Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શેરડી માટે ઉપયોગી બિયારણનું વાવેતર

શેરડી અને ખાંડ ઉધોગ, કૃષિ આધારિત ઉધોગોમાં કાપડ પછી બીજા ક્રમનું સ્થાન ધરાવે છે. દુનિયાના ૯૦ % જેટલા દેશોમાં શેરડીનું વાવેતર થાય છે. વિશ્વમાં બ્રાઝિલ પછી ભારતમાં શેરડી અને ખાંડ થાય છે. ખાંડ માટે સુગરબીટ અને શેરડીનો ઉપયોગ થાય છે પણ દુનિયામાં ઉત્પન્ન થતી ખાંડમાં ૭૫% ભાગ શેરડીનો છે.

KJ Staff
KJ Staff
Sugarcane
Sugarcane

શેરડી અને ખાંડ ઉધોગ, કૃષિ આધારિત ઉધોગોમાં કાપડ પછી બીજા ક્રમનું સ્થાન ધરાવે છે. દુનિયાના ૯૦ % જેટલા દેશોમાં શેરડીનું વાવેતર થાય છે. વિશ્વમાં બ્રાઝિલ પછી ભારતમાં શેરડી અને ખાંડ થાય છે. ખાંડ માટે સુગરબીટ અને શેરડીનો ઉપયોગ થાય છે પણ દુનિયામાં ઉત્પન્ન થતી ખાંડમાં ૭૫% ભાગ શેરડીનો છે.

ભારત દેશમાં ગુજરાતની વાત કરીએ તો સને (૨૦૧૯-૨૦૨૦)માં ૧.૮૫ લાખ હેકટરમાં વાવેતર થયેલું છે અને શેરડીનું ઉત્પાદન ૮૦ ટન/હેકટરે થાય છે. જે દિવસે- દિવસે ધટતું જાય છે. જેનો મુખ્ય આધાર જમીનની ફળદ્રુપતા અને ઉત્પન કરવાની શક્તિ પર રહેલો હોય છે. મુખ્યત્વે શેરડીના ઉત્પાદનમાં આબોહવા, જમીન, બિયારણ અને અપનાવામાં આવતી પાક ઉત્પાદનની રીતો જવાબદાર હોય છે. જમીન અને આબોહવા એ કુદરતની દેન છે જેનો માણસ દ્વારા નિયંત્રણ અલ્પ માત્રમાં જ કરી શકે છે જ્યારે બાકીના ઘટકો ખેડૂતના હાથમાં રહેલા છે. જેના દ્વ્રારા આપણે વધુ ઉત્પાદન લઈ શકાય છે.  

શેરડીમાં સમય-અંતરે જાતોની બદલી કરતાં રહવું જોઈએ જેથી નવી જાતો રોગ-પતિકારક અને આબોહવા સામે લડવામાં ખુબજ મદદગાર રહે છે અને વધુ ઉત્પાદન આપે છે. વૈક્ષાણિક દષ્ટિએ બિયારણ બહારથી લાવીને સીધું જ ખેતરમાં ઉપયોગ કરવાથી નવા રોગો અને જીવોતો નો પ્રશ્ન ઊભો થાય છે. માટે આશાસ્પદ જણાતી કેટલી શેરડીની જાતો સુગર ફેક્ટોરીઓ અથવા શેરડી સંશોધન કેન્દ્રો દ્વ્રારા માન્ય કરવામાં આવી હોય એ જોતોનો જ ઉપયોગ કરવો જોઈએ.

સૌથી સરળ પદ્ધતિ, ખેડૂતે પોતાના ખેતરમાં જ જાતે જ બિયારણ તૈયાર કરવું અને બીજા ખેડૂત ને વેચવું જોઈએ જે પૈસાની રીતે ખુબજ સરળ અને સસ્તું અને પરવડે તેમ છે. બીજ ઉત્પાદન માં ખેડૂત પોતાના ખેતરમાં જ સસ્તું અને ગુણવતા યુક્ત બીજ તૈયાર કરી સકે તેમ છે જે ખેડૂત ના વાવેતર નો ખર્ચ ઘટાડી શકાય છે. ખુબજ અગ્યતની વાત, શેરડીના પાકોમાં ૨૫-૫૦% ખર્ચતો એકલા બિયારણનો જ હોય છે. જે તે ખેડૂત પોતાના ખેતરમાં જ બિયારણ બનાવી ખર્ચ ઘટાડી શકે છે. જેના માટે ખેતરનો થોડાક ભાગમાં શેરડી બીજ વાવેતર કરવામાં આવે છે. જેની વધારે માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

બીજ પસંદગી

સફળ શેરડીનો મુખ્ય આધાર ઊચી ગુણવતા, શ્ધ્તા અને તંદુરસ્ત બીજ પર રહેલો હોય છે. તો આ પ્રમાણેના મુંદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

૧. શેરડીની ઉંમર, પાકની પરિસ્થિતિ,શુદ્ધતા,રોગ અને જીવાતનું સંક્રમણ પર રહલો છે. જે પાક ઉત્પાદન પર અસર કરે છે. શેરડીના બીજનો રેશિયો ૧:૧૦ નો છે.  ખેડૂત મિત્રો ૧ હેક્ટરના વાવેતરમાંથી ૧૦ હેકટરમાં રોપણી કરી શકાય તેટલું બીજને બનાવી શકે છે.

