મગફળીના પાકમાં કાળી ફુગથી થતો રોગ વાવેતર બાદ બે મહિના પછી જોવા મળે છે. આ રોગ મેક્રોફોમીના ફેઝીઓલીના નામની જમીનજન્ય કાળી ફુગથી થાય છે. જેને મૂળના સડાના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફૂગથી જમીનનું તાપમાન વધતા સક્રિય થાય છે અને મૂળને ચેપ લગાડે છે. જે મૂળની ઉપર થડ તરફ તેમજ નીચેની તરફ ફેલાય છે.
લક્ષણો
- આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખુબ જ ઝડફથી એકાએક આખો છોડ સુકાઈ જાય છે.
- આ રોગ લાગેલા મગફળીના છોડના મૂળની છાલ ભૂખરી કે કાળા રંગની થતી જાય છે.
- મુખ્ય મૂળની ટોચના છેડેથી એકાએક પાતળું થયેલ જોવા મળે છે.
- રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઈથી ઉપડી જાય છે.
- મુખ્ય મૂળ અને પેટામૂળ કહોવાઈ જવાથી તેની છાલ સહેલાઈથી છૂટી પડી જાય છે.
- છોડના થડને ચીરીને જોતા અંદરની બાજુએ ફુગના કાળા બીજાણુઓ જોવા મળે છે.
- આ રોગના લક્ષણો સૂયા તેમજ ડોડવાની અંદર બહાર પણ જોવા મળે છે.
- જ્યારે આ રોગ વધી જાય તો છોડ સુકાઈ જાય છે.
નિયંત્રણ
- આ રોગ જમીનજન્ય ફુગથી થતો હોવાથી, પાક ની ફેરબદલી કરવી.
- ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જેથી જમીનની અંદર રહેલ રોગ ફૂગનો નાશ થાય છે.
- પાકમાં પાણી જરૂરિયાત મુજબ આપવો જેથી જમીનનું તાપમાન ઘટાડી શકાય અને રોગને કાબુમાં લઇ શકાય.
- કાર્બેંડાઝીમ ૨૫ % + મેન્કોજેબ ૫૦ % WS ૩ ગ્રામ/ ૧ કિલો બિયારણ (ફૂગ સામે રક્ષણ મેળવવા ) બીજ માવજત કરવી
- વાવેતર વખતે ટ્રાયકોડરમાં વિરિડી ૫૦૦ ગ્રામ એક વીઘામાં આપવું.
- ફૂગ ના નિયત્રંણ માટે કાર્બેંડાઝીમ ૧૨% + મેન્કોજેબ ૬૩% WP ૪૦-૫૦ ગ્રામ/પંપ છંટકાવ કરવો
- અથવા ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% WG 15 -20 ગ્રામ /પંપ છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત - મુકેશ ટાંક & સાગર પ્રજાપતિ, ખેતીવાડી નિષ્ણાત , SDAU
Share your comments