Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વૈજ્ઞાનિકોએ મરચાની નવી જાત વિકસાવી, ખાવા ઉપરાંત લિપસ્ટિક બનાવવામાં પણ થશે તેનો ઉપયોગ

આમ તો મરચાની ઘણી જાતિઓ છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મરચાની આ જાતની ખેતી કરીને ખેડૂતોને સારી આવક મળશે. આ સાથે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ત્યારે મરચાની આ જાત વિકસિત થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
Red Chilies
Red Chilies

આ જાણવામાં થોડું અજીબ લાગશે પણ મહિલાઓને કામ પણ લાગશે અને મરચાની ખેતી કરતા ખેડૂતો માટે પણ સારા સમાચાર છે. કૃષિ વૈજ્ઞાનિકોએ મરચાની એવી જાત વિકસાવી છે જેનો ઉપયોગ ખોરાકની સાથે સાથે સૌંદર્ય પ્રસાધનોમાં પણ થશે. મરચાની આ નવી જાત દેખાવમાં તેજ લાલ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મરચાની આ જાતની ખેતી કરીને ખેડૂતોને સારી આવક મળશે. આ સાથે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ત્યારે મરચાની આ જાત વિકસિત થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICAR-ઇન્ડિયન વેજીટેબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વારાણસીના વૈજ્ઞાનિકોએ મરચાની આ નવી જાત વિકસાવી છે. ખાસ વાત એ છે કે વૈજ્ઞાનિકોએ આ નવી જાતને VPBC-535 નામ આપ્યું છે. આ જાત લાલ રંગ જેવી જ દેખાય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ લિપસ્ટિક બનાવવા માટે પણ કરવામાં આવશે. એટલે કે હવે આ વેરાયટી મહિલાઓની સુંદરતા વધારવાનું પણ કામ કરશે.

આ રીતે કરો ખેતી

VPBC-535 સામાન્ય મરચાં કરતાં વધુ ઉત્પાદન આપે છે, કારણ કે તેમાં વધુ ખાતરોનો ઉપયોગ થાય છે. બીજી તરફ મરચાની ખેતી માટે એક હેક્ટર જમીનમાં 400 થી 500 ગ્રામ બીજ વાવવા જરૂરી છે. જો તમે તેની ખેતી દરમિયાન તમામ માપદંડોનું ધ્યાન રાખો, તો તમે પ્રતિ હેક્ટર 150 ક્વિન્ટલ સુધી મરચાંનું ઉત્પાદન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે તેની ખેતી રવિ અને ખરીફ બંને સિઝનમાં કરી શકાય છે. હવે વૈજ્ઞાનિકો આ જાતની ખેતી કરવાની તૈયારી કરી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More