Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વૈજ્ઞાનિકોની ખેડૂતો માટે જાહેરાત, બટાકા અને ટમેટાની આવી રીતે કરો વાવણી

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે એડવાઈજરી બાહેર પાડી છે. આ એડવાઇજરીમાં ખેડૂતોને વટાણા, ટામેટા, બટાટા અને બીજી શાકભાજીની ખેતી કરવાની માર્ગદર્શિક આપવામાં આપી છે. આઈએઆર મુજબ હજૂ જે હવામાન ચાલે છે તે બટાકાની વાવણી માટે અનુકુળ છે. તેથી ખેડૂતો જરૂરિયાત મુજબ બટાકાની જાતોની વાવણી કરવી જોઈએ. બટાકાની સુધારેલી જાતો છે- કુફરી બાદશાહ, કુફરી જ્યોતિ (ટૂંકા ગાળાની ), કુફરી અલંકાર અને કુફરી ચંદ્રમુખી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેતી

ખેડૂતો આ અઠવાડિયે ચણાની વાવણી પણ કરી શકે છે. વાવણી કરતા પહેલા જમીનમાં યોગ્ય ભેજની કાળજી લેવી અને નાના અને મધ્યમ અનાજની જાતો માટે બીજની જરૂરિયાત 60-80 કિગ્રા અને મોટા અનાજની જાતો માટે 80-100 કિગ્રા પ્રતિ હેક્ટર છે. તેને 30-35 સે.મી.ના અંતરે પંક્તિઓમાં વાવવા જોઈએ. મુખ્ય કાબુલી જાતો – પુસા 267, પુસા 1003, પુસા મિરેકલ (બીજી 1053), દેશી જાતો – સી 235, પુસા 246, પીબીજી 1, પુસા 372, વાવણી કરતા પહેલા, બીજને રાઈઝોબિયમ અને પીએસબી રસીથી સારવાર કરવી આવશ્યક છે.

આ પણ વાંચો, જોઈએ છે મોટા નફા તો નવેમ્બરમાં કરો આ પાકોના વાવેતર

આ સમય બ્રોકોલી, મોડી કોબીજ, કોબી અને ટામેટાની નર્સરી તૈયાર કરવા માટે યોગ્ય છે. નર્સરી ફક્ત જમીન પરથી ઉભા પથારી પર બનાવો. જેમની નર્સરી તૈયાર છે તેવા ખેડૂતોઓએ સિઝનને ધ્યાનમાં રાખીને ઉંચા બંધ પર રોપા વાવવા જોઈએ. મરચાં અને ટામેટાના ખેતરોમાં, વાયરસથી અસરગ્રસ્ત છોડને જડમૂળથી ઉખાડીને જમીનમાં દાટી દો. જો ઉપદ્રવ વધુ હોય, તો ઇમિડાક્લોપ્રિડ @ 0.3 મિલી પ્રતિ લિટરનો છંટકાવ કરવો.

વૈજ્ઞાનિકોના મતે ખેડૂતો આ સિઝનમાં બંધ પર ગાજરની વાવણી કરી શકે છે. વાવણી કરતા પહેલા જમીનમાં યોગ્ય ભેજની કાળજી લેવી. સુધારેલી જાતોમાં પુસા રૂધિરા છે. બિયારણનો દર 4.0 કિગ્રા પ્રતિ એકર રહેશે. જો ગાજર મશીન વડે વાવવામાં આવે તો એકર દીઠ માત્ર 1 કિલોના દરે બીજ વાવવામાં આવશે. આનાથી ઉત્પાદનની ગુણવત્તા પણ સારી રહે છે. વાવણી પહેલાં, બીજને કેપ્ટાન @ 2 ગ્રામ પ્રતિ કિલો બીજના દરે માવજત કરો અને ખેતરમાં દેશી ખાતર, પોટાશ અને ફોસ્ફરસ ખાતરો નાખો.

Related Topics

Potatoes Tomatoes Chana IARI

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More