Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સ્વીટ કોર્ન (અમેરીકન મકાઇ): ચીલાચાલું ખેતીનૉ નવૉ વિકલ્પ

હાલનાં દિવસોમાં સ્વીટર્કોનની ખેતી બહુ પ્રચલીત થઈ રહી છે.ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્વીટર્કોનની માંગ વધતી જાય છે. સ્વીટર્કોનનો ઉપયોગ વિવિઘ વાનગીઓમાં થાય છે. જેમ કે સુપ અને વિશેષકર ચાઈનીઝ ફુડમાં બહોળા પ્રમાણમાં થાય છે.તેમના ડોડા (મકાઈ) ને શેકીને, બાફિને અને કાચા ઉપયોગમાં લેવામાં આવે છે.

KJ Staff
KJ Staff

હાલનાં દિવસોમાં સ્વીટર્કોનની ખેતી બહુ પ્રચલીત થઈ રહી છે.ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્વીટર્કોનની માંગ વધતી જાય છે. સ્વીટર્કોનનો ઉપયોગ વિવિઘ વાનગીઓમાં થાય છે. જેમ કે સુપ અને વિશેષકર ચાઈનીઝ ફુડમાં બહોળા પ્રમાણમાં થાય છે.તેમના ડોડા (મકાઈ) ને શેકીને, બાફિને અને કાચા ઉપયોગમાં લેવામાં આવે છે. મકાઈ ને હરવા-ફરવા વાળા સ્થલોમાં વઘારે રીતે પ્રયોગમાં લેવામાં આવે છે.સ્વીટર્કોનની ખેતીની વાત કરીએ તો ર્કોનનાં દાણા તેમા નામ કરતા દેશી મકાઈ કરતા ઘણા મીઠા હોય છે. આ મીઠાસનું પ્રમાણમાં દાણ પૂર્ણ અવસ્થા મેળવે ત્યાં સુધી વધુ હોય છે. સ્વીટર્કોનની વાવણી લગભગ 75 થી 90 હિવસ બાદ તોડવા માટે તૈયાર થઈ જાએ છે. સ્વીટર્કોનનાં પાક માટે ચોમાસા અને શિયાળાનું વાતાવરણ વધુ અનુકૂળ ઘરાવે છે. ઉનાળામાં વધુ તાપ ને કરાણે ઘણી વખત પાક બળી જવાની શાકયતા હોય છે. પરંતુ બજાર કિંમત અને માંગને ઘ્યાનમાં રાખી ને આ મકાઈનું વાવેતર પિચત વિસ્તારમાં કરી શકાય છે. વધુ ગરમ પવન રોકવા ખેતર ફરતી વાનસ્પતિક અને નિયમિત જમીનમાં ભેજ જાળવવો જરુરી બને છે.હવે તો સ્વીટર્કોનને મોટી ફુડ પ્રોસેર્સીંગ કરતી કંપનીઓ પણ ખરીદ કરી લે છે અને ગુણવત્તા જાળવવામાં આવે તો ઉત્પાદનની સારી કિમંત પણ મળી શકે છે.  

 જમીન

 સારા નિતારવાળી, મધ્યમકાળી, ગોરાળુ, પૂરતાકેન્દ્રિય પદાર્થ ધરાવતી ભરભરી જમીન મકાઈના પાકનેવધુ અનુકૂળ બનાવે છે. જમીનામાં પાણી ભરાતું હોય તો તેવી જમીનમાં આ પાક સારી રીતે લઈ શકતો નથી.

જમીનની તૈયારી

ઊંડી ખેડ કરી, અગાઉના જડીયા દૂર કરી, મોટા ઢેફા ભાંગવા, સમાર કે ડીસ હેરો જમીન સમતળ તૈયાર કરવી. ભારે કાળી તથા પાણી ભરાતું હોય તેવી જમીનમાં ગાઠી કયારે પાળા તૈયાર નહિં કરવા.

