બટાકાની વધતી કિંમતોએ સામાન્ય લોકોના રસોડાનો બજેટ હલાવી દીધું છે. બટાકાની કિંમતમાં વધારો થવાના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળી રહ્યું છે. બજારોમાં બટાકાની છૂટક કિંમતો વિશે વાત કરીએ તો, તે 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ભાવમાં વધારોના કારણે ઉનાળામાં વપરાશ વઘવાની સરખામણીએ કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા બજારોમાં નથી પહોંચી રહ્યા. વઘતી કિંમતોને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં બટાકાના ખેડૂતો તેમના પાકને ખોદ્યા પછી સંગ્રહિત કરે છે જેથી જ્યારે ભાવ વધે ત્યારે તેઓ તેમની ઉપજને સારી કિંમતે બજારોમાં વેચી શકે. આવી સ્થિતિમાં ઘણી વખત સારી સંગ્રહ વ્યવસ્થાના અભાવે બટાકાં સડી જાય છે,જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે, તેથી આવી સ્થિતિમાંમ બટાકાને કેવી રીતે તમે સ્ટોર કરીને રાખી છો તેના વિશે પર આજે અમે આ આર્ટિકલ લઈને આવ્યા છીએ.
બટાકાને સંગ્રીત કરવાની રીત
એમ તો રવિ પાક તરીકે ઓળખાતા બટાકાના પાકને ફેબ્રુઆરીથી માર્ચ સુઘી ખોદવામાં આવે છે. આવી સ્થિતિમાં બટાકાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સૌ પ્રથમ બટાકાને ખોદ્યા પછી, ખેડૂતોએ ફાટેલા બાટેકાને અલગ કરીને રાખવું જોઈએ. બાકીના બટાકાને અમુલ રૂમમાં એક ઢગલામાં રાખવું જોઈએ. ત્યાર પછી બટાકાને ઉપરથી ઢાંકી દેવા જરૂરી છે નહીંતર તેના લીલા થઈ જવાનો ખતરો હોય છે.
બટાકા આવી રીતે બગડે નહીં
બટાકાની પ્રક્રિયા માટે, તેમને 20 ડિગ્રીના અનુકુળ તાપમાને રાખવું જોઈએ. ભેજનું પ્રમાણ પણ વઘારે હોવું જોઈએ. ખેડૂતો ભેજનું પ્રમાણ વઘારવા માટે બટાકાના ઢગલા પર ધીમે ધીમે પાણીનો છંટકાવ કરવું જોઈએ. જો સ્ટોર રૂમમાં તાપમાન વધ્યું હોય તો કુલરનો ઉપયોગ કરીને તાપમાન ઘટાડી શકાય છે. આ સિવાય બટાકાનો સંગ્રહ કરતા પહેલા તેને ગ્રેડ કરીને બોરીઓમાં ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મોકલો. કાપેલા બટાકાને બહાર કાઢીને બજારમાં વેચવા જોઈએ. આ ઉપરાંત, જો તમારે ઙરે ખાવા માટે 3 થી 4 મહિના માટે બટાકાનો સંગ્રહ કરવો હોય, તો તમે બટાકાને ઘરમાં ઠંડી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખી શકો છો.
ક્યા રાજ્યમાં સૌથી વુધ ખેતી થાય છે.
હવે સવાલ એ છે કે ભારતનું સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે, તો ચાલો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીંની જમીન અને આબોહવા બટાકાની ખેતી માટે યોગ્ય છે. આવી સ્થિતિમાં રાજ્યમાં બટાકાનું મહત્તમ ઉત્પાદન થાય છે. આ પછી બંગાળ, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં બટાટાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાતના ખેડૂતો મોટા ભાગે બટાકાને ચિપ્સ કંપનીઓને વેચીને મોટો વળતર લઈએ છે.
Share your comments