ગુજરાત ડીસા બટાટા ઉત્પાદનો હબ છે, જેને જોઈને બીજા જિલ્લાઓના ખેડૂતો પણ બટાટાને ઉત્પાદન કરવા માંડ્ય છે બનાસકાંઠાનું ડીસા એ વેફ્રર્સ બનાવતી કંપનીની નજરમાં વસી ગયેલું છે. આ વિસ્તારના ખેડૂતોની આવક બટાટાના પાકના કારણે બમણી થઈ ગઈ છે
ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું વાવેતર ક્યાંક થાય છે તો તે છે ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાત દરેક વર્ષે થતા બટાટાના વાવેતરના કારણે ગુજરાત દેશભરમાં સૌથી વધુ બટાટા ઉત્પાદન કરવા વાળા રાજ્યોની લિસ્ટમાં નંબર-1 પર રહે છે. પણ ચાલુ વર્ષે યોગી આદિત્યનાથનો રાજ્ય ઉત્તર પ્રદેશ સૌથી વધારે બટાટાનું વાવેતર કર્યુ છે.આ વર્ષે ઉત્તર પ્રદેશ એવરેજ 1.53 મેટ્રીકટન બટાટાનું ઉત્પાદન કર્યુ છે.
ગુજરાતના ડીસામાં થાય છે વાવેતર
ગુજરાત ડીસા બટાટા ઉત્પાદનો હબ છે, જેને જોઈને બીજા જિલ્લાઓના ખેડૂતો પણ બટાટાને ઉત્પાદન કરવા માંડ્ય છે બનાસકાંઠાનું ડીસા એ વેફ્રર્સ બનાવતી કંપનીની નજરમાં વસી ગયેલું છે. આ વિસ્તારના ખેડૂતોની આવક બટાટાના પાકના કારણે બમણી થઈ ગઈ છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ મોસમમાં બટાટાનું વાવેતર થતું નથી પરંતુ ગયા વર્ષે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 36.65 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું
જે હેક્ટર દીઠ 31000 કિલોગ્રામ હતું. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય તેવી સંભાવના છે. ધારણા છે કે આ વખતે ઉત્પાદન 40 લાખ ટનથી વધી શકે છે. ગુજરાત એ બટાટાના ઉત્પાદનમાં ચોથાક્રમે છે પરંતુ ઉત્પાદકતામાં દેશમાં ટોચક્રમે આવે છે.
રવી સીઞન
રવી સીઝનના દરમિયાન બટાટાની ખેતી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, છત્તીસગ,, ઝારખંડ અને હરિયાણામાં થાય છે. હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે કે, રવી સિઝનમાં બટાટાની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે લણણી ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલે છે. જો કે ખરીફ પાક માત્ર મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં લેવામાં આવે છે.
સમગ્ર દેશમાં 2019-20ના વર્ષમાં બટાટાનું ઉત્પાદન 513 લાખ ટન થયું હતું જે અગાઉના વર્ષ કરતાં વધુ જોવા મળ્યું છે. કોરોના સંક્રમણના સમયમાં બટાટાનો વપરાશ વધુ હોવાથી તેના ભાવ 25 થી 30 રૂપિયે કિલોગ્રામ જોવા મળે છે. સામાન્ય રીતે 10 થી 15 રૂપિયે કિલો મળતાં બટાટા ગુજરાતમાં મોંઘા થઇ રહ્યાં છે, કારણ કે આ સમયમાં લોકો બીજા શાકભાજી પસંદ કરતા નથી.
દેશના ટોપટેન રાજ્યો કે જ્યાં બટાટા પાકે છે
- ઉત્તરપ્રદેશ - 53 કરોડ ટન
- પશ્ચિમ બંગાળ - 38 કરોડ ટન
- બિહાર - 01 લાખ ટન
- ગુજરાત - 07 લાખ ટન
- મધ્યપ્રદેશ - 77 લાખ ટન
- પંજાબ - 24 લાખ ટન
- આસામ - 17 લાખ ટન
- હરિયાણા - 28 લાખ ટન
- ઝારખંડ - 94 લાખ ટન
- છત્તીસગઢ - 60 લાખ ટન
Share your comments