Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ફાલસાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી

ફાલસાની ભારત ના સૌથી નાના અને મહત્વના ફળ તરીકે ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઝાઽ પર ઉગતા મોટા ફળ જેવા કે કેરી, જામફળ, સીતફળ વગેરે જોઇએ છીએ પણ ફાલસા સૌથી નાનુ અને વિટામીન અને પ્રોટીનથી ભરપુર ફળ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
falsa
falsa

ફાલસાની ભારત ના સૌથી નાના અને મહત્વના ફળ તરીકે ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઝાઽ પર ઉગતા મોટા ફળ જેવા કે કેરી, જામફળ, સીતફળ વગેરે જોઇએ છીએ પણ ફાલસા સૌથી નાનુ અને વિટામીન અને પ્રોટીનથી ભરપુર ફળ છે. છેલ્લા થોડા વષૉથી ફાલસા ની ખેતી પર ખેડુતો વધુ ધ્યાન આપી રહ્યા છે અને સારો બજાર ભાવ પણ મેળવી રહ્યા છે. ફાલસા ની ખેતી ભારતમાં મુખ્યત્વે ઉત્તપ્રદેશ, બિહાર, મધ્યાપ્રદેશ, અને ગુજરાતમાં કરવામાં આવે છે.

        ફાલસા નો સમાવેશ ક્ષુપ પ્રકાર ની વનસ્પતીમાં કરવામાં આવે છે. તે લાંબી અને સીધી ડાળીઓ ધરાવે છે. ક્ષુપની ઉંચાઇ ૪ થી ૫ મીટર સુધીની અને ૧ થી ૨ મીટર સુધીનો ઘેરાવો ધરાવે છે. તેના પાન લંબગોળ અને ટોચથી અણીવાળા હોય છે. ફુલ નાના અને પીળા રંગના હોય છે. ફળ નાના અને શરુઆત માં લીલા હોય છે. પાકે ત્યારે જાંબલી થી મરુન રંગના અને કાળાશ પડતા બની જાય છે.

ઉપયોગ

ફાલસા ના ફળ નો સૌથી વધારે ઉપયોગ જ્યુસ બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ રોગ ના નિદાન માં પણ થાય છે. જેવા કે, એસીડીટી અને પેટને લગતા રોગો, તથા હદય અને લોહીને લગતા રોગો માં ઉપયોગી છે. તેના મુળની છાલ નો ઉપયોગ સાંધા ના દુખાવામાં રાહત માટે થાય છે. પાનનો ઉપયોગ ચામડી ને લગતા રોગો ના નિવારણ માટે થાય છે. ફાલસા ના પાન નો ઉપયોગ જીવાણુનાશક તરીકે થાય છે.

falsha farming
falsha farming

આબોહવા

ફાલસા એ સમશિતોષ્ણ આબોહવા નું ફળ છે. તેને ઠંડો શિયાળો અને વધુ ગરમ ઉનાળો માફક આવે છે. તે 0-૫⁰ સેલ્સિયસ જેટલા ઠંડા અને ૪0-૪૫⁰ સેલ્સિયસ જેટલા ઉંચા તાપમાનમાં પણ સરળતા થી ઉગી શકે છે. ઉંચુ તાપમાન ફળને ઝડપથી પાકવામા મદદ કરે છે. તેને ૫0-૧00 સેમી જેટલો વરસાદ અને ૨૫-૩૫ સેમી જેટલુ તાપમાન વધારે માફક આવે છે.

જમીન

જ્યાં બીજા ફળ પાકો સરળતાથી ઉગી શક્તા નથી એવા સુકા અને પડતર વિસ્તારમાં ફાલસા સરળતાથી ઉગે છે. મધ્યમ કાળી, ગોરાળુ, તથા સાધારણ રેતાળ, સારા કાર્બનિક પદાર્થવાળી, નિતારવાળી અને પીએચ 5 થી 8 ખાસ માફક આવે છે.

જાતો

        સામાન્ય રીતે સરબતી જાત એ ફાલસા ની સૌથી વધારે વાવવામાં આવતી જાત છે. કેટલાક વિસ્તારોમાં તે વિસ્તારની લોકલ જાત ઉગાડવામાં આવે છે. જે સારુ ઉત્પાદન આપે છે.