જાતની પસંદગી

સારા ગુણવત્તા ઘરાવતા ડોડા મળે તેવી જાત પસંદ કરવી. હૈદરાબાદથી બહાર પાડેલા "માધુરી" નામની જાતનુંબીજ કિમંતમાં સસ્તું હોય છે સારી કાળજી રાખવાથી આ જાતના ડોડા પણ સારા મેળવી શકાય છે. આ ઉપરાંત ઘણી પ્રાઉવેટ કંપનીઓ દ્દારા સ્વીટર્કોન ની જુદી- જુદી જાતોનું વેચાણ કરવામાં આવે છે. જે ધણી ઉચી કિમંતે બાજારમા મળે છે. સ્ટાનડર્ડ કંપની દ્રારા ઉત્પાદિત થયેલ બીજ પસંદ કરવું, બીજ ખરીદતી વખતે ખારા તેમની ઉત્પાદન તારીખ અને એકસપાયરી તારીખ ચકારી બીજની ખરીદ કરવું. હાલમાં બજારમાં જુદી-જુદી કંપનીની સ્વીટર્કોનની જુદી-જુદી જાતોના બિચારણ જેવા કે સુગર-75, અમેરીકન હાઈબ્રીજ સ્વીટર્કોન,સ્વીટ પર્ક્ષ, બાઈટજીન કોહીનૂર, મદુરામ, મઘુમસ્ત, અર્મત વિગેર ઉપલબ્ધ છે જે વાવી શકાય .

બિચારણનો દર- 10 કિલો પ્રતિ હેકટર (4 કિલો/ એકર)

વાવણી સમય- ચોમાસુ : જૂન- જુલાઈ

                શિયાળા : ઓકટોબર- નવેમ્બર

                ઊનાળા- ફેબુઆરી- માર્ચ

વાવણી અંતર

બે ચાસ વચ્ચે 60 સેમી અને બેછોડ વચ્ચે 20 સેમી ના અંતરે 4 થી 5 સેમી ઉડાઈએ 1 બીજ થાણીને વાવણી કરવી જોઈએ. જોડીયાહાર પધ્ધતિમાં 45-45-90(45 સેમીને અંતરે ત્રણ લાઈન પછી 90 સેમીની જગ્યા છોડી) વાવેતર કરવાથી વચ્ચે વઘુ જગ્યા મળવાથી પછીના ખેત કાર્યો સરળતાથી થઈ શકે છે. ઉપરાંત ટપક પિચત પધ્ધતિનો જોડિયાહાર પધ્ધતિમાં ઉપયોગ કરતા 40 ટકા જેટલો લેટરલ લાઈનનો ખર્ચ બચાવી શકાય છે.

બિચારણ માવજત

બિચારણને વાવેતર પહેલા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ જેવી ફૂગનાશક દવાનો પટ 24 કલાક પહેલા આપવો. વાવણીના 2 કલાક પહેલા 1 કિલો બીજ દીઠ 30-40 મી. લિ. એઝેટોબે/એઝોસ્પાયરીલમ અને 30-40 મી.લિ પી. એસબી કલ્ચરનો પટ આપી છાંયકે સુકવી વાવેતર કરવું.

પોષણ વ્યવસ્થાપન :

સેન્દ્રિય ખાતર : સ્વીટર્કોનના સારી ક્વોલીટીના ઉત્પાદન માટે જમીનમાં સેન્દ્રિય પદાર્થ પૂરત પ્રમાણમાં હોવો ખાસ જરુરી છે. આ માટે પૂર્ણ કોહવાયેલ છાણીયું બાતર 8-10 ટન/હેકટેર અથવા બાયોકમ્પોસ્ટ 6-8 ટન/હેકટર અથવા અળસિયાનું ખાતર 5-6 ટન/હેકટર અથવા દિવેલી- લીબોળીનો ખોળ 1-2 ટન/હેકટર એક કરતી વખતે જમીનમાં બરાબર ભેળવી દેવું.

રાસયણિક ખાતર

 જમીનનું પૃથ્થ કરણ કરાવી ખુટતા તત્વો જરુરી જુથ્થામાં આપવામા આવે તો પરિણામ સારુ મળે છે. પરંતુ શક્ય ન હોય તો હાલમાં થચેલ ભલામણ મુજબ 120-60-60 કિલો નાઈટ્રોજન, ફોસ્ફોરસ અને પોટાશ તત્વ પ્રતિ હેકટેર આપવુ જોઈએ. આમાથી બઘો જ ફોસ્ફોરસ અને પોટાશ તથા ત્રીજાભાગનો નાઈટ્રોજન તત્વોનો જથ્થો વાવણી સમયે પાચામાં આપવો અને બાકી રહેતો નાઈટ્રોજન તત્વોનો જથ્થો બે સરખા ભાગમાં ઢીચણ ઊચાઈની મકાઈ ચમરી નીકળે ત્યારે આપવો.

ખાલા પૂરવા

વાવણી બાદ 15 દિવસે જે જગ્યાએ બીજ ઉગેલ ન હોય ત્યાં બીજ વાવી પિચત આપવુ. જેથી છોડની પૂરની સંખ્યા જળ્વાય રહે.

