Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મે મહિનામાં વિવિધ પાકોમાં જીવાત નિયંત્રણનાં પગલાં ભાગ-2

રીંગણ/ ટામેટી/ મરચી:લીલી ઈયળની ઇયળએક જ ઈયળ એક કરતા વધારે ટમેટા/મરચીને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ વધારે નુકસાનની માત્રા વધારે જોવા મળે છે. લીલી ઈયળનાં નિયંત્રણ માટે ટામેટી અને મરચીનાં પાક ફરતે પીળા રંગનાં ફૂલવાળા હજારીગોટા વીસ લાઈન બાદ એક લાઈન પિંજરપાક તરીકે વાવેતર કરવાથી લીલી ઈયળની માદા હજારીગોટાનાં ફૂલ ઉપર ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે.

KJ Staff
KJ Staff
Pest control measures in various crops
Pest control measures in various crops

શાકભાજી પાકો:

રીંગણ/ ટામેટી/ મરચી:લીલી ઈયળની ઇયળએક જ ઈયળ એક કરતા વધારે ટમેટા/મરચીને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ વધારે નુકસાનની માત્રા વધારે જોવા મળે છે. લીલી ઈયળનાં નિયંત્રણ માટે ટામેટી અને મરચીનાં પાક ફરતે પીળા રંગનાં ફૂલવાળા હજારીગોટા વીસ લાઈન બાદ એક લાઈન પિંજરપાક તરીકે વાવેતર કરવાથી લીલી ઈયળની માદા હજારીગોટાનાં ફૂલ ઉપર ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે. આવાં ઈંડા સહિતનાં ફૂલ તોડીને વેચી દેવાથી લીલી ઈયળની નવી પેઢી વધતી અટકાવી શકાય છે.ટામેટીના પાનકોરીયાનાં નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલિ અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.રીંગણની ડૂંખ અને ફળ કોરનારી ઈયળનો ઉપદ્રવ જણાય તો ઈયળોથી નુકસાનગ્રસ્ત ડૂંખ અને ફળ વીણી લઈ જમીનમાં ઊંડે દાટીને નાશ કરવો.રીંગણના ખેતરમાં હેક્ટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને દર ૩૦ દિવસે લ્યુર બદલવી.રીંગણનો લઘુપર્ણ રોગ લીલા તડતડીયા દ્વારા ફેલાય છે. તેના નિયંત્રણ માટે થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. મરચીના પાકમાં થ્રિપ્સનાં નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન૫૦% વેપા૧૦ગ્રામ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.

ભીંડા:ભીંડાનો પાક એક થી દોઢ માસનો થાય ત્યાં સુધી ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડીયાં, સફેદમાખી અને પાન કથીરીથી બચાવવા કીટનાશક દવાની બીજ માવજત પધ્ધતિ અપનાવવી જોઇએ. પાકનાં વૃઘ્ઘિકાળ દરમ્યાન મોલો, તડતડિયાં કે સફેદમાખીનો ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કાબરી ઇયળ અને લીલી ઇયળના નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાઇ તે રીતે છંટકાવ કરવો અથવા ફેન્વાલરેટ ર૦ઈસી૧૦મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ગુવાર:ગુવારની મીંજનો કીડો અંદરનો ગર્ભ ખાય છે. પરીણામે ફૂલમાંથી શીંગ બેસતા તેની વિક્રૂતિ થઇ જાય છે અને દાણા પણ બંધાતા નથી.શિંગો કોરી ખાનર ઇયળો, થડની માખી, મીંજ અને ચાંચવાનાં અસરકારક નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવાડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ક્લોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રિન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ચૂસિયાં પ્રકારની જીવાતો અને પાનકોરિયાનાં વધુ ઉપદ્રવ વખતે મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ઇમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