સંવર્ધન

        ફાલસાનું સંવર્ધન બીજ અને કટકાથી કરવામાં આવે છે.

અ) બીજ

        ફળમાંથી બીજ કાઢી, સાફ કરીને સુકવી, કોથળી અથવા કુંડામાં ખાતર અને માટીમા મિક્ષ કરીને ૧ સેમી ઉંડાઇ એ રોપવાથી ૧૫-૨0 દિવસમા બીજ ઉગી નીકળે છે. જેની કાયમી જગ્યાએ રોપણી કરવામાં આવે છે.

બ) કટકાથી સંવર્ધન

        આ માટે કોકોપીટ, સેંદ્રીય ખાતર અને માટીને મિક્ષ કરીને થેલીમા ભરવામા આવે છે. ફાલસાના ૧૫-૨0 સેમી ના કટકા કરવા અને તેની નીચેના ભાગે ત્રાંસો કાપ મુકી તથા આઇ.બી.એ. ૧000 પી.પી.એમ. અને ફુગનાશક ની માવજત આપી તૈયાર કરેલ મીડિયામાં રોપવા. એકંદરે કટકાથી સંવર્ધન કરવુ વધુ હિતાવહ છે.

રોપણીનુ અંતર અને પધ્ધતિ

        સૌપ્રથમ ઉનાળામા ૨-૨ મીટરના અંતરે ૬0 સેમી x ૬0 સેમી x ૬0 સેમી ના ખાડા કરવા. તેમાં માટી, છાણીયુ ખાતર અને ૧00 ગ્રામ સુપર ફોસ્ફેટ પુરવું. તેમા બીજ્થી અથવા કટકાથી તૈયાર કરેલા રોપાની વાવણી કરવી.

પિયત

        બીજા ફળ પાકોની સરખામણીમાં ફાલસાને પાણીની ઓછી જરુર હોય છે. ફુલ અને ફળ આવવાના સમયે દર ૪-૫ દિવસે પાણીની જરુરિયાત હોય છે. ઉનાળાના સમયમા પાકને પાણીની વધારે જરુરિયાત હોય છે. છોડની પાણીની જરુરિયાત પર મુખ્યત્વે જમીનનો પ્રકાર, ભેજગ્રહણશક્તિ, છોડની ઉમર જેવા પરિબળો અસર કરે છે.

ખાતર વ્યવસ્થા

        ફાલસાના દરેક ક્ષુપને ૧૫0:૧00:૧૫0 ગ્રામ નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશ આપવાની ભલામણ કરવામાં આવેલી છે.

રોગ

        ફાલસામાં સામાન્ય રીતે થડનો સડો, ભુખરા ડાઘ જેવા રોગો સમાન્ય રીતે જોવા મળે છે. જે ફુગનાશક દવાના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે.

જીવાત

        ફાલસામાં થડને કોરી ખાનારી ઇયળ સૌથી વધારે નુકશાન પહોચાડે છે. આ ઉપરાંત પક્ષીઓ પણ કેટલીક વાર ફળને નુકશાન પહોચાડે છે.

ફળ ઉતારવા

        ફાલસામા ફળ ઉતારવાની શરુઆત એપ્રિલથી થઇ જાય છે. પરંતુ બધા જ ફળો એક સાથે પાકતા નથી તેથી ફળ ઉતારવાની પ્રક્રિયા એપ્રિલથી જુન સુધી ચાલે છે. પાકેલા ફળ મરુન કે કાળાશ પડતા લાલ રંગના થઇ જાય છે.

ઉત્પાદન

        ફાલસાના ના એક ક્ષુપ પરથી ૪-૫ કિલો જેટલા ફળ એક સિઝનમાં ઉતરે છે. જે બજારમા ૮0 થી ૧00 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

મુલ્ય વર્ધન

        સામાન્ય રીતે ફાલસાના ફળ સીધા ખાવાના ઉપયોગમા જ લેવામા આવે છે. આ ઉપરાંત, તેમાથી જ્યુશ, સરબત, તથા ઠંડા પીણા બનાવવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More