ગુજરાતમાં શિયાળાની ઠંડીના ચમકારા સાથે જ રવી વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહ સુધીની એટલે કે 9મી નવેમ્બર સુધીની સ્થિતિને જોઇએ, તો રાજ્યમાં કુલ 16.11 ટકા વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અગાઉના વર્ષના આ જ સમયગાળામાં 1,64,882 હૅક્ટરમાં રવી વાવેતર થયુ હતું, જ્યારે ચાલુ વર્ષે આ વાવેતર 5,53,943 હૅક્ટરમાં પૂર્ણ થઈ ચુક્યુ છે.
વિવિધ પાકોના વાવેતરની સ્થિતિ દર્શાવતા આંકડાકીય માહિતી જોઇએ, તો ઘઉંનું વાવેતર 59,947 હૅક્ટરમાં થયુ છે, જ્યારે જુવાર, મકાઈ સહિતના અન્ય ધાન્ય (ડાંગર) પાકોનું 72,692 હૅક્ટરમાં, કઠોળ પાકોનું 1,64,543, તેલીબિયાં પાકોનું 73,586 હૅક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે.
ઉત્તર ગુજરાતમાં 1,40,000 હૅક્ટર, મધ્ય ગુજરાતમાં 86,700 હૅક્ટર, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 1,98,800 હૅક્ટરમાં રવિ વાવેતર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 1,26,400 હૅક્ટર અને કચ્છમાં 2,000 હૅક્ટરમાં વાવેતરની કામગીરી પૂરી થઈ ગઈ છે.
રાજ્યમાં ચણાનું કુલ વાવેતર વિસ્તાર 2.91 લાખ હૅક્ટર થયું છે. અન્ય કઠોળ પાકોનું વાવેતર 146.78 ટકા નોંધાયુ છે. અન્ય કઠોળ પાકોમાં વાવેતર 40,742 હૅક્ટર જેટલુ રહ્યું છે. શિયાળામાં શેરડીનું વાવેતર 77,944 હૅક્ટરમાં એટલે કે કુલ વાવેતર વિસ્તારના 52.26 ટકા વિસ્તારમાં શેરડીના વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
Share your comments