Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઉનાળો વાવેતરમાં તળાજા તાલુકો મોખરે

જિલ્લાના સંપન્ન થયેલ ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો અવ્વલ નંબરે રહયો છે.બાજરી, મગફળી અને તલનું સર્વાધિક વાવેતર થયુ છે.

KJ Staff
KJ Staff
ઉનાળુ વાવેતર
ઉનાળુ વાવેતર

આ પણ વાચો : કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

તાજેતરમાં સંપન્ન થયેલ ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 44% જેટલો થવા જાય છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર થયુ હોવાનું જાણવા મળ્યું છે.

જેના મુખ્ય કારણમાં તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 23,421 હેક્ટરનો રહ્યો છે.

ખેતીવાડીના બારમાસી વાવેતરની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં ખરીફ ચોમાસુ સીઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ 4,38,000 હેક્ટરનું વાવેતર થાય છે અને ત્યારબાદ રવિ શિયાળુ સિઝનમાં અંદાજિત 1,50,000 હેક્ટરનુ વાવેતર થાય છે. પિયત પાણીના અભાવે વાવેતર ઘટીને અંદાજિત 50 થી 55 હજાર હેક્ટરમાં જ ખેતી થઈ શકે એવી સ્થિતિ છે આવા કારણોસર ધરતીના ભૂગર્ભમાં જળસંચયનું મહત્વ દરેક સ્તરે સ્વીકારાયેલ છે.

વિષમ પ્રકારનુ વાતાવરણ છવાયેલું
વિષમ પ્રકારનુ વાતાવરણ છવાયેલું

 તેમજ આ વખતે ઉનાળુ વાવેતરના પ્રારંભ થી જ સાર્વત્રિક વિષમ પ્રકારનુ વાતાવરણ છવાયેલું રહેલ હોય છેલ્લા એક થી દોઢ મહિના દરમિયાન વારંવાર થયેલ કમોસમી માવઠાના વરસાદ અને ભારે પવન અને ભેજવાળા વાતાવરણને કારણે અન્ય વિસ્તારોની જેમ જ તળાજા તાલુકામાં ઉનાળુ વાવેતરને વધતા ઓછા અંશે નુકસાન થયેલ છે એટલે એકર દીઠ સરેરાશ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ આખરી સમયમાં હાલ વાતાવરણ સુધરતુ હોય સારા ઉત્પાદનની આશા છે.

વાવેતર
વાવેતર

તળાજામાં જુદા જુદા પાકનું ઉનાળુ વાવેતર

ખેતીવાડી અંગેના પ્રાપ્ત આંકડા મુજબ ભાવનગર જિલ્લાના કુલ 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 23,421 હેક્ટરનુ કુલ ઉનાળુ વાવેતર થયેલ છે જેમાં મુખ્યત્વે બાજરી 4,850 હેક્ટર, મગફળી 4,212 હેક્ટર, તલ 3,774 હેક્ટર, મગ 746 હેક્ટર, અડદ 284 હેક્ટર, ડુંગળી 402 હેક્ટર, શાકભાજી 832 હેક્ટર, શેરડી 69 હેક્ટર , ઘાસચારો 8252 હેક્ટર અને મકાઈ 27 હેક્ટરનુ વાવેતર થયેલ છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More