જૂ ન-જુલાઈમાં ખેડૂતોએ ખરીફ પાકોની વાવણી કરી હતી. આજે અમે પોતાના ખેડૂત ભાઈઓને સમયસર કપાસ અને ડાંગર પાકમાં કરવામાં આવતી ખેતકામના કાર્યોની માહિતી આપીશુ, જેમ કે ખેડૂત ભાઈઓ તમને ખબર છે કે પાકને વાવયા પછી તેમા જુદા-જુદા સમય પર જુદા-જુદા કાર્યો કરવામાં આવે છે. જેથી પાકની ગુણવત્તામાં વધારો થાય અન વધુ ઉતારો મળી શકે. એવા જ ખરીફ પાક ડાંગર અને કપાસમાં ઓક્ટોબરમાં થવા વાળા ખેતકામની માહિતી નીચે વિસ્તારપૂર્વક લખેલી છે.

ડાંગર પાકમાં ઓક્ટોબર માસમાં થવા વાળી ખેતકામની માહિતી
- ડાંગરમાં અંગારિયાના નિયંત્રણ માટે 50 ટકા ફૂલ આવવાના સમયે મેન્કોઝેબ 25 ગ્રામ અથવા કાર્બનડેઝીમ 10 ગ્રામ/10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
- ગાભમારાના નરફૂદાંને આકર્ષવા હેક્ટર દિઠ 40 ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો.
- ડાંગરમાં સૂકારાના નિયંત્રણ માટે 20 લીટર પાણીમાં 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન સાથે 10 ગ્રામ તાંબાયુક્ત દવા મિશ્ર કરી છંટકાવ કરવો.
કપાસન પાકમાં થવા વાળા ખેતકામની માહિતી
- પિયત પાકને વરસાદ બંધ થયા પછી 15 દિવસ પછીથી જરૂરીયાત મુજબ પિયત આપવું.
- કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
- રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ 50 ડબલ્યુ.પી. 0.2 ટકા (40 ગ્રામ/ 10 લીટર પાણીમાં), મેન્કોઝેબ 75 ડબલ્યુ.પી. 0.2 ટકા (27 ગ્રામ/ 10 લીટર પાણીમાં) અને કાર્બનડેઝીમ 50 ટકા ડબલ્યુ.પી.0.05 ટકા (10 ગ્રામ/ 10 લીટર પાણીમાં) છંટકાવ કરવો.
- કપાસની વાવણી બાદ 90 દિવસે ઇથરેલ 50 પી.પી.એમ. (2-3 મિ.લિ./10 લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
- કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં નાખી બેથી ત્રણ બાર છંટકાવ કરવા.
Share your comments