Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળીમાં કાળી ફુગથી થતા રોગના લક્ષણો અને તેને નિયંત્રણમાં લાવવાના ઉપાયો

મગફળીના પાકમાં કાળી ફુગથી થતો રોગ વાવેતર બાદ બે મહિના પછી જોવા મળે છે. આ રોગ મેક્રોફોમીના ફેઝીઓલીના નામની જમીનજન્ય કાળી ફુગથી થાય છે. જેને મૂળના સડાના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
black fungus in peanuts crop
black fungus in peanuts crop

મગફળીના પાકમાં કાળી ફુગથી થતો રોગ વાવેતર બાદ બે મહિના પછી જોવા મળે છે. આ રોગ મેક્રોફોમીના ફેઝીઓલીના નામની જમીનજન્ય કાળી ફુગથી થાય છે. જેને મૂળના સડાના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફૂગથી જમીનનું તાપમાન વધતા સક્રિય થાય છે અને મૂળને ચેપ લગાડે છે. જે મૂળની ઉપર થડ તરફ તેમજ નીચેની તરફ ફેલાય છે.

લક્ષણો

  • આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખુબ જ ઝડફથી એકાએક આખો છોડ સુકાઈ જાય છે.
  • આ રોગ લાગેલા મગફળીના છોડના મૂળની છાલ ભૂખરી કે કાળા રંગની થતી જાય છે.
  • મુખ્ય મૂળની ટોચના છેડેથી એકાએક પાતળું થયેલ જોવા મળે છે.
  • રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઈથી ઉપડી જાય છે.
  • મુખ્ય મૂળ અને પેટામૂળ કહોવાઈ જવાથી તેની છાલ સહેલાઈથી છૂટી પડી જાય છે.
  • છોડના થડને ચીરીને જોતા અંદરની બાજુએ ફુગના કાળા બીજાણુઓ જોવા મળે છે.
  • આ રોગના લક્ષણો સૂયા તેમજ ડોડવાની અંદર બહાર પણ જોવા મળે છે.
  • જ્યારે આ રોગ વધી જાય તો છોડ સુકાઈ જાય છે.

નિયંત્રણ

  • આ રોગ જમીનજન્ય ફુગથી થતો હોવાથી, પાક ની ફેરબદલી કરવી.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જેથી જમીનની અંદર રહેલ રોગ ફૂગનો નાશ થાય છે.
  • પાકમાં પાણી જરૂરિયાત મુજબ આપવો જેથી જમીનનું તાપમાન ઘટાડી શકાય અને રોગને કાબુમાં લઇ શકાય.
  • કાર્બેંડાઝીમ ૨૫ % + મેન્કોજેબ ૫૦ % WS ૩ ગ્રામ/ ૧ કિલો બિયારણ (ફૂગ સામે રક્ષણ મેળવવા ) બીજ માવજત કરવી
  • વાવેતર વખતે ટ્રાયકોડરમાં વિરિડી ૫૦૦ ગ્રામ એક વીઘામાં આપવું.
  • ફૂગ ના નિયત્રંણ માટે કાર્બેંડાઝીમ ૧૨% + મેન્કોજેબ ૬૩% WP ૪૦-૫૦ ગ્રામ/પંપ છંટકાવ કરવો
  • અથવા ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% WG 15 -20 ગ્રામ /પંપ છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત - મુકેશ ટાંક & સાગર પ્રજાપતિ, ખેતીવાડી નિષ્ણાત , SDAU

આ પણ વાંચો - શુ તમે જાણો છો કે, મગફળીના પાકમાં તેના પાન પીળા કેમ પડી જાય છે ?

આ પણ વાંચો - મગફળી નિકાસમાં અડચણરૂપ પરિબળ પૈકી એક એટલે આફલાટોક્સીન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More