આંતર એક અને નિંદણ

પાક સાથે નિંદણ વાવણીના 30-40 દિવસ દરમિયાન હરિફાઈ કરતું હોય જરુરિયાત મુજબ કરબડીથી બે-ત્રણ આંતર એક કરવી. રાસયણિક નિંદણ નિયંત્રણ માટે એદ્રાઝીન 40-10 લીટર પાણીમાં ભેળવી વાવણી કર્યા બાદ 1-2 દિવસમાં છંટકાલ કરવો અને 45 દિવસ એક વખત હાથ વડે નિંદણ કરવું.

પાળાચઢાવવા

પાક ઢીંચણ સુઘી આવે ત્યારે પ્રથમ પૂર્તિ ખાતર આપ્યા બાદ છોડની બાજુમાં પાળા ચડાવવા જેથી મકાઈના છોડને ટેકો મળી રહે અને મૂળ જમીનમાં ઢંકાયેલા રહે.

પિચત

જરુરિયાત મુજબ પિચત આપવા. ખાસ કરીને બિચારણના સ્ફુરણ અને ઉગાવા સમયે, ફૂલ અવસ્થા દુધિયા દાણાની અવસ્થા દરમ્યાન ભેજની બેચ ન રહે તે રીતે આપવા. ટપક પધ્ધતિથી પિચત આપવા માટે બાષ્પીભવન દરમયાન લઈ એકઆંતરા દિવસે 0.4થી 2 કલાક પાણી ટપક પધ્ધતિ દ્રારા આપવું.

પાક સંરક્ષણ

ગાભમારાની ઈચત: ગાભમારાના નિયંત્રણ માટે ફયુરાડાન 3 ટકા દવા હેકટરે 8 કિલો પ્રમાણે પાક 20 દિવસનો થાય ત્યારે ભૂંગળીમાં આપવું.

લશ્કરી ઈચત: આજીવાત રાત્રિદરમ્યાન જ પોતાનો ખોરાક લેવા બહાર નીકળે છે એટલે પાક સંરક્ષણના કોઈ પણ પગલા સાંજના સમયે લેવા વઘુ અસરકારક બને છે. લોબોળીના બીજનોં ભૂકો 500 ગ્રામ (5%અર્ક) અથવા લીબોળીનું તેલ 50 મિ.લી એઝાડીરેકટીન આધારિત તૈયાર દવા 20 મિ.લિ.(1 ઈં.સી) થી 40 મિ.લિ(0.15 ઈ.સી) 10 લીટર પાણીમા ભેળવી 15 દિવસના આંતરે છંટકાવ કરવો. પ્રોફેનોફોસ 40% +સાયપરમેથ્રીન 4% 10 મિ.લિ અથવા ઈન્ડોકઝાકાર્બ 15.8 ઈ.સી 10 મિ.લિ દવા 10 લીટર પાણીમાં ઉભેરી જરુરિયાત મુજબ વારફરતી છંટકાવ કરવો.

ભોલોમશી:આ જીવાતનો વઘુ પડતો ઉપદ્રવ હોય તો કાબુમાં લેવા માટે ડાયમીથોએટ 30 ઈ.સી 10 મિ.લિ અથવા મિથાઈલ- ઓ ડીમેટોન 25 ઈ.સી 10 મિ.લિ અથવા ઈમીડકલોપ્રીય 17.8 એસ. એલ 4 મિ.લિ દવાનો ઉપયોગ કરવાથી કાબુમાં આવે છે.

કાચણી

સામન્ય રીતે સ્વીટર્કોન વાવણી બાદ 70 થી 90 દિવસે કાપણી માટે તૈયાર થાચ છે. લીલા ડોડામાં મુછીયું આવ્યા બાદ 18 થી 20 દિવસમાં અથવા મુછીયું લીલા રંગમાંથી ઘેરા કથ્થઈ રંગમાં બદલાઈ ત્યારે લીલા ડોડાની વીણી કરવી. દાણા બરાબર ભરાયા હોય ત્યારે મકાઈના ડોડા છોડ પરથી તોડવા અને તાત્કાલિક બજારમાં વેચાણ માટે લઈ જવા. વેચાણ માટે લઈ જતા પહેલા ડોડા ઉપરના બગડેલા 1-2 પાન કા લેવા જેથી બજાર કિંમત સારી આવે

ઉત્પાદન

દરેક છોડ દીઠ 1 થી 2 મકાઈના ડોડા મળે છે અને દરેકનું વજન 0.5 થી 1.0 કિલો સુધીનો હોઈ શકે છે. આમ પ્રતિ હેકટેર 8 થી 10 ટન સુધી સ્વીટર્કોનના લીલા ડોડાનું ઉત્પાદન મળે છે અને એટલું જ ઉતપાદન લીલા છોડનું ધાસચારા માટે મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More