પ્રોટીન અને વિટામીન જેવા પોષક તત્વોથી ભરપૂર મશરૂમ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આમ તો મશરૂમનું ઉત્પાદન ભારતમાં 60 વર્ષથી કરવામાં આવે છે, પણ હવે મશરૂમની માંગને જોતા તેનું ઉત્પાદન ઘણું વધી ગયું છે.
આપણી થાળીનો મહત્વનો હિસ્સો બની ચુક્યા છે મશરૂમ ઔષધિય ગુણોથી ભરપૂર છે. તે શરીરમાં કોઈ રોગથી લડવામાં પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે. આ સંજોગોમાં જો તમે મશરૂમ નિયમિતપણે આરોગી છીએ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે.
નાના બજારોમાં પણ મજબૂત સ્થિતિ બનાવી રહ્યા છે
સામાન્ય રીતે મશરૂમ અત્યાર સુધી મોટા શહેરોમાં મળતા હતા. જોકે હવે આ ગામોના નાના બજારો સુધી પોતાની મજબૂત સ્થિતિ બનાવી ચુક્યા છે. જ્યારે જેમ-જેમ મશરૂમની માંગ વધી રહી છે, જેમ-જેમ તેના ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે. નાના ગામોના અનેક ખેડૂત મશરૂમની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. આમ પણ મશરૂમની ખેતી માટે જમીનની આવશ્યકતા હોતી નથી. આ માટે તે લોકો પણ કરી શકે છે,જેની પાસે જમીન નથી.
પ્રોસ્ડેસ્ડ મશરૂમની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ દેશનો મોટાભાગના હિસ્સામાં મશરૂમ પહોંચી શકતા નથી. તેની સૌથી મોટું કારણ છે મશરૂમમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે, જેને કારણે જલ્દી ખરાબ થાય છે, આ સંજોગોમાં મશરૂમના પ્રોસેસ્ડ ઉત્પાદનની માંગ ઘણી વધી જાય છે. પ્રોસેસ્ડ મશરૂમની વિશેષતા એ હોય છે કે આ દેશના તે હિસ્સામાં સરળતાથી પહોંચી શકાય છે. જ્યાં તેની ઉપલબ્ધતા હોતી નથી. આજકાલ બજારમાં પ્રસંસ્કૃત એટલે કે પ્રોસેસ્ડ મશરૂમની માંગ ખૂબ જ છે. આ સંજોગોમાં મશરૂમને પ્રોસેસ્ડ કરી સારી કમાણી કરી શકાય છે. તેનાથી મશરૂમને સુકવી પેકેટમાં ભરીને વેચી શકાય છે.
પ્રોસેસ્ડ મશરૂમના ઉત્પાદન
પ્રોસેસિંગ કર્યાં બાદ મશરૂમના લાંબા સમય સુધી ઉપયોગમાં લાવી શકાય છે. હકીકતમાં મશરૂમમાં 85થી 90 ટકા સુધી પાણી હોય છે. આ કારણથી લાંબા સમય સુધી રાખવામાં મુશ્કેલ છે. આ સંજોગોમાં પ્રોસેસ્ડ મશરૂમનો કારોબાર ઘણા લાભદાયક હોય છે. બીજી બાજુ નાના ગામો અને નાના શહેરોમાં પ્રોસેસ્ડ મશરૂમને પહોંચાડવા સરળ હોય છે. જ્યાં પ્રોસેસ્ડ મશરૂમને સુકવીને પેકેટ બનાવી જાય છે, ત્યારે તેનાથી આ રીતે ઉત્પાદન પણ જાળવી રાખી શકાય છે. તેનાથી મશરૂમ પાપડ, મશરૂમ પાઉડર, મશરૂમ કુકીજ, મશરૂમ બડિયા, મશરૂમ ચિપ્સ અને મશરૂમ આચાર જેવા ઉત્પાદન તૈયાર કરી શકાય છે.
Share your comments