દેશમાં અત્યાર સુધીમાં 178 લાખ હેક્ટરમાં વાવેતર કરી લીધું છે. જ્યારે ગત વર્ષ આ અવધિમાં 176 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ રવીમાં તેલિબીયાના વાવેતરમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જ્યારે કઠોળના પાકનું વાવેતર પણ ગત વર્ષની તુલનામાં વધારે થઈ છે. આ રવીમાં 625.4 લાખ હેક્ટરમાં રવી પાક લેવાનો લક્ષ્ય રાખી રહ્યા છે.
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરેલ પાક પ્રમાણેના આંકડા પ્રમાણે 12 નવેમ્બર સુધી 41.13 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જ્યારે લક્ષ્ય 303.6 લાખ હેક્ટર રાખવામાં આવેલ છે. જોકે આ વાવેતર અત્યાર સુધી વર્ષની તુલનામાં ધીમી છે, પરંતુ જલ્દી તેમા વધારો થવાની શક્યતા છે. ગત વર્ષે આ અવધિમાં ઘઉં 46.13 લાખ હેક્ટરમાં વાવેતરમાં થઈ ચુક્યું હતું.
તેલિબિયા પાક
દેશમાં તેલિબિયા પાકોના વાવેતરની તેજીથી વધી રહ્યું છે. 77.38 લાખ હેક્ટરની તુલનામાં અત્યાર સુધી 69.63 લાખ હેક્ટરમાં તેલિબિયા પાકનું વાવેતર થઈ ચુક્યું છે, જે ગત વર્ષની તુલનામાં આશરે 11 લાખ હેક્ટરથી વધારે છે, કારણ કે ગત વર્ષ અત્યાર સુધી 47.87 લાખ હેક્ટરમાં તેલિબીયા પાક વાવેતર કરવામાં આવ્યું હતું. દેશના પાક તેલિબિયા પાક સરસવનું વાવેતર ગત વર્ષની તુલનામાં આશરે 10.90 લાખ હેક્ટર વધારે છે. અત્યાર સુધી 56.28 લાખ હેક્ટરમાં સરસવનું વાવેતર થઈ રહ્યું છે. ગત વર્ષની અવધિમાં 45.37 લાખ હેક્ટરમાં સરસવનું વાવેતર કરવામાં આવ્યું છે. સરસવનું સામાન્ય ક્ષેત્રફળ 61.55 લાખ હેક્ટર છે.
મોટા અનાજ
દેશમાં મોટા અનાજનું વાવેતર થયું છે. જવાર, મકાઈ, બજાર જેવા મુખ્ય મોટા અનાજનું વાવેતર 12 નવેમ્બરના રોજ આંકડા જાહેર થઈ તે પ્રમાણે 16.26 લાખ હેક્ટરમાં થઈ ચુક્યું છે.
કઠોળ પાકો
દેશમાં કઠોળના પાકોનું વાવેતર અત્યાર સુધી 55.10 લાખ હેક્ટરમાં છે. જ્યારે સામાન્ય ક્ષેત્ર 146.14 લાખ હેક્ટર છે. તેમા ચણાના વાવેતર
ગત વર્ષની તુલનામાં આશરે અઢી લાખ હેક્ટર પાછળ ચાલી રહી છે. ગત વર્ષ 41.33 લાખ હેક્ટર વાવેતર કર્યું હતું. જ્યારે આ વર્ષ અત્યાર સુધી 38.90 લાક હેક્ટરમાં વાવેતર થઈ શક્યું છે. ચણાનું સામાન્ય ક્ષેત્ર 95.66 લાખ હેક્ટર છે. આ પ્રકારના વટાણાનું વાવેતર 5.88 લાખ હેક્ટરમાં અને મસૂરનું વાવેતર 5.23 લાખ હેક્ટરમાં થયું છે. અન્ય કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચુક્યું છે.
Share your comments