કેસર સૌથી મોંઘુ પાક છે, તેની વાવણી કર્યા પછી જ્યાર સુધી તેની લણણી નથી થથી ત્યાર સુધી તેની દેખરેખ કરવામાં આવે છે, કઈક કોઈ તેને ચુરાવે નહીં. એટલે કાશમીરના જે ખેડૂતો તેની ખેતી કરે છે તે કેસરની સ્કિયોરીટી કરવા માટે ગાર્ડ રાખિએ છીએ.
કેસર સૌથી મોંઘુ પાક છે, તેની વાવણી કર્યા પછી જ્યાર સુધી તેની લણણી નથી થથી ત્યાર સુધી તેની દેખરેખ કરવામાં આવે છે, કઈક કોઈ તેને ચુરાવે નહીં. એટલે કાશમીરના જે ખેડૂતો તેની ખેતી કરે છે તે કેસરની સ્કિયોરીટી કરવા માટે ગાર્ડ રાખિએ છીએ. પરંતુ હવે એજ કેસરની ખેતી કાશમીરમાં ઓછી થવા લાગી છે, જેથી હવે કેસરનો એક્સપોર્ટ ઈરાનથી કરવામાં આવે છે. તેને જોતા બહુ એવા લોકો છે જે ખેડૂતોને કેસરની ખેતી કરવા માટે લલચાવે છે, તેમા ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતનો વાતાવરણ અને તાપમાન એવા નથી કે ત્યાં કેસરની ખેતી કરી શકાય, પણ કેટલાક એવા લોકો છે જે ખેડૂતોને લાલચ આપીને કહે છે કે જે તમે કેસરની ખેતી કરશે તો તમને વધારે આવક મળશે, અને આમારા જગતના તાત તે લોકોના વાતોમાં આવી જાય છે. આજે અમે એવા ખેડૂતોને કહવા માંગિએ છીએ કે કેસરની ખેતી માટે દરિયાની સપાટીથી 1200ની ઉંચાઈ પર ખેતર હોવું જોઈએ અને જ્યાં ખેતી થવાની છે ત્યાંનો તાપમાન 10થી 20 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ, જે ગુજરાતમાં શકય નથી. તેમ છતા કેટલાક ખેડૂતો એવા છે જે અમેરિકન કેસરની ખેતીના નામે છેતરાઈ રહ્યા છે. એવા ખેડૂતોને કૃષી જાગરણની અપીલ છે કે ગુજરાતમાં શુ આખા ભારતમાં કેસરની ખેતી સિર્ફ કાશમીરમાં થાય છે અને હિમાચલમાં હજી બે વર્ષથી જ કેસરની ખેતી થવા માંડી છે.
ભાવનગરમાં અને આણંદમાં થઈ ખેતી
આણંદમાં કેસરની ખેતી કરવામાં આવે છે પણ તેના માટે એરકન્ડિશન્ડ કેબિન, ગ્રીન હાઉસ, પોલી હાઉસના વાતાવરણને 10 ડિગ્રી કરવામાં આવે છે, જે બહુ ખર્ચાળ છે. તેની ખેતી માટે તે ખેડૂતોને પરવડે નથી તેમ છે. હરિયાણાના હિસારના કોઠકલા ગામમાં એક ખેડૂતે 15 ફૂટની જગ્યામાં એરોફોનિક પદ્ધતિથી રાતના 10 અને દિવસના 20 ડીગ્રી ઠંડામાં કેસર પેદા કરી બતાવ્યું છે. પણ તે ખૂબ મોંઘુ પડે છે.
ભાવનગર જિલ્લાના ઘોઘાના ગામ ખાટડીમાં વિનુબાઈ ધનજીભાઈ મેમકીયાએ 1 હજાર અમેરિકન કેસરના છોડ વાવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેને જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા કોઈ ખરાઈ થઈ નથી. તેના સાથે જ ગાંધીનગરના કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામના શંકર બળદેવ વાઘેલા 1 વીઘા જમીનમાં અમેરિકન જાસ્મિન કેસર વાવ્યું હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની પણ ખોરાઈ થઈ નથી
કેસર કેવી રીતે બનાવવામાં આવે છે?
કેસરના બીજ ઝાડની જેમ ઉગતા નથી. આમાં ફક્ત એક ફૂલ પાંદડાની જેમ નીકળે છે અને ફુલ સીધું બહાર આવે છે. આ લસણ અને ડુંગળીના છોડ જેવા લાગે છે. કેસરના એક ફૂલ ઉગે છે. જેમાં પાંદડાની મધ્યમાં 6 વધુ પાંદડા નીકળે છે, જે ફૂલોના પુંકેસર જેવા હોય છે. આવું જ ગુલાબના ફૂલમાં પણ જોવા મળે છે. તેમાં પણ નાના પાંદડા હોય છે. આ પ્લાન્ટ બે-ત્રણ ઇંચ ઉપર આવે છે. તેમાં કેસરના બે-ત્રણ પાંદડાઓ હોય છે, જે લાલ રંગના હોય છે. જ્યારે ત્રણ પાંદડા પીળા રંગના હોય છે, જેનો કોઈ ઉપયોગ નથી.
એક ગ્રામ કેસર માટે ખૂબ મહેનત
આવી સ્થિતિમાં દરેક ફૂલોમાંથી માત્ર કેસરના પાંદડા જ કાઢવાના હોય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે લગભગ 160 કેસરના પાન બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી માત્ર એક ગ્રામ કેસર બનાવી શકાય છે. એટલે કે, એક ગ્રામ કેસર માટે કેસરને ઘણા ફૂલોથી અલગ રાખવું પડે છે, જે ઘણી મહેનત છે. આ સખત મહેનતમાંથી એક ગ્રામ કેસર કાઢવામાં આવે છે. તે 100 લિટર દૂધમાં પૂરતું છે.
હિમાલચમાં કેસરની વાવણી
મિની અફઘાનીસ્તાન તરીકે જાણાતા ઝારખંડના ચતરાના સિમરિયાના ચલકી અને સેરંગદાગ ગામોમાં કેસર થવા લાગ્યું છે. તેથી કેસર પ્રોજેક્ટ પર હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયરોસોર્સ ટેક્નોલોજીનો હેતુ કાશ્મીર સિવાય અન્ય વિસ્તારોમાં કેસરની ખેતી કરવાનો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર, ચંબા, મંડી, કુલ્લુ અને કાંગરા જિલ્લામાં હમણાં જ કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે. ખેતરો 5થી 8 હજાર ફૂટની ઊંચાઈએ તે થવા લાગ્યું છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ કેસરના વાવેતર માટે વાતાવરણ સારું છે. એક વર્ષથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
Share your comments