ડુંગળીનો પાક મહારાસ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ વગેરે રાજ્ય માં મોટા પ્રમાણમાં વાવતરે થાય છે. ડુંગળી નો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવામાં થાય છે. ડુંગળી એ મહત્વના લીલા, અર્ધસૂકા મસાલા તથા કાચા કચુંબરમાં પણ વપરાય છે.
બાફીયા રોગની ઓળખ:
- બાફીયાની બહુ સરળ રીતે ઓળખ કરવા માટે ડુંગળીના રોપને ઉપાડીને જોવું ડુંગળી પોચી થઈ જાય છે અને તેમાંથી દુર્ગધ આવે છે.
- શરૂઆતમાં બાફીયો કોઈ એક જગ્યા પર ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર બાદ ધીર- ધીરે આ રોગનું નુકશાન વધતું જાય છે અને તેના કારણે ડુંગળીનો રોપ જમીન ઉપર ઢળી જાય છે.
બાફીયો ફેલાવા માટેના મુખ્ય કારણો
- જયારે દિવસે ગરમી અને રાત્રીનું તાપમાન જો ઠંડુ હોય અને વધારે પડતા વરસાદી વાતાવરણ હોય ત્યારે આ રોગ ખૂબજ ઝડપથી ફેલાય છે.
- ડુંગળીમાં બાફીયો ફેલાવાનું મુખ્ય કારણ વારંવાર એક ને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી આ રોગ નું પ્રમાણ વધારે જોવા મળે છે.
- પાકને જરૂરિયાત કરતા વધારે યુરીયા આપવાથી પણ આ રોગ વધારે ફેલાય છે.
- વધુ પડતું પિયત આપવાથી વધારે નુકશાન કરે છે અને રોગનો ફેલાવો જડપી બને છે.
બાફીયાના નિયંત્રણ માટેના આગોતર પગલાંઓ
- ડુંગળીનું ધરૂવાડિયું તૈયાર કરો ત્યારે લીંબોળીનો ખોળ સાથે જૈવિક ફૂગનાશક ટ્રાયકોડરમા વીરડી અને સુડોમોનાસ ફ્લોરેસન્સ સાથે મિક્ષ કરીને જમીનમાં આપવું.
- જ્યારે રોપ ૧૫-૨0 દિવસનો થાય એટલે કૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસ ૧ કિલોગ્રામ/વીઘા દીઠ પિયત સાથે આપવું.
બાફીયાના નિયંત્રણ માટેના રાસાયણિક પગલાઓ
- ડુંગળીના બિયારણનું વાવેતર કરતી વખતે કોઈપણ ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવું ૨. બાફીયાનો ઉપદ્રવ ખેતરમાં વધારે જોવા મળે તો નીચે જણાવેલ છંટકાવ કરવો.
- કાર્બેડેજીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% WP ૩૦ ગ્રામ/૧૫ લિટર
- કોપર ઓકિજીક્લોરાઈડ ૬૦ ગ્રામ + સ્ટ્રેપપટોસાયક્લીન ૨-૩ ગ્રામ/૧૫ લીટર
- કૃમિના નિયંત્રણ માટે ફ્લુઓપાયરમ (Fluopyrum) ૩૪.૪૮% SC ૫૦૦ મિ.લી/ એકર ડ્રેંચિંગ અથવા ડ્રિપ દ્વારા
માહિતી સ્ત્રોત - ગૌતમ સોલંકી, (M.Sc. Agri, Gold Medalist) મો:-૭૭૭૮૮૨૨૭૬૬ ડૉ.લાલજી ગેડીયા (ખેતીવાડી અધિકારી,ભાવનગર) જયેશ મારૂ (સામાજિક કાર્યકર)
Share your comments