ઘઉ ઉત્પાદનમાં વાવણી સમય ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજયમાં શિયાળો ટુંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનું મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબજ જરુરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતાં તેને બે તબકકામાં વહેચવામાં આવેલ છે.
(૧) સમયસરની વાવણી નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-રપ નવમ્બેર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજયમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉ ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦ થી રપ સે.ની આસપાસ હોય છે. જે ઘઉના છોડના ઉગાવા માટે ખૂબજ અનુકૂળ છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ અને દાણા ભરાવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.
ઘઉંની સુધારેલી જાતો : જી.ડબલ્યુ-૪૫૧
- ઢળી પડવા સામે સહનશીલ
- જી.ડબલ્યુ ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ
- મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ કિવ/હે
- કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ
- વધારે લોહ તત્વ (૩૬.૪ પીપીએમ)
- વધારે જસત તત્વ (૪૦.૧ પીપીએમ)
- કાળા અને બદામી ગેરૂ સામે પ્રતિકારક જી.ડબલ્યુ-૩રર
- પ્રોટીનનું પ્રમાણ વધારે
- ઉચા ઉષ્ણતામાન સામે સહનશીલ
- મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૩૦ કિવ/હે
- કાળા અને બદામી ગેરૂ સામે પ્રતિકારક જી.ડબલ્યુ-ર૭૩
- ઉચા ઉષ્ણતામાન સામે સહનશીલ
- વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીમી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૭૭. ૮૦ કિવ/હે
- કાળા અને બદામી ગેરૂ સામે પ્રતિકારક જી.ડબલ્યુ-૩૬૬
- મધ્યમ લાંબી ઉબી, દાણો મોટો
- ઉત્પાદન ક્ષમતા ૭૭.૯૦ કિવ/હે
- કાળા અને બદામી ગેરૂ સામે પ્રતિકારક જી.ડબલ્યુ-૪૯૬
- મધ્યમ લાંબી ડુંડી
- મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૫.૯૦ કિવ/હે
- કાળા અને બદામી ગેરૂ સામે પ્રતિકારક
(૨) મોડી વાવણી
રપ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઉબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઉચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮%નો ઘટાડો થાય છે. આમ, વાવણી સમય એ ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. વાવણી સમયને ધ્યાને રાખી ભલામણ કરેલ ઘઉની જાતની પસંદગી કરવી. ઓકટોબર રપ પહેલાં અને ડીસેમ્બર ૧૦ પછી ઘઉની વાવણી પોષણક્ષમ રહેતી નથી.
જી.ડબલ્યુ-૧૭૩
- પાછો તરી ગરમી સામે પ્રતિકારકતા
- ટુંકો જીવનકાળ હોવાથી પિયતની બચત
- ગેરૂ સામે પ્રતિકારકતા
- મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૬.૧૦ કિવ/હે
- ઢળી પડવા સામે સહનશીલ
આ પણ વાંચો - ધઉંની આ બે જાત છે સૌથી સારી, આપશે ઓછા પાણીમાં વધુ ઉત્પદાન
Share your comments