Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નવો અભિગમ : ખેડૂતો માટે લાલ ભીંડા, બની શકે સોનાના ઇંડા

આધુનિક સમયમાં ખેતી કરવાની પદ્ધતિઓમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. ખેડૂતભાઈઓ ખેતીવાડીમાં નવી-નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતભાઇઓ હવે લાલ ભીંડાની ખેતી તરફ વળ્યા છે, કારણ કે તેની ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે. લાલ રંગના ભીંડા અત્યાર સુધી યૂરોપના દેશોમાં પ્રચલિત રહ્યા છે અને ભારતમાં તેની આયાત કરવામાં આવે છે. બજારમાં લાલ ભીંડાની કિંમત રૂપિયા 400થી 500 પ્રતિકિલો હોય છે ! લાલ ભીંડાની નવી પ્રજાતિની ખેતી કરતા ખેડૂતો શાનદાર ઉત્પાદન કરી મોટો નફો રળી શકે છે.

KJ Staff

પોષક તત્વોથી ભરપૂર છે

લાલ રંગના ભીંડા એંટી ઑક્સીડંટ, આયર્ન અને કૅલ્શિયમ સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. એંટી ઑક્સીડંટ તત્વો રેડ લૅડી ફિંગરને હાર્ટ હેલ્થ માટે વધુ ઉપયોગી બનાવે છે. તેનું ભોજનમાં સેવન કરવાથી બૅડ કૉલેસ્ટ્રૉલ અટકાવવામાં મદદ મળશે. અત્યાર સુધી આ પ્રકારના ભીંડા ફક્ત યૂરોપના દેશોમાં જ ઉગાડવામાં આવતા હતા, પણ હવે તેની ખેતી ભારતમાં અને ખાસ કરીને પૂર્વાંચલમાં પણ થવા લાગી છે.

ભીંડા માટે ગરમ અને સામાન્ય ભેજવાળુ વાતાવરણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ શાકભાજીના પાકને ગરમી તથા ખરીફ બન્ને સીઝનમાં ઉગાડી શકાય છે. ભીંડાનું વાવેતર ફેબ્રુઆરીથી ઑગસ્ટ સુધી કરી શકાય છે. 

વાત જો લાલ ભીંડાથી થતી આવકની કરીએ, તો સામાન્ય ભીંડાની સરખામણીમાં લાલ ભીંડાની કિંમત ઉંચી હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેના થકી ખેડૂતોને વધારે આવક થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More