દેશમાં સામાન્ય વરસાદ વાળા 4 રાજ્યો છે.જ્યારે 13 રાજ્યમાં વરસાદી ખાધ જોવા મળી રહી છે. જ્યારે 20 રાજ્યોમાં સરેરાશા સામાન્ય જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આપણા રાજ્યમાં 8મી ઑગસ્ટ સુધીમાં સરેરાશ 450.70 મિલીમીટર વરસાદની સરખામણીએ માત્ર 252.50 મિલીમીટર વરસાદ થયો છે. આથી રાજ્યમાં 44 ટકાની વરસાદી ખાધ જોવા મળી રહી છે.
ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેથી ગુજરાતના સાથે જ આખા દેશમાં વાદલ છવાયુ લાગ્યો છે, પણ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ દિવસેના દિવસે ખરાબ થવા માંડી છે. જ્યાં એક બાજુ મઘ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં વરસાદી મસમોટી ખાધ જોવા મળી રહી છે. હવામાન ખાતાના સત્તાવાર જાહેરાત પ્રમાણે આખા દેશમાં સૌથી વધારે વરસાદી ખાધ મણીપુર અને ગુજરાતમાં જોવા મળી રહી છે.
ગુજરાતના મોટા ભાગના ખેડૂતો વરસાદના આભાવના કારણે સિંચાઈ ઊપર નિર્ભર બની ગયા છે અને જો થોડાક દિવસોમાં વરસાદ નહીં થાય તો પાકને નુકસાન થઈ શકે છે કે પછી મોટા પાચે ચિત્ર બદલાઈ શકે છે. ભારતીય હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત મૂજબ હાલ વરસાદની સરખામણીએ પાંચ ટકાની ખાધ છે. દેશમાં 8મીં ઑગસ્ટ સુધીમાં કુલ 533.7 મિલીમીટર વરસાદની તુલનામાં 507.8 મિલીમીટર વરસાદ પડ્યો છે
સમાન્ય વરસાદ વાળા 4 રાજ્ય (Normal Rain in 4 states )
દેશમાં સામાન્ય વરસાદ વાળા 4 રાજ્યો છે.જ્યારે 13 રાજ્યમાં વરસાદી ખાધ જોવા મળી રહી છે. જ્યારે 20 રાજ્યોમાં સરેરાશા સામાન્ય જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આપણા રાજ્યમાં 8મી ઑગસ્ટ સુધીમાં સરેરાશ 450.70 મિલીમીટર વરસાદની સરખામણીએ માત્ર 252.50 મિલીમીટર વરસાદ થયો છે. આથી રાજ્યમાં 44 ટકાની વરસાદી ખાધ જોવા મળી રહી છે. ગુજરાત સિવાય એક માત્ર મણીપુરમાં 57 ટકા વરસાદી ખાધ છે.
મહારાષ્ટ્રમાં 10 ટકા વધારે વરસાદ (Rain in Maharashtra)
ચંદીગઢ-દિલ્હી માં 30થી 32 ટકા વરસાદની ખાધ છે. મધ્યપ્રદેશમાં નવ ટકા વધારે વરસાદ પડ્યો છે,જ્યા રે મહારાષ્ટ્રમાં ૧૦ ટકા વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન માં 13 ટકા વધારે વરસાદ પડ્યો છે. આ રાજ્યમાં ભારે વરસાદને પગલે સરેરાશ પૂર જેવી સ્થિતી ઉત્પન્ન થઈ છે. ત્યાં પણ પાકને નુકસાન થયું છે. ગુજરાતમાં હાલ મોટા ભાગનુ મુખ્ય ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે. ત્યા રે ઊભા પાક પર હવે ખતરો છે.
ખેડૂતો હાલ સિંચાઈની સુવિધાથી પાકને પિયત આપી રહ્યાં છે, પંરતુ જેમને પાણી નથી એવા ખેતરોમાં પાક મુરઝાવા લાગ્યાં છે અને રોગ-જીવાતનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે. ખેડૂતો અને વેપારીઓ કહે છે કે હવે પાકની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ નહીં આવે તો પાકને અસર થઈ શકે છે.
કપાસ-મગફળીમાં રોગ-જીવાત ( Diseases in cotton & peanuts)
ખાસ કરીને કપાસ અને મગફળીનાં પાક જે આગોતરા વાવેતર થયા તેમાં અને રેગ્યુલર વાવણીમાં પણ રોગ-જીવાતનાં સમાચાર આવી રહ્યાં છે.હવામાન ખાતુ અને વેધર એનાલિસ્ટોનનાં મતે હજી 15મી ઓગસ્ટ સુધીમાં સારી વરસાદની સંભાવનાં નથી, પંરતુ ત્યારબાદ પરિસ્થિતિ સુધરી શકે છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડીઆમાં ખૂબ જ સારો વરસાદ પડે તેવી પણ સંભાવનાં કેટલાક લાંબાગાળાની આગાહી કરતાં એનાલિસ્ટો આશા વ્યક્ત કરી રહ્યાં છે.
Share your comments