આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે.ઓગસ્ટના મહિના ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવાની એક ખૂબ જ મોટી તક આપે છે. કેમ કે આ મહિનામાં ઘણા પાકની ખેતી સરળતાથી કરવામાં આવે છે અને તેના થકી સારો એવો નફો ખેડૂતો મેળવી શકાય છે. જણાવી દઈએ કે ઓગસ્ટના મહિના શાકભાજીની ખેતી માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ખેડૂતોએ ઓછા સમયમાં વધુ કમાણી કરવા માટે આ મહિનામાં આ પાંચ શાકભાજીની ખેતી કરીને મોટો નફો મેળવી શકે છે.
ફૂલકોબી અને કોબી
ખેડૂતોને ઓગોસ્ટના મહિનામાં ફૂલકોબી અને કોબીની ખેતી કરવી જોઈએ. કેમ કે ઓગસ્ટના મહિનામાં કોબી અને ફૂલકોબીને એક સારો વિકલ્પ તરીકે જોવા આવે છે. તેની ખેતી માટે તમારે મહિનાની શરૂઆતમાં નર્સરી તૈયાર કરવી પડશે અને મધ્ય ઓગસ્ટ સુધીમાં રોપાઓ રોપવા પડશે. કોબીજ અને ફૂલકોબીના ટ્રાન્સપ્લાન્ટેશન 70 થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. બજારમાં આ શાકભાજીની ઘણી માંગ છે,જેના કારણે ખેડૂતો સારી આવક પણ મેળવી શકે છે. આ માટે તમારે તમારા વિસ્તાર મુજબ ફૂલકોબી અને કોબીના બીજની પસંદગી કરવી પડશે.
ઓગસ્ટમાં કરો ભીંડાની ખેતી
જો તમે ઓગસ્ટમાં સારી આવક મેળવા માંગો છો તો તમારે ભીંડાની મોડી જાતની ખેતી કરવી જોઈએ. જો તમે આ મહિનામાં મોડી જાતો વાવો છો, તો તમે નવેમ્બરમાં લણણી કરીને સારી કમાણી કરી શકો છો. જો તેની ખેતીની વાત કરીએ તો ભીંડાની મોડી જાતની ખેતી માટે તમારે તમારા વિસ્તાર મુજબ હાઈબ્રિજ બીજની પંસદગી કરવી જોઈએ. સંકર બીજ વાવવાથી પાકમાં રોગ અને બીમારીનું જોખમ નોંઘપાત્ર રીતે ઓછું થઈ જાય છે.
પાલકની ખેતી આપશે મોટી આવક
ઓગસ્ટમાં જો તમે પાલકની ખેતી કરશો તો તેઓ તમારા માટે ફાયદાકારક ગણાશે. આથી તમે ખૂબ જ ઓછા સમયમાં સારી આવક મેળવી શકો છો. પાલકની ખેતી કરીને તમે 25 થી 30 દિવસમાં તેનુ ઉત્પાદન મેળવીને સારી એવી આવક મેળવી શકો છો. જણાવી દઈએ કે વરસાદની મોસમમાં પાલકની ખેતી માટે એમઈડી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિ થકી પાલકના પાકમાં પાણીની અસર થશે નહીં, તેના સાથે જો તમે પહેલાથી જ ઘરે રાખેલા બીજમાંથી પાલકની ખેતી કરો છો, તેના માટે તમારે બિયારણની માવજત કરવાની પણ જરૂર પડશે નહીં.
ટામેટા છે લાલ સોના
હાલમાં ટામેટાની બજારમાં કિંમત આસમાને પહોંચી ગઈ છે. તેના સાથે જ તેની માંગણી બજારમાં કાયમ માટે રહે છે. આથી જો તમે વધુ આવક મેળવવા માંગો છો તો ઓગસ્ટના મહિનામાં તમારા માટે ટામેટાની ખેતી કરવી ખૂબ જ સારી રહેશે. તેની ખેતી માટે સૌથી પહેલા તમારે તેની નર્સરી તૈયાર કરવી પડશે અને ત્યાર પછી તેની વાવણી કરવી પડશે. જણાવી દઈએ કે ટામેટાની ઉપજ 60 થી 70 દિવસના અંતરમાં શરૂ થઈ જાય છે અને બીજી વાત તમે વરસાદની મોસમમાં ટામેટાની ખેતી માટે મલ્ચિંગ મીડ પદ્ધતિ અથવા ઝાલર પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. આનાથી ટામેટાના પાક પર પાણીની અસર ઓછી થાય છે.
મૂળાની ખેતી પણ આપશે મોટો નફો
મૂળાની ખેતી પણ ઓગસ્ટ મહિનામાં ખેડૂતો માટે ખૂબ જ નફાકારક સોદો બની શકે છે. ખેડૂતો આ મહિનામાં મૂળાની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. તમે ઓગસ્ટમાં સોમાણી સીડ્સના X 35 જાતના મૂળાનું વાવેતર કરીને મોટી કમાણી કરી શકો છો. આ સિવાય તમે આ મહિનામાં સિંજેન્ટા અને પૂસાની જાતોની પણ વાવણી કરી શકો છો.
Share your comments