સોયાબીનની ખેતી લાખો ખેડૂતોની આવકનું મુખ્ય સાધન છે. ભારતના લગભગ દરેક રાજ્યમાં તેની ખેતી થાય છે, પણ મધ્ય પ્રદેશમાં તે સૌથી વધારે લોકપ્રિય છે. સોયાબીન પર સતત નવા નવા સંશોધન થઈ રહ્યા છે. તેની એક વિશાળ કડીમાં જવાહરલાલ નેહરું કૃષિ યુનિવર્સિટીની કેટલીક ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. અહીંના વૈજ્ઞાનિકોએ સોયાબીનની એવી બે પ્રજાતિઓને વિકસિત કરી છે, જેને કીટકોનો કોઈ જ ભય નથી.
રોગ પ્રતિરોધક બે પ્રજાતીઓ
આ બન્નેને જે.એસ. 20-116 અને જે.એસ 20-94 નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે કીટ અને રોગ પ્રતિરોધક ક્ષમતાને લીધે તેની ખેતીની પડતરમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને ઉત્પાદનની બાબતમાં પણ સોયાબીનની તુલનામાં વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશને સોયારાજ્યનો દરજ્જો અપાવનારમાં જવાહરલાલ નેહરું કૃષિ યુનિવર્સિટીનું વિશેષ યોગદાન છે.
તાપમાન
સોયાબીનની આ બન્ને જાતોની ખેતી ગરમી અને સામાન્ય ભેજના વાતાવરણમાં કરી શકાય છે. તેના છોડના વિકાસ અને અંકૂરણ માટે લગભગ 25 ડિગ્રી તાપમાનની જરૂર હોય છે. જ્યારે પાકની વૃદ્ધિ માટે આશરે 30 ડિગ્રી તાપમાન પૂરતું છે.
સિંચાઈ
જો સિંચાઈની વાત કરવામાં આવે તો ખેતીમાં સિંચાઈ માટી, તાપમાન અને ચોમાસા પર નિર્ભર રહે છે. વરસાદના દિવસોમાં વિશેષ સિંચાઈની જરૂર પડતી નથી. જોકે વરસાદન ન હોય તો જરૂરિયાત પ્રમાણે સિંચાઈ કરી શકાય છે. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી ભરાવાની સ્થિતિનું સર્જન ન થાય. છોડમાં ફૂલ અને દાણાની અવસ્થા સુધી ખેતરોમાં ભેજની જરૂરી છે.
Share your comments