Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શ્રીલંકામાં નેનો યુરિયાની અછત, ભારત સપ્લાય કર્યુ 100 ટન યુરિયા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ વર્ષે મે મહિનામાં રાસાયણિક ખાતરોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ઘણા મહિનાઓ બાદ સરકારે નેનો લિક્વિડ યુરિયાની આયાત કરી છે. સરકાર દ્વારા પ્રતિબંધ બાદ શ્રીલંકામાં યુરિયાની ભારે અછત સર્જાઈ હતી. ભારતે હવે શ્રીલંકાને નેનો યુરિયાનો પુરવઠો વધારવાનો નિર્ણય લીધો છે.

Amansinh Jadeja

ભારતે ગુરુવારે એરફોર્સના બે જહાજો દ્વારા શ્રીલંકાને 100 ટન નેનો લિક્વિડ યુરિયાની સપ્લાય કરી હતી. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર જણાવ્યું કે આ લિક્વિડ યુરિયાની આ ડિલિવરી શ્રીલંકાની સરકાર દ્વારા તાત્કાલિક મદદની માંગણી બાદ કરવામાં આવી છે. નોંધણીએ છે કે, IFFCO એ આ વર્ષે 31મી મેના રોજ ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો લિક્વિડ યુરિયા લોન્ચ કર્યું હતું. સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની 500 મિલી બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલીની સમકક્ષ નાઇટ્રોજન પોષક તત્વો પ્રદાન કરે છે.

આ પણ વાંચો, આ ફટાકડા સળગાવો અને ઉગાડો શાકભાજીના છોડ

નેનો લિક્વિડ યુરિયા કલોલ ખાતે નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં સ્વદેશી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો યુરિયામાંથી છોડને સંતુલિત માત્રામાં પોષક તત્વો મળે છે. જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટે છે. જ્યારે સામાન્ય યુરિયાનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, ત્યારે જમીનના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. છોડ રોગ અને જીવાતો માટે વધુ સંવેદનશીલ હોય છે. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી આવું નહીં થાય.

Related Topics

Nano Urea India Srilanka Supplied

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More