અંજીરનો સમાવેશ ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં થાય છે. તે 6 થી 8 મીટર જેટલી ઉંચાઇ ધારણ કરે છે. તેનુ થડ સફેદ રંગની છાલ ધરાવે છે. તેના પાન સુગંધિત તથા 15-25 સેમી લાંબા અને 10-20 સેમી પહોળા હોય છે. તેનુ ફળ સંયુક્ત પ્રકારનુ તથા 5-5 સેમી લાંબુ અને લીલા રંગનુ હોય છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.
અંજીર એ સામાન્ય રીતે સૌથી જુનો અને જાણીતો ફળ પાક છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. પૌરાણિક સમયથી અંજીરના ઝાડ અને તેના ફળનો ઉપયોગ વિવિધ રીતે ખોરાક અને દવા તરીકે થતો આવ્યો છે, ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. જેમાથી 300 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્ર્માં છે. જ્યારે થોડોક વિસ્તાર કર્ણાટક, પંજાબ, બિહાર અને ઉત્તર ભારતમાં છે. ગુજરાતમાં જુનાગઢ, ખેડા અને વડોદરાના છુટાછવાયા વિસ્તારોમાં અંજીરનુ વાવેતર થાય છે.
અંજીરનો સમાવેશ ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં થાય છે. તે 6 થી 8 મીટર જેટલી ઉંચાઇ ધારણ કરે છે. તેનુ થડ સફેદ રંગની છાલ ધરાવે છે. તેના પાન સુગંધિત તથા 15-25 સેમી લાંબા અને 10-20 સેમી પહોળા હોય છે. તેનુ ફળ સંયુક્ત પ્રકારનુ તથા 5-5 સેમી લાંબુ અને લીલા રંગનુ હોય છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.
ઉપયોગ
અંજીરના ફળનો ઉપયોગ મુખ્ય્તવે ફ્રેશ અને સુકવ્યા પછી ખાવામાં થાય છે. તેના ફળમાંથી કેન્ડી,ચટની અને જૈમ બનાવવામાં આવે છે. ચામડી ને લગતા રોગોના ઉપચાર માટે તેનો ઉપયોગ થાય છે. તેના પાનનો ઉપયોગ જઠર અને આંતરડાને લગતા રોગોની સારવાર માટે પણ થાય છે.
આબોહવા
અંજીર એ સમશિતોષ્ણ આબોહવાનો ફળપાક છે. તે શીયાળામાં 0°C થી પણ નીચુ તાપમાન સહન કરી શકે છે. પરંતુ નાની વયના છોડને તે દરમિયાન વધારે નુકશાન થાય છે. અંજીરના પાકને 15-21 °C જેટલુ તાપમાન સૌથી વધારે માફક આવે છે. આબોહવા ફળના ગુણધર્મો જેવા કે, આકાર, સાઇઝ અને ક્વોલીટી ઉપર સૌથી વધારે અસર કરે છે.
જમીન
અંજીરને માટે માટીવાળી અને કાંપની જમીન વધારે માફક હોય છે. વધારાના પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થા તથા જમીનમાં પુરતો ભેજ અંજીરની ખેતી માટે ફાયદાકારક છે. વધારે ક્ષારવાળી જમીન અંજીરના પાકને નુકશાન પહોચાડે છે.
જાતો
કાબુલ, બ્રાઉન તુર્કી, તુર્કીસ વાઇટ વગેરે જેવી જાતો મુખ્યત્વે ભારતમાં વાવવામાં આવે છે.
સંવર્ધન
અંજીરનું સંવર્ધન બીજ અને કટકાથી કરવામાં આવે છે.
બીજ
ફળમાંથી બીજ કાઢી, સાફ કરીને સુકવી, કોથળી અથવા કુંડામાં ખાતર અને માટીમા મિક્ષ રોપણી કરવામાં આવે છે.
કટકાથી સંવર્ધન
આ માટે કોકોપીટ, સેંદ્રીય ખાતર અને માટીને મિક્ષ કરીને થેલીમા ભરવામા આવે છે. અંજીરના 15-20 સેમી ના કટકા કરવા અને તેની નીચેના ભાગે ત્રાંસો કાપ મુકી તથા આઇ.બી.એ. 1000 પી.પી.એમ. અને ફુગનાશક ની માવજત આપી તૈયાર કરેલ મીડિયામાં રોપવા. એકંદરે કટકાથી સંવર્ધન કરવુ વધુ હિતાવહ છે.
રોપણીનુ અંતર અને પધ્ધતિ
સૌપ્રથમ ચોમાસામા 8-8 મીટરના અંતરે 60 સેમી x 60 સેમી x60 સેમી ના ખાડા કરવા. તેમાં માટી, છાણીયુ ખાતર અને 100 ગ્રામ સુપર ફોસ્ફેટ પુરવું. તેમા બીજ્થી અથવા કટકાથી તૈયાર કરેલા રોપાની વાવણી કરવી.
પિયત
ફુલ અને ફળ આવવાના સમયે દર 4-5 દિવસે પાણીની જરુરિયાત હોય છે. ઉનાળાના સમયમા પાકને પાણીની વધારે જરુરિયાત હોય છે. છોડની પાણીની જરુરિયાત પર મુખ્યત્વે જમીનનો પ્રકાર, ભેજ ગ્રહણશક્તિ, છોડની ઉમર જેવા પરિબળો અસર કરે છે.
ખાતર વ્યવસ્થા
અંજીરના દરેક પુખ્ત ક્ષુપને 500:400:400 ગ્રામ નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશ આપવાની ભલામણ કરવામાં આવેલી છે.
રોગ
અંજીરમાં સામાન્ય રીતે થડનો સડો, પાન ઉપર ભુખરા ડાઘ જેવા રોગો સમાન્ય રીતે જોવા મળે છે. જેને ફુગનાશક દવાના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે.
જીવાત
અંજીરમાં થડને કોરી ખાનારી ઇયળ અને ફળમાખી સૌથી વધારે નુકશાન પહોચાડે છે. આ ઉપરાંત પક્ષીઓ પણ કેટલીક વાર ફળને નુકશાન પહોચાડે છે.
ફળ ઉતારવા
અંજીરમા ફળ ઉતારવાની શરુઆત માર્ચથી થઇ જાય છે. પરંતુ બધા જ ફળો એક સાથે પાકતા નથી તેથી ફળ ઉતારવાની પ્રક્રિયા મે થી જુન સુધી ચાલે છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.
ઉત્પાદન
અંજીરના એક ક્ષુપ પરથી 150-250 જેટલા ફળ એક સિઝનમાં ઉતરે છે. જે બજારમા 100 થી 200 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
મુલ્ય વર્ધન
સામાન્ય રીતે અંજીરના ફળ સીધા ખાવાના ઉપયોગમા જ લેવામા આવે છે. આ ઉપરાંત, તેના ફળમાંથી કેન્ડી અને જામ બનાવવામાં આવે છે.
સ્ત્રોત
રાષ્ટ્રીય બાગાયત નિગમ (આંકડાકીય માહિતી) (2019)
Share your comments