ગામડાની જેમ હવે શહેરોમાં પણ ખેતી પ્રત્યે લોકોનું રસ વધી રહ્યો છે. પરંતુ શહેરમાં ગામ કરતા ખેતી માટે જમીન ન થવાથી વૈજ્ઞાનિકોએ તેના માટે કિચન ગાર્ડનિંગની નવી ટ્રર્મ ઘણા વર્ષો પહેલા વિકાસાવી હતી,જેના હેઠળ હવે શહેરમાં કેટલાક લોકોએ તેને કરીને પોતાની જરૂરત મુજબ ઓર્ગેનિક રીતે શાકભાજીની ખેતી કરીને સારો એવો ઉત્પાદન તો મેળવી રહ્યા છે સાથે જ કેટલાક લોકોએ તેનું વેચાણ કરી પોતાની આવકમાં પણ વધારો કરી રહ્યા છે. તેથી તેઓ ઓર્ગેનિક શાકભાજીના સાથે તેને વેચીને આવક પણ મેળવી રહ્યા છે.
સ્વાદ હોય છે ઉત્તમ
કિચન ગાર્ડનિંગ કરીને ઘરે ઉગાડવામાં આવતો શાકનું સ્વાદ બજારથી ખરીદીને લઈને આવેલ શાકથી ઘણો સારો તેમ જ ઉત્તમ હોય છે. તેના સાથે જ ઘરમાં ઉગાડવામાં આવતી શાકભાજી સ્વાસ્થ્ય માટે પણ ખૂબજ લાભકારી ગણવામાં આવે છે. આથી આજના આ આર્ટિકલમાં અમે તમને એવા શાકભાજીની ખેતી વિશે જણાવીશું, જેમની તમે મે મહીનામાં ખેતી કરીને સારો એવા ઉત્પાદન મેળવી શકો છો અને પોતાની જાતને સ્વાસ્થ રાખવાના સાથે જ બજારમાં તેને વેચીને આવક પણ મેળવી શકો છો, કેમ કે આ મહીનામાં આ પાંચ શાકભાજીઓની બજારમાં ઘણી માંગણી હોય છે.
કારેલા: મે મહીનામાં તમે કારેલાના બીજ સરળતાથી વાવી શકો છો અથવા કોથળી ઉગાડી શકો છો. કારેલાના બીજ 10 થી 15 દિવસમાં અંકુરિત થાય છે. જ્યારે કારેલાનો છોડ થોડો મોટો થાય, ત્યારે તેને 5 થી 7 કલાક પૂરતો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જો યોગ્ય કાળજી લેવામાં આવે તો તમે બે મહીના પછી શાકભાજી માટે કારેલાને તોડવાનું શરૂ કરી શકો છો.
કાકડી: કાકડીની પ્રારંભિક જાત માર્ચ અને એપ્રિલમાં ઉગાડવામાં આવે છે. પરંતુ તમે તેને મે મહિનામાં પણ વાવી શકો છો. આનાથી ઉત્પાદન પર કોઈ ખાસ અસર થતો નથી. જો કાકડીની નર્સરી એપ્રિલમાં તૈયાર હોય, તો તમે તેને મે મહિનામાં વાવી શકો છો. કાકડી એ પ્રારંભિક પાક છે, તમે ઉનાળાના દિવસોમાં તેનો ઉપયોગ કરી શકો છો.
ટમેટા: મે મહિનામાં વાવવા માટે ટામેટા સૌથી સારી શાકભાજી છે. તમે તેને તમારા ટેરેસ ગાર્ડનમાં અથવા વાસણમાં સરળતાથી રોપી શકો છો. લોકો શાકભાજીમાં ઉમેરવા,ચટણી બનાવાવ અથવા સલાડમાં ટામેટાનો ઉપયોગ કરે છે.જણાવી દઈએ કે લોમી જમીન ટામેટાં માટે યોગ્ય ગણવામાં આવે છે.
ભીંડા: ભીંડા ઉગાડવા માટે મે મહિનો ખૂબ જ સારો માનવામાં આવે છે. ભીંડાના સારા પાક માટે જમીન યોગ્ય હોવી જોઈએ. વાસણમાં માટી નાખો અને બીજ વાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને સૂર્ય પ્રકાશ પૂરતો મળી શકે. ઉપરાંત જ્યારે વાસણમાંની માટી સૂકવવા લાગે ત્યારે જ પાણી આપો.તમને જણાવી દઈએ કે ભીડાંના પાક માટે વધું પાણી સારો નથી, તે તેને બગાડી નાખે છે. તેથી ભીંડાના છોડને વધારે પાણી આપવાનું ટાળવું જોઈએ. પછી થોડા દિવસો પછી, જ્યારે ભીંડા તૈયાર થઈ જાય, ત્યારે તમે તેને રાંધવા માટે વાપરી શકો છો.
રીંગણ: રીંગણ ઉગાડવા માટે મે મહિનો શ્રેષ્ઠ છે. રીંગણ ઉગાડવા માટે સારી જમીન હોવી પણ ખૂબ જ જરૂરી છે. પછી એક વાસણમાં સારી માટી નાખીને રીંગણનો છોડ વાવો. નોંધ કરો કે પોટમાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય હોવી જોઈએ. તેમજ રીંગણના છોડને એવી જગ્યાએ લગાવવા જોઈએ કે જ્યાં તેમને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી શકે. પછી થોડા દિવસો પછી તમે તૈયાર રીંગણનો સ્વાદ લઈ શકો છો.
આ પણ વાંચો:Success Story: ક્યારે કરતા હતા 50 રૂપિયા માટે મજૂરી, આજે ઓર્ગેનિક ખેતી થકી થયું લખપતિ
Share your comments