હાલના સમયમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય છે. ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી ગયો છે તો કેચલીક જગ્યાએ હજી વરસાદના ફાંફા છે ખેડૂતો કાગ નજરે ભારતમાં દર વર્ષે પપૈયાના પાકનું કુલ 5989 હજાર ટન ઉત્પાદન કરવામાં આવે છે
વરસાદની રાહ જોઈ રહ્યા છે.આવા સમયે જે ખેડૂતમિત્રો પપૈયાની ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. જે વિસ્તારમાં વરસાદ થયો છે ત્યાં પપૈયાની ખેતી કરતા ખેડૂતોને વરસાદના પાણીથી પપૈયાના પાકને નુકશાન થવાની સભાવના છે.વરસાદી હવામાનથી આવતી બિમારીઓના કારણે ન તો છોડનો સારો વિકાસ થાય છે કે, ન તો સારા ફળ આવી શકે. આવા સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી પપૈયાના પાકની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. સરકારી આંકડા મુજબ દર વર્ષે રાષ્ટ્રીય સ્તર પર પપૈયા 138 હજાર હેક્ટર ક્ષેત્રફલમાં પપૈયાનું વાવેતર કરવામાં આવે છે અને ભારતમાં દર વર્ષે પપૈયાના પાકનું કુલ 5989 હજાર ટન ઉત્પાદન કરવામાં આવે છે. પપૈયાની રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતા 43.30 ટન/ હેક્ટર છે.
ડો. એસ કે સિંહના જણાવ્યા મુજબ
ડો. એસ કે સિંહ કહે છે કે, પપૈયાને અલગ અલગ બિમારીથી બચાવા માટે જે ટેકનિક અખિલ ભારતીય ફળ અનુસંધાન પ્રોજેક્ટ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયથી વિકસીત કરવામાં આવી છે. તે અનુસાર પપૈયાની મોટી ખેતીમાં આ સિઝનમાં અલગ અલગ કીટાણું અને ફંગસજન્ય બિમારી રોકવાના ઉપાય કરવા જોઈએ. ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ,ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાય પ્રદેશોમાં મોટા પાયે પપૈયાની ખેતી કરવામાં આવે છે. પપૈયાની ખેતી કરતા ખેડૂતોએ આ વરસાદી સિઝનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
પપૈયાની ખેતી કરતા ખેડૂતોએ આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી
- જો પપૈયાના ખેતરમાં 24 કલાક પાણી ભરાઈ રહે તો પપૈયાના છોડને ભારે નુકસાન થઈ શકે છે. - પાણી ભરાવના નુકસાનથી બચાવવા માટે પપૈયાના છોડની આસપાસ 4-5 ઈંચ ઊંચા ઘેરાવ બનાવી નાખો.
- પપૈયાના સ્પોટ જીવાણુથી બચાવવું ખૂબ જરૂરી છે. તેથી 2 ટકા લીમડાનો તેલ, જેમાં 0.5 મીલી/ લીટર સ્ટીકર ભેળવીને એક એક મહિનાના અંતર પર તેનો છંટકાવ કરવો,
- પૈયાની ખેતી કરાતા ખેડૂતે પપૈયાના પાકમાં આવો છંટકાવ આઠ મહિના સુધી કરવો.
- ઉચ્ચી ક્વાલિટીના ફળ અને પપૈયાના છોડમાં રોગવિરોધી ગુણ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે
- યુરિયા 5 ગ્રામ, જિંક સલ્ફેટ 04 ગ્રામ, બોરાન 04 ગ્રામ, લીટર પાણીમાં મેળવીને એક એક મહિનાના અંતરે તેનો છંટકાવ આઠ મહિના સુધી કરવો.
- આ સિઝનમાં પપૈયા સૌથી વધારે ઘાતક બિમારીથી ઝકડમાં આવે છે. તેથી ક્સાકોનાજોલ 2 મીલી દવા/ લિટર પાણીમાં ભેળવીને એક એક મહિનાના અંતરે માટીમાં સારી રીતે ભેળવી દો.આ કામ આઠ મહિના સુધી કરવુ જોઈએ.
- એક મોટા છોડ માટે 5-6 લીટર દવા ઘોળવી જરૂરી છે.
- ચોમાસાના વરસાદમાં પપૈયાના બચાવવા ખૂબ જરૂરી છે.
- યોગ્ય દેખરેખથી તેમાં આખુ વર્ષ ફળ લાગશે અને ખેડૂતોને ફાયદો થશે. તેના કારણે દેશના અમુક ભાગમાં સારામાં સારી ખેતી થાય છે.
- જ્યારે પુર અને જળભરાવવાળા વિસ્તારોમાં આટલી સારી ખેતી થઈ શકતી નથી.
Share your comments