોગ કરીશું, તો કુદરતી સ્ત્રોતોનો લાભ આપણને મળતો રહેશે.
જીવંત વાડમાં ઝાડની ડાળીનો થોડો ભાગ કાપી અને તેને નીચે જમીન પર નમાવી દેવામાં આવે છે. આપણે ઝાડને કાપીને (મૃત) વાડ કરતા હતા, પણ એના કરતા જીવંત વાડ કાયમી હોય છે, તે દિવસે ને દિવસે ગાઢ અને મજબૂત થાય છે. તમે તમારા ખેતર કે વાડીને ફરતે જો નાના-મોટા ઝાડ હોય, તો તેનો જ ઉપયોગ કરી શકો છો. જો તે જૂનો અને બહુ ઘાટો હોય, તો એમાંથી થોડી ડાળીઓ કાપીને અને વધેલા ઝાડને જે દિશામાં વળેલો હોય, તે દિશામાં એકના પર એક ડાળો નમાવીને અથવા એક-બીજી ડાળીને એક બીજામાં ગૂંથીને એને મજબૂત રીતે બનાવી શકાય છે.
Share your comments