Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મકાઈના પાકમાં પૂછડે આવતી ટપકાવાળી ઈયળને કંટ્રોલમાં લાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

ફોલ આર્મીવર્મ (પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ) એ એક બહુભોજી જીવાત છે જેનું ઉદગમસ્થાન અમેરિકા છે. ત્યાંથી આ જીવાત એક નવદેશી જીવાત તરીકે ૨૦૧૬ના વર્ષમાં આફ્રિકાના દેશોમાં નોંધાયેલ છે અને મકાઈના પાકમાં ખૂબ જ આર્થિક નુકસાન કરેલ છે

Sukhadev Thakor
Sukhadev Thakor
corn crop
corn crop

ફોલ આર્મીવર્મ (પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ) એ એક બહુભોજી જીવાત છે જેનું ઉદગમસ્થાન અમેરિકા છે. ત્યાંથી આ જીવાત એક નવદેશી જીવાત તરીકે ૨૦૧૬ના વર્ષમાં આફ્રિકાના દેશોમાં નોંધાયેલ છે અને મકાઈના પાકમાં ખૂબ જ આર્થિક નુકસાન કરેલ છે. વર્ષ ૨૦૧૮માં ભારતમાં આ નવદેશી જીવાત દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ચીક્કાબાલાપુર જીલ્લાના મકાઈના ખેતરોમાંથી પ્રથમ વખત નોંધાયેલ છે અને ત્યાર બાદ તામિલનાડુ અને તેલંગણા રાજ્યોમાથી પણ મકાઈના પાકમાં આ નવદેશી જીવાતનો ઉપદ્રવ નોંધાયેલ છે. ગુજરાતમાં આ જીવાતનો સૌપ્રથમ ઉપદ્રવ આણંદ જીલ્લાનાં આંકલાવ તાલુકાનાં મકાઈનાં ખેતરોમાં જોવા મળેલ છે. શરૂઆતમાં આ જીવાત માત્ર મકાઈમાં જોવા મળેલ, ત્યારબાદ આ જીવાત બહુભોજી પ્રકારની હોવાથી ઘણા ક્ષેત્રિય પાકો જેવા કે જુવાર, બાજરી, ડાંગર, કપાસ, શેરડી અને એરંડા જેવા પાકમાં પણ પગપેસારો કરેલ છે. તો આજે આપણે એ જાણીશું કે આ રોગ પર નિયંત્રણ કેવી રીતે લાવી શકાય

maize crop
maize crop
  • મકાઈનો પાક વારંવાર ન વાવતાં પાકની ફેરબદલી કરવી.
  • જમીનમાં ઉંડી ખેડ કરવી જેથી તેમાં રહેલા કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
  • મકાઈનો પાક કાપી લીધા બાદ જડીયા અને પાક કચરો સેન્દ્રિય ખાતર બનાવવા ઉપયોગમાં લેવા.
  • વધુ પડતો રાસાયણિક ખાતરનો વપરાશ અટકાવવો અને પાકને ભલામણ મુજબ જ પિયત આપવુ.
  • લીમડાનો ખોળ ૨૫૦ કી.ગ્રા./હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફૂદાં નીકળતાં અટકશે.
  • ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી.
  • ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોનો હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો.
  • પ્રતિ હેકટરે એક પ્રકાશપિંજર ગોઠવી આ જીવાતનાં પુખ્તને આકર્ષી નાશ કરવો.
  • આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ, મોજણી માટે ૫ ટ્રેપ/હેકટર અને સામુહિક રીતે નર ફૂદાને આકર્ષવા ૨૦-૨૫ ટ્રેપ લગાવવા.
  • જીવાતની ઉપદ્રવના શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીએન્સીસ બેક્ટેરીયાનો પાવડર ૪૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ થી ૪૦ મિલી + કપડા ધોવાનો સાબુનો પાવડર ૧૦ ગ્રામ અથવા બજારમાં મળતી લીમડા આધારીત કીટનાશક ૨૦ મિલી (૧% ઈ.સિ.) થી ૪૦ મિલી (૦.૧૫ ઈ.સિ.) પૈકી કોઇપણ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડની ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો.
  • વિષ પ્રલોભિકા, ૧ એકર માટે ૧૦ કિગ્રા ડાંગરનુ ભુસુ + ૨ કિગ્રા ગોળનું દ્રાવણ બનાવી મિક્સ કરી એક રાત્રી સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી દવા બરાબર ભેળવવી મકાઈના દરેક છોડની ભૂંગળીમાં આપવી
  • જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિલી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલી અથવા ક્લોરાન્ટ્રાનનલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલી અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિલી કીટનાશક પૈકી કોઇપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે મકાઈની ભૂંગળી પલળે તે રીતે વ્યવસ્થિત છંટકાવ કરવો. છંટકાવનાં અઠવાડીયા બાદ જરૂર જણાય તો કીટનાશક બદલીને બીજો છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત - પિયુષ એચ. પટેલ, ડૉ. ડી. બી. સિસોદીયા અને ડૉ. બી. એલ. રઘુનંદન નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી, આણંદ કૃષિ મહાવિધ્યાલય, આણંદ

આ પણ વાંચો - ઘઉં, મકાઈ અને બાજરીની ફોર્ટિફાઈડ જાતોની ઉપયોગી માહિત

આ પણ વાંચો - મકાઈના પાકમાં આવતી નવી જીવાત – “ફોલ આર્મીવર્મ” ને આ રીતે ઓળખો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More