૨.  ૮ થી ૧૦ મહિનાની શેરડીનો જ બીજ તરીકે ઉપોયોગ લેવો જોઈએ. જેથી સાંઠામા ભેજનું સારું પ્રમાણ જડપી અને સારો ઉગાવો થાય છે.

૩. રાતડો, આજીઓ, અને સુકારો, આ રોગો મુક્ત જ સાઠાનો ઉપયોગ કરવો જોઈએ.આ બધા રોગો બીજ દ્વ્રારા ફેલાય છે. તેથી આવા રોગ મુક્ત બિયારણનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ.  

૪. ખેતરમાં ઢળી પડેલી શેરડીનો ઉપયોગ ન કરવો જોઈએ.

૫. બીજ ઉત્પાદનના ખેતર અને અન્ય શેરડીના પાક વચ્ચે ઓછામાં ઓછું ૫ મીટરનું અંતર હોવું જોઈએ.

૬. જે જાતોની રોપણી કરવાની હોય તે જાતનું શુદ્ધ, તંદુરસ્ત, કુમળુ બિયારણ મેળવવું.

૭. કુમળુ બિયારણ ન મળે તો સાઠાનો નો ઉપરનો ૨/૩ ભાગ જ શેરડી રોપણી માટે વાપરવો. નીચેનો ૧/૩ ભાગ રોપણીમાં કરવો નહિ.

૮. રોપણી માટે ખેતર તૈયાર કર્યા બાદ જ બિયારણ માટે શેરડી કાપીને લાવવી. લાબો સમય કાપી રાખેલ શેરડીનો બીજ તરીકે ઉપયોગ કરવાથી શેરડીનો ઉગાવો ગતિ ઘટી જાય છે.

૯. બીજ માટે ઉપયોગ લેવાથી શેરડીમાંના ખેતરમાં ભેજનું પ્રમાણ જળવાઇ તે માટે પિયત આપતા  રહવું.

બીજ ની માવજત

૧. ગરમ પાણીમાં ૫0´ સે. તાપમાનમાં ૨ કલાક સુધી કટકા બોળી રાખવા  અથવા 

૨. બિયારણના ટુકડાઓ ને પારાયુક્ત ફૂગનાશક (૨ મી.લી./લિટર) અથવા કાર્બેન્ડેઝિમ (૧ ગ્રામ/લિટર) અથવા મેલેથીઓન (૨ મી.લી./લિટર) અથવા ડાયમેથોયેટ (૧ મી.લી./લિટર) ના મિશ્રણમાં ૫ થી ૧૦ મિનિટ રાખી ત્યાર બાદ રોપવું.

ખેતર ની પસંદગી

૧. અગાઉ શેરડી પાક લીધેલો ન જોઈએ.

૨. પાણીની સારી નિતાર વ્યવસ્થા હોવી જોઈએ. પાણી ખેતરમાં ભરાવું જોઈએ નહીં.

૩. જમીનની ફળદ્રુપતા યોગ્ય હોવી જોઈએ.

૪. બિયારણમાં ૨૫% વધારે નાઇટ્રોજન આપવું. બીજની કાપણી પેહલા એટલે કે ૪ થી ૬ અઠવાડીયા પેહલા ૫૦ કિલો/હેકટરે નાઇટ્રોજન ખાતર આપવું.

૫. જરીરિયાત મુજબ પાળા ચડવા અને  ૬, ૭ અને ૮ મહિને સૂકા પાનો તોડી લેવા જોઈએ જેથી રોગ અને જીવાતો નુકસાન ન કરે.

૬. યોગ્ય સમયે શેરડીને પાણી અને ખાતર આપવું જોઈએ.

૭. રોગ અને જીવતો જાણતા છોડને ખેતર માં થી દૂર કરી નાશ કરવો જોઈએ.

૮. નવી જાતોનું વાવેતર કરવું જોઈએ જે રોગ અને જીવતો સામે લડવા માં મદદરૂપ થાય.

૯. બીજ ઉત્પાદન માટે એક-બે આંખના ટુકડા, એક આંખના રોપા, એક આંખના અંકુરિત ટુકડા અથવા ટિસ્યૂ-કલ્ચરના રોપાનો ઉપયોગ કરવો જોઈએ,

૧૦. રોપા અને આંખનું વાવેતર બે લાઇન વચ્ચે ૧૨૦ સે.મી અંતરે અને ૪૫ કે ૬૦ સે.મી. છોડ થી છોડ વચ્ચે અંતરે રાખી કરવું. વાવેતર ના ૩૦-૪૫ દિવસે ગેપ-ફિલિગ કરી દેવી જોઈએ.

આ પદ્ધતિ ધ્વારા ઉગાડેલી શેરડીનો ઉપયોગ મોટા પ્રમાણમાં શેરડીના વાવેતર માટે કરવો જોઈએ. જ્યારે શેરડી ૮ થી ૧૦ મહિના થાય ઍટલે તેનો ઉપયોગ કોમર્સીકિયલ ઉત્પાદન માટે કરવો.

Related Topics

Sugarcane Seeds

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More