ગ્રામ્ય વિસ્તારોમાં લીલા અને તાજા શાકભાજી સરળતાથી ઉપલબ્ધ બને છે, પણ શહેરોમાં વસવાટ કરતા લોકોને માંડ તાજા શાકભાજી ઉપલબ્ધ બને છે. જો તમે શહેરોમાં રહીને પણ તાજા શાકભાજી મેળવવા ઇચ્છતા હોવ, તો અમે તમને એક એવી પદ્ધતિ વિશે માહિતી આપી રહ્યા છીએ કે જે તમારા માટે ઉપયોગી બની શકે છે.
કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડો
તમે કિચન ગાર્ડનમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડી શકો છો. તેમાં રિંગણ, લીલા મરચા, ટામેટા સહિત અનેક શાકભાજી ઘરે જ મેળવી શકો છો. લીલા-તાજા શાકભાજીની તમારી મોટાભાગની જરૂરિયાત તમારું કિચન ગાર્ડન જ પૂરી કરી શકે છે. તે રહેઠાણ ઉપરાંત એવી કૉમર્શિયલ અથવા રહેઠાણ વિસ્તારોની છતો પર ઉગાડી શકાય છે. આવા સ્થાનો પર કિચન ગાર્ડન તૈયાર કરી શકાય છે.
ઑર્ગેનિક શાકભાજી
બજારમાં ઉપલબ્ધ કેટલાક શાકભાજીના બીજની મદદથી તમે ઑર્ગેનિક શાકભાજી પણ ઉગાડી શકો છો. તેના મારફતે તમે તદ્દન ફ્રેશ શાકભાજી મેળવી શકો છો. આ પ્રકારના ઑર્ગેનિક શાકભાજી ફ્રેશ હોવાની સાથે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોઈ શકે છે. શાકભાજીના છોડમાં લાગતી ઊધઈ અને જંતુના નિવારણ માટે તમે લીંબડાના તેલનો ઉપયોગ કરી શકો છો. બીજો સૌથી મોટો લાભ એ છે કે જો તમે થોડી વધારે મહેનત કરો અને આયોજનપૂર્વક શાકભાજીનું વાવેતર કરો, તો તમે વર્ષે હજારો રૂપિયાની બચત કરી શકો છો.
Share your comments