Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઓર્ગોનિક ખેતી માટે ઘરમાં જ તૈયાર કરો જૈવિક જંતુનાશક

દેશના ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જોકે ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા તેમના ખેતરમાં છંટકાવ કરવાના જૈવિક કીટનાશકોને લગતી છે. ઘણી વખત જાણકારીના અભાવમાં ખેડૂત યોગ્ય કીટનાશક તૈયાર કરી શકતા નથી

KJ Staff
KJ Staff

દેશના ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જોકે ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા તેમના ખેતરમાં છંટકાવ કરવાના જૈવિક કીટનાશકોને લગતી છે. ઘણી વખત જાણકારીના અભાવમાં ખેડૂત યોગ્ય કીટનાશક તૈયાર કરી શકતા નથી. જેને પગલે વિવિધ કીટ, બીમારીઓ અને રોગોનો પ્રકોપ વધી જાય છે, તો ચાલો ઓર્ગેનિક ખેતીના ડોક્ટર તરીકે ઓળખ ધરાવતા હરિયાણાના ડો.અજય કુમાર બોહરા પાસેથી જાણીએ કે ઘરમાં કીટનાશક તૈયાર કરવાની વિધિ શું છે.

તમાકુ જૈવિક કીટનાશક

તેના નિર્માણ માટે બજારમાંથી વેસ્ટ વેચાતા તમાકુને ખરીદો. જેને એક મોટા ડ્રમમાં પાણી ભરી તેમા ઓળગી લો. તૈયાર કીટનાશકનો છંટકાવ તેમા પાણી ઓળગીને છોડના મૂળમાં નાંખી દો. તેના છંટકાવથી છોડના મૂળના રોગ અથવા ઉધઈ નાશ પામે છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે.

નીમ જૈવિક કીટનાશક

આ માટે લીંબડાની લીંબોળી, પાંદડા અને પાતળી ડાળખીઓની જરૂર પડે છે. તેને સારી રીતે સુકવ્યા બાદ તેનું મિશ્રણ તૈયાર કરી સ્પ્રે કરવામાં આવે છે. તેનાથી ફૂગ તથા વિવિધ પ્રકારના કીટક છોડ પર નુકસાન કરશે નહીં.

લીંબોળી જૈવિક કીટનાશક

લીંબોળીઓથી આ સ્પ્રે તૈયાર કરવામાં આવે છે. આ માટે 30 કિલો લીંબોળીઓ લઈ તેને ઝીણી પીસી લેવી જોઈએ. ત્યારબાદ એક ડ્રમમાં 150 લીટર પાણી લઈ તેને ભરી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં 10 કિલો બેસન અને 10 કિલો ગોળનું મિશ્રણ કરવું જોઈએ. ત્રણ મહિના બાદ આ માટેનું સોલ્યુશન તૈયાર થઈ જાય છે. તેના સ્પ્રેથી વિવિધ પ્રકારના કીટાણુઓથી છોડને બચાવી શકાય છે.

માઈક્રોન્યૂટ્રીએન્ટ્સ

તેના વિવિધ પ્રકારના ડી-કમ્પોઝર અન્ય જૈવિક ઉત્પાદનોની મદદથી તેને તૈયાર કરવામાં આવે છે.આ છોડોમાં સુક્ષ્મ પોષક તત્વો ઉપલબ્ધ કરવામાં આવે છે.

ઉત્પાદનમાં વધારો થશે

ડો.અજય બોહરાનું કહેવું છે કે શરૂઆતમાં જૈવિક ખેતી કરનારા ખેડૂતો સામે એવી સમસ્યા આવે છે કે વિવિધ જમીન બીમારીઓ, કીટકો અને રોગોથી કેવી રીતે તમારા પાકોને બચાવી શકાય છે. આ સંજોગોમાં ખેડૂતો માટે આ તમામ જૈવિક કીટનાશક ખૂબ જ ઉપયોગી છે,જેથી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ગુણવત્તામાં સુધારો પણ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More