તાજેતના આધુનિક અને વૈશ્વિકકરણના યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોની સાથોસાથ ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે. અવકાશ ક્ષેત્રે સ્વ.કલ્પના ચાવલા હોય, એવરેસ્ટ સર કરવામાં બચેન્દ્રીપાલ હોય, શેરબજાર હોય, વકીલાતનું ક્ષેત્ર, ડોક્ટર કે પછી રાજકારણ, એન્જીનીયરિંગ ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓની હાજરી અનિવાર્ય થઈ ગઈ છે. આઈ.એસ.એસ. આઈપીએસ તથા આઈ.એફએસ જેવી ભારતીય સેવાઓમાં મહિલાઓ વધારે કાર્ય-ક્ષમતાની સાથે કાર્ય કરે છે.
ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. 52 ટકા લોકો ખેતી, પશુપાલન સાથે સંકળાયેલ છે. આથી જ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોનું મહત્વ વધારે છે. વિજ્ઞાનના બીજા સ્નાતકની સરખામણીએ કૃષિ સ્નાક સમાજમાં સારુ માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવે છે. છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ સ્નાતક અભ્યાસક્રમાં છોકરીઓની સંખ્યા પ્રતિવર્ષ વધતી જોવા મળે છે. તાજેતરમાં દાંતીવાડા ખાતેની ચી.પ. કૃષિ મહાવિદ્યાલયમાં સરેરાશ 30 ટકાથી વધારે છોકરીઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા અભ્યાસ કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ કૃષિ સ્નાતક અભ્યાસક્રમમાં જોડાઈ ઉજ્જવળ અને હોનહાર કારકિર્દી બનાવી રહી છે. શરૂઆતના વર્ષોમાં એવી માન્યતા પ્રવર્તી રહેતી હતી કે આ અભ્યાસક્રમમાં ગામડાની છોકરીઓ જ આવી શકે. પરંતુ તે ભ્રમ આજના આધુનિક શહેરની છોકરીઓએ ભાંગ નાંખ્યો છે. ગામડાની છોકરીઓ સાથે સાથે શહેરી છોકરીઓ પણ આ અભ્યાસકર્મો તરફ જોડાઈ પોતાની કારકિર્દી બનાવી રહી છે. હાલ વિકસિત અને ભદ્ર સમાજની આધુનિક યુવતીઓ આ ક્ષેત્રમાં આવી કૃષિ સ્નાતક બની રહી છે. મહિલા કૃષિ સ્નાતકનું વિવિધ ક્ષેત્રમાં ઘણુ યોગદાન છે,
પ્રથમ તો એક એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે આ અભ્યાસક્રમ ફક્ત ગ્રામીણ સંસ્કૃત્તિને સંલગ્ન જ છે અને એક અભિપ્રાય પ્રમાણે છોકરીઓ વધારે સંવેદનશીલ, લાગણીસભર અને પ્રેમાળ હોય છે. તેથી પ્રકૃત્તિ, વનસ્પતી, ફુલ છોડને લગતા આ કૃષિ અભ્યાસક્રમમાં છોકરીઓ જલદીથી અનુકૂળ થઈ જાય છે અને કારકિર્દીમાં પણ તેને ફાયદાકારક રહે છે.
કૃષિ સ્નાતક મહિલાઓએ સંશોધનને વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપવા માટે અનુસ્નાતક કે પી.એચ.ડીના અભ્યાસક્રમોમાં જોડાઈ હોનહાર કારકિર્દી બનાવે છે. તેઓ આઈ.સી.એ.આર.શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કર્યા બાદ એમ.એસ.સી.ના અભ્યાસક્રમમાં જોડાઈ માસિક રૂપિયા 8,640 અને પી.એચ.ડીના વિદ્યાર્ઓ માટે માસિક રૂપિયા 15,000ની શોધ સ્કોરલશીપ મેળવી ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી શકે છે. કૃષિ મહાવિદ્યાલયો, વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રો દ્વારા વિવિધ પ્રોજેક્ટ ચલાવવામાં આવતા હોય છે. જ્યાં મહિલા કૃષિ સ્નાતક અથવા અનુસ્નાતક જુનિયર રીસર્ચ ફેલો અથવા સિનિયર રીસર્સ ફેલો તરીકે નિમણૂંક મેળવી શિષ્યવૃત્તિ તરીકે વળતર મેળવી શકે છે.
મહિલા કૃષિ સ્નાતક પોતાના ગ્રેજ્યુએશન બાદ મેનેજમેન્ટ ક્ષેત્ર અનુસ્નાતકની પદવી મેળવી કૃષિ સંલગ્ન પ્રતિષ્ઠિત કંપનીઓ ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવી માન-પાન મેળવી શકે છે.
મહિલા કૃષિ સ્નાતક નર્સરી, મશરૂમની ખેતી, મધમાખી પાલન,વર્મીકમ્પોસ્ટ જેવા કૃષિ સંલગ્ન વ્યવસાયલક્ષી અભિગમ અપનાવી પોતાની ખેતીમાં આમુલ પરિવર્તન લાવી મબલખ પૈસા મેળવી સ્વરોજગાર મેળવી શકે છે. આ ઉપરાંત મહિલાકૃષિ સ્નાતક પોતાના ખેતીના જ્ઞાનનો ઉપયોગ કરી કન્સલ્ટ તરીકે અથવા પોતાની ખેતીમાં ઉપયોગ કરી ઘણુ બધુ કમાઈ શકે છે.
શિક્ષણ એક એવું ક્ષેત્ર છે જ્યા મહિલા ખૂબ જ માન-સન્માન પ્રતિષ્ઠા અને પૈસા પ્રાપ્ત કરે છે. મહિલા કૃષિ સ્નાતક ભણાવવામાં શીખવામાં નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી ઉન્નત શિક્ષણ-પ્રાધ્યાપક બની પોતાના જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરે છે.
કૃષિ ઉત્પાદનમાં વાવણીથી માંડીને કાપણી સુધીની દરેક પ્રવૃત્તિમાં મહિલાઓનો ફાળો ઘણો મોટો છે. આ પરિસ્થિતિમાં મહિલા કૃષિ સ્નાતક કૃષિ વિસ્તરણ ક્ષેત્રે ખેત મહિલાઓને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન પીરસી ગ્રામીણ મહિલાઓને સમયની માંગ પ્રમાણે ખેતી કરવા સમજાવી શકે છે.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ સાથે પુરુષોએ વાત કરવી
Share your comments