શેરડી એક એવો પાક છે જે ખેડૂતોને સારા નફો આપે છે પરંતુ તે પાણીનો ઘણા વપરાશ કરે છે. તેથી આમા જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. જો પાણીનો વપરાશ ઓછો કરવામાં આવે તો ખેડૂતોનો નફો વઘુ વધી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકો મુજબ જો ટપક અને છંટકાવની પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે તો 40 થી 60 ટકા પાણીની બચત થઈ શકે છે. આ આબોહવાની પરિસ્થિતિઓ અનુસાર સિંચાઈની જરૂરિયાત પણ બદલાય છે. આ પાકને પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેની પાણીની માંગ સબટ્રોપિકલ ઝોનમાં 1400 થી 2300 એમએન અને ઉષ્ણકટિબંઘીય ઝોનમાં 2000 થી 3500 એમએન છે.
શેરડીની વૃદ્ધિ અને રસની ગુણવત્તા
ખેતરમાં યોગ્ય ભેજ ન હોવાના કારણે શેરડીની વૃદ્ધિ અને રસની ગુણવત્તા પર પણ અસર થાય છે. જો સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોય તો ઉત્તર ભારતમાં વરસાદની ઋતુ પહેલા વસંતઋતુની શેરડી માટે 5 થી 6 સિંચાઈ, પાનખર શેરડી માટે 6 થી 7 સિંચાઈ, મોડી વાવણીના કિસ્સામાં 4 થી 5 સિંચાઈ અને 5 થી 6 સિંચાઈની જરૂર પડે છે. જ્યારે દક્ષિણ ભારતમાં શેરડીના પાકને 25 થી 30 સિંચાઈની જરૂર પડે છે. સામાન્ય શેરડીમાં દરેક પિચતનો જથ્થો આશરે 7 થી 8 સેમી ઊંડો રાખવો જોઈએ. ઉનાળા દરમિયાન, ભારે માટીવાળા ખેતરોને 8 થી 10 દિવસના અંતરે પિચત આપો અને શિયાળા દરમિયાન 15 દિવસના અંતરે પિચત આપો હલકી માટીવાળા ખેતરોમાં 5 થી 7 દિવસના અંતરે પિચત આપવું જોઈએ.
પિચત માટે ડ્રેનેજ ગોઠવો
ચોમાસાના સમયગાળા દરમિયાન સિંચાઈની જરૂરત હોતી નથી. પરંતુ આ દરમિયાન જો દુષ્કાળની સ્થિતિ હોય અથવા ઓછો વરસાદ થાય ત્યારે જ 1 અથવા 2 સિંચાઈની જરૂર પડે છે. વરસાદની મોસમમાં ખેતરોમાં યોગ્ય ગટરની વ્યવસ્થા ચોક્કસ કરવું જોઈએ, જેથી પાકના ઉત્પાદન પર નકારાત્મક અસર ન થાય.
ટપક સિંચાઈના ફાયદા
સિંચાઈની માત્રા ઘટાડવા માટે, ચાસમાં શેરડીના સુકા પાનનો 10 થી 15 સે.મી નો સ્તર ફેલાવો. ઉનાળામાં પાણીની પ્રાપ્યતા ઓછી હોય તો ચાસ છોડીને પિચત આપવું જોઈએ. શેરડીની ટપક સિંચાઈ પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ 60 ટકા પાણી બચાવે છે. ઉનાળાની ઋતુમાં જ્યારે પાક 5 થી 6 મહિનાનો હોય ત્યારે છંટકાવ પદ્ધતિથી પણ પિચત આપી શકાય છે. તેનાથી 40 ટકા પાણી બચાવી શકાય છે.
આ પદ્ધતિને અનુસરો
સિંચાઈની આધુનિક પદ્ધતિઓથી પણ 85-95 ટકા પાણી છોડ માટે વાપરી શકાય છે. આવી પદ્ધતિઓ પૈકી, છંટકાવ અને ટપક સિંચાઈ પદ્ધતિઓ અસરકારક છે. સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીઓ અપનાવવાથી પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે છે. સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીઓ પાણીનો એકસરખો ઉપયોગ સુનિશ્ચિત કરે છે. તેથી ખેતરના તમામ છોડને સમાન પ્રમાણમાં પાળી મળે છે.
પાણીના અછત વાળા વિસ્તારો માટે ફાયદાકારક
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પાણીના અછતવાળા વિસ્તારો માટે ફાયદાકરક બની છે. સિંચાઈ માટે શ્રમની જરૂરિયાતની સાથે પાણીની જરૂરિયાત અનેક ગણી ઘટી જાય છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાણીની બચત કરી શકાય છે અને તેની સાથે ખાતર, રસાયણો વગેરેનો વપરાશ પણ ઓછો થાય છે. આ રીતે ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે. સૂક્ષ્મ સિંચાઈ આધારિત ખેતી ઉત્પાદનની ગુણવત્તા સુધારે છે.
Share your comments