વેલાવાળા શાકભાજી પાકો: ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૫૦૦ ગ્રામ ગોળ ૧૦ લિટર પાણીમાં ઓગાળવો.બીજા દિવસે આ ગોળવાળા પાણીમાં ડાઇક્લોરોવોસ ૭૬ ઈસી ર૫ મિ.લિ. ભેળવીને ફૂલ આવ્યા બાદ મોટા ફોરા પડે તે રીતે વાડીમાં અંતરે છંટકાવ કરવો. વાડીમાં ક્યુલ્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.પાનકથીરીના નિયંત્રણ માટેફેનાઝાક્વીન ૧૦ઈસી૧૦મિલિ અથવા વેટેબલ સલ્ફર ૫૦ ટકા ૨૫ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ઈસીર૦મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

ફળપાકો:

આંબા:મધિયાનાં નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ર૦ મિલિ અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.ફળમાખીના નિયંત્રણ માટે મિથાઇલ યુજીનોલ ટ્રેપહેકટર દીઠ ૫ થી ૭ ટ્રેપ મુકવા.

ચીકુ:ચીકુમાં કળી કોરીખાનાર ઇયળના નિયંત્રણ માટે કાળી તુલસીના ૫૦૦ ગ્રામ પાનને લસોટી નીકળેલા રસને ૧ લિટર પાણીમાં મિશ્ર કરી મલમલનાં કાપડથી ગાળીતેમાં ૨ મિલિડાયક્લોરવોસ મિશ્ર કરી વાદળીના ટૂકડા તેમાં બોળી ટ્રેપમાં મૂકી ચીકૂવાડીમાં બે ઝાડ દીઠ એક ટ્રેપ મૂકવાથી મોટી સંખ્યામાં ચીકુની કળી કોરીખાનાર ઇયળના નર ફૂદાંને આકર્ષી નાશ કરી શકાય છે. જો વધુ ઉપદ્રવ જણાય તોડાયકલોરવોસ ૭૬ ઈસી પ મિલિ અથવાલેમડા સાયહેલોથ્રીન અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% ૪૪ ઈસીઅથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫% ૫૦ઇસી ૧૦ મિલિ૧૦ લિટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

સીતાફળ/દાડમ:મિલીબગનાના બચ્ચાં તથા માદા બન્ને પાનની નીચેની સપાટીએ તેમજ ડુંખ, કળી અને ફળ પર સમુહમાં રહીને રસ ચુસીને નુકસાન કરે છે. જેના પરિણામે ફળ કદમાં નાના રહે છે. નુકસાનવાળા ભાગ પર ફળ ઉપર કાળો ડાઘ થઈ જાય છે.આ જીવાતના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૫ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા બુપ્રોફેઝિન એસસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડના બધા ભાગોબરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે દવા બદલીને બીજો છંટકાવ કરવો. આ દવાઓનામિશ્રણ સાથે ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરી વાપરવાથી સારૂ પરીણામ મળે છે. આ દવાઓ વારાફરતી વાપરવી. દવાનો છંટકાવ ઉપદ્રવ શરૂ થયે તુરત જ કરવો જોઈએ. જીવાત મોટી થયા પછી તેના શરીર પર મીણયુક્ત આવરણ હોવાથી દવાની અસરકારકતા ઓછી રહે છે.

નાળીયેર:નાળીયેરીમાં પાનકથી રીતેના સોયકાર મુખાંગ વડે કુમળા નાળિયેરમાં ટોપા પાસેથી ત્રિકોણાકાર સફેદ અથવા આછો પીળો ભાગ જોવા મળે તો આ જીવાતના નુક્સાનની શરૂ આત બતાવે છે.નુકસાનયુકત નાળિયેર મોટું થતાં આવા પીળા ભાગ પણ મોટા થાય છે ,અને બજરીયા રંગના જણાય છે. પાનકથી રીના નિયંત્રણ માટે ડાયકોફોલ૧૮. ૫ઈસી અથવા ઈથીયોન૨૫ઈસી૨૦મિ.લિ.અથવા કાર્બો સલ્ફાન૨૫ઈસી૨૦મિ.લિ.અથવા ટ્રાયઝોફોસ૪૦ ઈસી ૫૦મિ.લિ.૧૦ લિટરપાણીમાં ભેળવી મૂળ દ્વારા દવા ચઢાવવી.

Related Topics

Pest control various crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More