લસણ બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. ગુજરાતમાં વરસાદની કમી છે અને સાઉથમાં કોરના વકર્યો છે. ખાસ કરીને કેરળમાં રોજનાં 20 હજાર ઉપર નવા કેસ આવી રહ્યાં છે, જે દેશનાં કુલ નવા કેસમાં 40 ટકા કેરળમાંથી આવી રહ્યા છે.બીજા રાજ્યમાં પણ કેસ વધી રહ્યાં હોવાથી લસણની બજારમાં ઘરાકી ઓછી થાય તેવી ધારણાં છે.
બાજારોમાં પાકોનો ઉપર-નીચુ થથુ રહે છે. ખેડૂતોને ભાવના લીધે કર્યુ પણ દિક્કતના થાય એટલા માટે અમે પોતાના ખેડૂત ભાઈઓ માટે એક બે દિવસમાં દરેક બાજારમાં પાકોના ભાવની દર લઈને આવીએ છીએ, આજે અમે લસણ, કપાસ અને બાજરીના બાજાર ભાવ વિશે પોતાના ખેડૂત ભાઈઓને માહિતી આપીશુ.
લસણના ભાવ બાજારમાં નીચી સપાટી પર અથડાયા
લસણ બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. ગુજરાતમાં વરસાદની કમી છે અને સાઉથમાં કોરના વકર્યો છે. ખાસ કરીને કેરળમાં રોજનાં 20 હજાર ઉપર નવા કેસ આવી રહ્યાં છે, જે દેશનાં કુલ નવા કેસમાં 40 ટકા કેરળમાંથી આવી રહ્યા છે. બીજા રાજ્યમાં પણ કેસ વધી રહ્યાં હોવાથી લસણની બજારમાં ઘરાકી ઓછી થાય તેવી ધારણાં છે. જેને પગલે હાલ સાઉથની હોલસેલ ઘરાકી ઓછી થઈ ગઈ છે, જેને પગલે સરેરાશ બજારમાં ભાવ હાલ વધે તેવી સંભાવનાં નથી.
સૌરાષ્ટનાં ર્વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ખાધ છે. 35 ટકા જેવી ખાધ એટલે નબળું વર્ષ જ ગણી શકાય તેવી માનશીકતા હાલ વ્યાપી ગઈ છે. આવી સ્થિતિ માં લસણ બજારમાં તેજી થવી મુશ્કેલ છે. એક સારો વરસાદ પડી જાય તો લસણનાં ભાવ ધીમી ગતિ એ વધે તેવી સંભાવનાં છે. જામનગરમાં લસણની આજે 400ની આવક હતી અને ભાવ રૂ.400થી 900નાં મધ્ય હતાં. સારી ક્વોલિટીમાં ભાવ રૂ.1000ની ઉપર બોલાતાં હતાં. રાજકોટમાં 500 ની આવક હતી અને ભાવ રૂ.400 થી 1000 સુધીનાં હતા. સુપર માલ હોય તો રૂ.1000થી 1150 સુધીનાં ભાવ હતાં.
બીજી બાજુ ગોંડલમાં લસણની હરાજી આજે બંધ હતી. દેશાવરમા લસણની આવકો સ્ટેબલ હતી. મધ્યપ્રદેશમાં 70 હજાર ગુણી જેવી આવક થઈ હતી અને ભાવ પ્રતિ કિલો 25થી 95 રૂપિયા હતુ અને જે લસણનો પાક બહુ સારો હોય તો માંગણી પ્રતિ કિલો 100 રૂપિયા હતી.
કપાસનો ભાવ વધારે તેમ લાગતો નથી
ન્યુયોર્ક કપાસના વાયદામાં સતત ત્રણ દિવસથી તેજીની આગેકૂચ અને દેશભરમાં કપાસનું વાવેતર વધવાના હવે કોઇ સંજોગોન હોઇ દેશાવરમાં કપાસના ભાવ મજબૂત હતા જો કે સીસીઆઇ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રૂના ભાવ સ્થિ રખાયા હોઇ કપાસમાં મોટી તેજી નથી થઈ રહી, પણ હવે કોઇ પાસે કપાસનો જથ્થો નથી આથી વગર વેપારે ભાવ બહુ વધી શકે તેમ નથી આથી દેશાવરમાં કપાસના ભાવ સ્થિર હતા પણ બજારનો ટોન મજબૂત હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે કોઇને કપાસ વેચવો નથી પણ જીનર્સને કપાસની તાતી જરૂરત હોઇ ઊંચા ભાવે પણ થોડા કપાસની ખરીદી થાય છે પણ જ્યા રે વાયદા ઘટેલા હોઇ ત્યા રે જીનર્સો પણ કપાસ ખરીદતાં નથી આથી વાયદા ઘટે ત્યા કપાસના ભાવ ટકેલા રહે છે. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ કપાસના રૂ 1735 થી 1750 બોલાતા હતા એટલે કે કપાસના ભાવ ટકેલા હતા. ગામડે બેઠા કપાસના રૂ.1725 થી 1750 બોલાતા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ, અમરેલી અને
સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક 2100 મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.1770, અમરેલીમાં રૂ.1770 અને સાવરકુંડલામાં ઊંચામાં રૂા.1775 હતો.
બાજરીના ભાવમાં મજબુતાઈ યથાવત
બાજરીની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે. હાલ મહારાષ્ટ્રનાં વેપારો વધ્યાં હોવાથી સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે. બાજરીની આવક હિંમતનગરમાં 200 ગુણીની હતી અને ભાવ મણનાં રૂ.305થી 330નાં હતાં. દહેગામમાં 500 ગુણીની આવક સામે ભાવ રૂ.310થી 341 અને તલોદમાં 1000 ગુણીની આવક સામે ભાવ રૂ.315થી 344નાં હતા. ડીસામાં 2150 ગુણીની આવક હતી અને ભાવ રૂ.320થી 381 હતા. રાજકોટમાં બાજરીની 200 કટ્ટાની આવક સામે ભાવ રૂ.270થી 345 હતાં. બિલ્ટીનાં ભાવ રૂ.1650નાં હતાં. બનાસ ડેરી રૂ.૧1670થી 1680નાં ભાવથી લેવાલ છે, જ્યા રે મહારાષ્ટ્ર ડિલીવરીનાં ભાવ રૂ.1780નાં હતા.
Share your comments