આજના સમયમાં ખેડૂતો મોટા પાયે ઔષધીય છોડની ખેતી કરે છે. ભારતમાં લાંબા સમયથી ઔષધીય છોડનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે, પરંતુ અગાઉ તેનું મર્યાદિત માત્રામાં વાવેતર કરવામાં આવતું હતું.
આજના સમયમાં ખેડૂતો મોટા પાયે ઔષધીય છોડની ખેતી કરે છે. ભારતમાં લાંબા સમયથી ઔષધીય છોડનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે, પરંતુ અગાઉ તેનું મર્યાદિત માત્રામાં વાવેતર કરવામાં આવતું હતું. વધતી માંગ અને ઓછા ખર્ચે વધુ નફાના કારણે હવે ખેડૂતોએ તેની વ્યવસાયિક ખેતી પણ શરૂ કરી દીધી છે. સરકાર દ્વારા પરંપરાગત પાક ઉપરાંત રોકડ પાકની વાવણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે પણ ખેડૂતો નફો આપનારા પાક તરફ વળી રહ્યા છે.
જો તમે પણ કૃષિ ક્ષેત્રે કંઇક અલગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઔષધીય છોડ એક ઉત્તમ વિકલ્પ છે. ખેડૂત ભાઈઓ સર્પગંધાની ખેતી કરીને તેમની આવકમાં અનેકગણો વધારો કરી શકે છે. આ છોડનું વાવેતર કરતા ખેડુતોનું કહેવું છે કે એક એકરમાં ચાર લાખ રૂપિયા સુધીની આવક થાય છે. ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગના ઉપયોગને કારણે તેની માંગ હંમેશાં રહે છે, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળે છે.
રેતાળ લોમ માટી ખેતી માટે સૌથી યોગ્ય
જો તમે સર્પગંધાની ખેતી કરવા જઇ રહ્યા છો, તો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું. તેના મૂળ જમીનમાં ખુબ જ ઊંડે સુધી જાય છે. તે ખુલ્લા વિસ્તારોમાં વધુ ખીલે છે. તેના પાન ઠંડીની ઋતુમાં પડે છે પણ વસંતની મોસમ આવતાની સાથે જ તેમાં નવા પાંદડા વધવા માંડે છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં તેની ખેતી થઈ શકતી નથી. જો કે, ક્યારેક અમુક વિસ્તારોમાં જ્યાં પાણીનો ભરાવો રહેતો હોય તો તેના પાક પર વધારે કોઈ અસર થતી નથી. કૃષિ વૈજ્ઞાનિકો જણાવે છે કે વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં તે 250થી 500 સેન્ટિમીટર સુધી વધે છે. રેતાળ લોમ અને કાળી કપાસિયા માટી તેની ખેતી માટે વધુ યોગ્ય ગણાય છે.
https://gujarati.krishijagran.com/kheti-badi/if-you-want-to-cultivate-cashews-do-so/
વાવેતરના 6 મહિના પછી બીજ ઉગવાનું શરૂ થાય છે
નાના નાના કુંડ બનાવીને તેના છોડ વાવવામાં આવે છે. 6 મહિના પછી છોડ પર ફુલો આવવાનું શરૂ થાય છે. આ ફૂલો પર ફળો અને બીજ તૈયાર થાય છે.છોડમાં પ્રથમ આવતા ફૂલોને તોડી નાખવામાં આવે છે. જો આમ ન કરવામાં આવે તો ફૂલો પર બીજ ઉગવા લાગે છે જેના કારણે મૂળ નબળા પડે છે. જ્યારે ફૂલો આવે છે, ત્યારબાદ આવતા ફૂલોને ફળ અને બીજ બનાવા માટે છોડી દેવામાં આવ છે. અઠવાડિયામાં બે વાર તૈયાર બીજને તોડવામાં આવે છે.આ ચક્ર જ્યાં સુધી છોડને ઉખેડી નાખવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે.
દીઠ 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી
હિમાચલ પ્રદેશના ભૌગોલિક રીતે નીચલા વિસ્તારમાં રહેતા ખેડુતો તેમના ખેતરોમાં કિંમતી સર્પગંધાની ખેતી અપનાવીને માત્ર 18 મહિનામાં એકર દીઠ 2.5 લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે. ખેડૂતો હવામાનની દ્રષ્ટિએ ઔષધીય સર્પગંધાનું વાવેતર હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1800 મીટરથી ઓછી ઉંચાઇ પર સરળતાથી કરી શકે છે. વિશેષ વાત એ છે કે રાજ્યમાં જ સર્પગંધા છોડની નર્સરી તૈયાર કરવામાં આવી છે અને ખેડૂત સર્પગંધાના વાવેતરમાં જોડાવા માટે રાજ્યમાં જ સર્પગંધાના છોડ મેળવી શકે છે.
18 મહિનામાં પાક તૈયાર
સર્પગંધાના છોડ પર એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન સફેદ ફૂલોના ઝૂમખામાં દેખાય છે. આ ઉપરાંત તેના મૂળમાં ઘણા આલ્કલોઇડ્સ પણ જોવા મળે છે જેનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થાય છે. સર્પગંધાની ખેતી માટે મે મહિનામાં ખેતરોનું ઊંડું ખેડાણ કરવામાં આવે છે અને થોડો સમય ખેતરને એમ જ છોડી દેવામાં આવે છે.પહેલા વરસાદ પછી ખેતરમાં વાવણી કરવામાં આવે છે. સર્પગંધાના બીજ, મૂળ અથવા કટિંગ દ્વારા ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રતિ હેક્ટર આશરે 25 ટન ખાતર આપવાથી સારી ઉપજ મેળવી શકાય છે. વરસાદની સીઝનમાં ઓછા પાણીથી અને ઉનાળામાં 30 દિવસના અંતરાલમાં પાણીનો ઉપયોગ કરવો જોઇએ.આમ સર્પગંધાનો પાક 18 મહિનામાં તૈયાર થઈ જાય છે.
Share your comments