Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સપ્ટેમ્બર મહિનામાં વાવો ગાજરની આ સુધારેલી જાતો, વધુ ઉત્પાદન સાથે થશે મોટી કમાણી

ગાજર એક કંદ પાક છે જે બટાકાની જેમ ભૂગર્ભમાં ઉગે છે. ભારતમાં ગાજરની સમગ્ર વર્ષ દરમિયાન માંગ રહે છે, પરંતુ ઠંડીની ઋતુમાં તેની મોસમ હોવાથી તેની આવક અને માંગમાં ઘણો વધારો જોવા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગાજરની સુધારેલી જાતો
ગાજરની સુધારેલી જાતો

ગાજર એક કંદ પાક છે જે બટાકાની જેમ ભૂગર્ભમાં ઉગે છે. ભારતમાં ગાજરની સમગ્ર વર્ષ દરમિયાન માંગ રહે છે, પરંતુ ઠંડીની ઋતુમાં તેની મોસમ હોવાથી તેની આવક અને માંગમાં ઘણો વધારો જોવા મળે છે. લોકો તેનો ઉપયોગ શાકભાજી, અથાણું, જામ, જ્યુસ અને મીઠાઈ બનાવવામાં કરે છે. તેની કિંમત પણ સીઝન અને ઓફ સીઝન બંને દરમિયાન સારી રહે છે. આવી સ્થિતિમાં તેની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બરના મહિનામાં મોટા પાચે ગાજરની ખેતી કરવામાં આવે છે.  

સપ્ટેમ્બરના મહિનો ગાજરની ખેતી માટે યોગ્ય

સપ્ટેમ્બરને ગાજરની ખેતી માટે એકદમ યોગ્ય ગણવામાં આવે છે. તે જ સમયે, સપ્ટેમ્બરનું પ્રથમ સપ્તાહ પસાર થઈ ગયું છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ગાજરની ખેતી કરવાનું નક્કી કર્યું હોય, તો તેની તૈયારી અને વાવણી વહેલી તકે પૂર્ણ કરો, પરંતુ યોગ્ય વેરાયટી પસંદ કરવાનું ભૂલશો નહીં. તેથી આજના આ આર્ટિકલમાં અમે તમને ગાજરની સુધારેલી જાતો વિશે જણાવીશું, જેની વાવણી કરીને તમે  સારી ઉપજ અને નફો મેળવી શકો છો.

પુસા રક્ત

પુસા રૂધિર ગાજરનો રંગ લાલ હોય છે. તેની વાવણી સપ્ટેમ્બરમાં થાય છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં ઉપજ શરૂ થાય છે. ઉત્પાદન વિશે વાત કરીએ તો, આ જાત પ્રતિ હેક્ટર 300 ક્વિન્ટલ સુધીની ઉપજ આપે છે. ભારતમાં, ગાજરની આ જાત મોટાભાગે દિલ્હીમાં ઉગાડવામાં આવે છે.

પુસા મેઘાલી

સપ્ટેમ્બર મહિનામાં ઉગાડવામાં આવેલ પુસા મેઘાલી ગાજરનો પાક 100 થી 120 દિવસમાં ઉપજ આપવા માટે તૈયાર થઈ જાય છે. તેમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. તેનો રંગ નારંગી હોય  છે. આ સિવાય ગાજરની આ જાત પ્રતિ હેક્ટર 270 થી 300 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે.

પુસા અસિતા

ગાજરની પુસા અસિતા જાત કાળા રંગની હોય છે. આ મેદાનો માટે યોગ્ય છે. વાસ્તવમાં, આ જાત મેદાનોમાં વધુ ઉપજ આપે છે અને તેનો પાક 100 દિવસમાં ઉપજ આપવા માટે તૈયાર થઈ જાય છે. આ જાતમાંથી 200 થી 210 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન શક્ય છે.

પુસા કેસર

પુસા કેસર એ ગાજરની એક ખાસ જાત છે, જે કદમાં નાની હોય છે અને તેનો રંગ ઘેરો લાલ હોય છે. પુસા કેસરની જાત બીજ રોપ્યા પછી 90 થી 110 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાયે છે. જો આ જાતના ઉત્પાદન વિશે વાત કરીએ તો પ્રતિ હેક્ટર 300 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન તેથી મેળવી શકાય છે.

 આ રાજ્યો ગાજર ઉત્પાદનમાં આગળ છે

હરિયાણા, બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ગુજરાત અને તમિલનાડુ ગાજર ઉત્પાદનની દ્રષ્ટિએ મુખ્ય રાજ્યો છે. અહીં ગાજરની સૌથી વધુ ખેતી થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More