ઉનાળામાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા જીવાતની વૃધ્ધિ પર સીધી અથવા આડકતરી અસર થતી હોય છે. જેથી અમુક જીવાતની વૃધ્ધિ વધે છે જ્યારે અમુક જીવાતની વૃધ્ધિ માટે અવરોધક બની રહે છે. વિવિધ વાતાવરણિય પરીબળોની જીવાતની વ્રૃધિ પર થતી અસરને ધ્યાનમાં રાખીને ખેતીપાકોમાં નુકસાનકારક જીવાતોના નિયંત્રણ કરવાના ઉપાયો રજૂ કર્યા છે.
ધાન્ય પાકો:
બાજરા:બાજરાની ડૂંડાની ઇયળો શરૂઆતમાં ડૂંડાનાં રેશમી તંતુઓ ખાઇ છે.દુધીયા દાણાની અવસ્થાએ ઇયળો થુલી નીચે રહીને દાણાં ખાઇને નુકશાન કરે છે. જેની ઉત્પાદન પર માઠી અસર થાઇ છે.આ ઇયળના નિયંત્રણ માટે નીંઘલ અવસ્થા પહેલા ફેરોમોન ટ્રેપ ગોઠવી આકર્ષાયેલા નર ફૂંદાનો નાશ કરવો અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભુકી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. નોવાલ્યુરોન ૧૦ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરએન્ટ્રાનિલિપ્રોલ ર૦ એસસી ૪ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો.
જુવાર:દાણાની મીંજની ઇયળ વિકાસ પામતા જુવારના દાણાના ગર્ભાશયને નુકસાન કરે છે અને તેથી કણસલામાં દાણા બરાબર ભરાતા નથી. ઉપદ્રવિત દાણા દબાવવાથીતેમાંથી લાલ રંગનું પ્રવાહી નીકળે છે.દાણાની મીંજના નિયંત્રણ માટે કણસલામાં ૫૦% ફુલ આવી જાય ત્યારે ડાયમીથોએટ ૩૦ ઇસી (૨૫ મિ.લી./૧૦ લિટર પાણીમાં) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી (૨૦ મિ.લી./૧૦ લિટર પાણીમાં) કણસલા ઉપર છાંટવી અને ફરીથી ૧૦ દિવસે બીજો છંટકાવ કરવાથી મીંજ તથા લીલી ઇયળનું નિયંત્રણ થાય છે. જો ઉપર જણાવેલ દવાનો છંટકાવ શકય ન હોય તો મેલાથીયોન ૫% ભૂકી (૨૦-૨૫ કિલો/હેકટર) કણસલા પર છાંટવી
મકાઈ:ગાભમારાની ઇયળો સાંઠાના પાનની ભુંગળીને કોચીને દાખલ થઇપાન ઉપર સમાંતર કાણા પાડે છે. ત્યારબાદ તે સાંઠાને કોરી ખાય છે. જેના પરીણામે વચ્ચેની ડૂંખ સુકાય જાઇ છે.ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ક્વિનાલફોસ ૧.૫% ભૂકારૂપે અથવા કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૮ થી ૧૦ કિગ્રા પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી.મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક દવા ૨૦ થી ૨૫ દિવસે છાંટવી.
રેસાવાળા પાકો:
કપાસ:કપાસના બિયારણને વાવતા પહેલા એક કિલો બિયારણ દીઠ ૭.૫ ગ્રામ ઇમીડાકલોપ્રીડ ૭૦ ટકા ડબલ્યુએસ અથવા ૨.૮ ગ્રામ થાયોમિથાકઝામ ૭૦ ટકા ડબલ્યુએસ પ્રમાણેની માવજત આપી વાવેતર કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો (મોલો, તડતડીયાં, થ્રિપ્સ અને સફેદમાખી)સામેશરૂઆતમાં રક્ષણ મળે છે. સામાન્યરીતે સરકાર માન્ય બીટીબિયારણને યોગ્ય જંતુનાશક દવાનો પટ આપેલો હોય છે.જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી.જો ખેતરમાં લાઇટની વ્યવસ્થા હોય તો પ્રકાશ પિંજર ગોઠવી મોટા પાયે ફૂદીંઓનો નાશ કરી શકાય.ચીક્ટો ઉપદ્રવિત વિસ્તારમાં વાવણી પહેલા જમીનમાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૦-૨૫ કીલો પ્રમાણે જમીનમાં નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨ લિટર કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત વખતે ટીપે ટીપે આપવી.
ઘાસચારાના પાકો:
રજકો:બીજ ઉત્પાદન માટેનાં રજકાનાં પાકમાં લીલી ઈયળોના નિયંત્રણ માટે લીલી ઈયળનું એનપીવીનું ૨૫૦ ઇયળ એકમવાળું દ્રાવણ સાંજના સમયે છાંટવું અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મધમાખીનાં સક્રિય સમયે રાસાયણિક દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી.
તેલીબીયા પાકો:
ઉનાળુ મગફળી:ઉધઇના નિયંત્રણ માટેકલોરપાયરીફોસ ર૦ ઈસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ચાસની બાજુમાં દરેડવું અથવા ર-૩ લિટર દવા પ્રતિ હેકટરે પાણી સાથે આપવી.મોલો, તડતડિયા અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે એસીટામીપ્રીડ ર૦ એસપી ૩ ગ્રામ,ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુજી૩ ગ્રામ,ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.
તલ:પાન વાળનાર ઇયળ શરૂઆતમાં વિકાસ પામતાં છોડનાં ટોચનાં કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહી સંતાઇને પાન ખાય છેતથાફૂલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફૂલ ખાય છે. આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી, જેથી છોડની ડાળીનો તેટલો ભાગ બૈઢા વગરનો ખાલી જોવા મળે છે. ઇયળનુનિયંત્રણ બીવેરીયા બેસીયાના ૪૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૪૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો. ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ એમ ત્રણ છંટકાવ કરવા
કઠોળ પાકો:
મગ/અડદ:મોલો, તડતડિયાં કે સફેદમાખીનો ઉપદ્રવ વધારે જણાય તો નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૫ મિલિ ૧૦ લિટર પાણી મુજબ દ્રાવણ બનાવીને છંટકાવ કરવો અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ (૧ ઇસી) થી ૪૦ મિ.લિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.ટપકાંવાળી ઈયળ મગ અને અડદનાં પાકમાં ઈયળ અવસ્થાએ ફૂલ, કળી તથા શિંગોને ભેગી કરી જાળુ બનાવી દે છે. આ બનાવેલ જાળામાં અંદર રહી ઇયળ દાણા ખાય છે અને દાખલ થવાના છિદ્રને હંગારથી પૂરી દે છે. તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ અથવા ટ્રાયઝોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% (૪૪ ઇસી) ૧૦ મિ.લિ. અથવા ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Share your comments