આજની તારીખે તુવેરના 74300 હેકટર વાવેતર સાથે ભરૂચ જિલ્લો સૌથી ટોચ ઉપર છે. બીજા ક્રમે 21300 હેકટરે વડોદરા જિ લ્લો કહી શકાય. નર્મદા જિલ્લો 17300 હેકટરના વાવેતર સાથે ત્રીજા ક્રમે છે.એ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, સુરત, તાપી જિ લ્લો તુવેર વાવેતરમાંઅગત્યના જિલ્લા છે.
ગુજરાતમાં તુવેરની ખેતી વીતેલા વર્ષના સરખામણીએ ચાલુ વર્ષે ઓછી થવા માંડી છે, હજી સુધી તે એજ સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીએ છે કે, શહેરી રસોડાઓમાં તુવેરદાળ ખાસ અગત્યતા ધરાવે છે. ખેડૂતો માટે પણ તુવેરનો પાક જો સારા ભાવ હોય તો સારી આમદાની રળી આપતો મહત્વનો કઠોળ પાક છે. હાલ તુવેર વાવેતરના અગત્યના સમયે સૌથી મોટી આવક ધરાવતા ગોંડલ યાર્ડ માં પ્રતિ 20 કિ લો ભાવ રૂ.900 થી રૂ.1281 અને રાજકોટ યાર્ડ માં રૂ.1055 થી રૂ.1300ની સપાટીએ છે.
આજની તારીખે તુવેરના 74300 હેકટર વાવેતર સાથે ભરૂચ જિલ્લો સૌથી ટોચ ઉપર છે. બીજા ક્રમે 21300 હેકટરે વડોદરા જિ લ્લો કહી શકાય. નર્મદા જિલ્લો 17300 હેકટરના વાવેતર સાથે ત્રીજા ક્રમે છે.એ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, સુરત, તાપી જિ લ્લો તુવેર વાવેતરમાંઅગત્યના જિલ્લા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિ લ્લામાં તુવેરના વાવેતર થાય છે. વરસાદ ખેંચાવાના કારણે સૌરાષ્ટ્ર વિસ્તા રના ઘણા ખેડૂતો મગફળીના પાટલામાં તુવેરનું વાવેતર કરવા લાગ્યા છે. નોંધણીએ છે કે, ગત વર્ષે ખેડૂતોને વીઘા વરાળે સરેરાશ 15 થી 18 મણ તુવેરમાં ઉતારા મળ્યા હતા. બીજી તરફ ગત વર્ષે તુવેરની બજાર પણ સારી હતી.
મગફળી સાથે તુવેર કરવામાં વાવેતર પૂર્વેનું ખેતી ખર્ચ બચી જાય છે. આમ વર્ષમાં ઓછા ખર્ચે બે પાક લણી શકાય છે. આ વર્ષે તુવેર બીજની ખપત વધું રહી છે. ગુજરાતમાં ગત ખરીફના આખરી સમયે સરકારી ચોપડે નોંધયેલ આંકડા મુજબ તુવેરનું 2.28 લાખ હેકટરમાં વાવેતર થઇ શક્યું હતું.આ વર્ષે તુવેરનું વાવેતર 9, ઓગસ્ટ સુધીમાં 2.19 લાખ હેકટરે પહોંચ્યું છે. આજની તારીખે પણ તુવેરનું વાવેતર ચાલું જ છે. તેથી એમાં વધારો થશે તેમ કઈ શકાય છે.
Share your comments