Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Paddy: ડાંગરની વાવણી કરતી વખતે ભેજનુ રાખો ખાસ ધ્યાન, આ સુધારેયલી જાતોથી મળશે અઢળક ઉત્પાદન

ખરીફ સિઝનના મહત્વપૂર્ણ પાક ડાંગરની વરસાદના પહેલા ઝાપટાના સાથે જ વાવેતરની તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારે તેની નર્સની સ્થાપિત કરવાનું યોગ્ય સમય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા ક્ષેત્રો માટે નર્સરી ઉભી કરવી પડશે? દિલ્લી ખાતે આવે પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખરીફ સિઝનના મહત્વપૂર્ણ પાક ડાંગરની વરસાદના પહેલા ઝાપટાના સાથે જ વાવેતરની તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારે તેની નર્સની સ્થાપિત કરવાનું યોગ્ય સમય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા ક્ષેત્રો માટે નર્સરી ઉભી કરવી પડશે? દિલ્લી ખાતે આવે પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમને પોતાના વકતવ્યમાં જણાવ્યું છે કે ખેડૂતોને એક હેક્ટરમાં ડાંગરનું કેટલો વાવેતર કરવું જોઈએ અને તેની નર્સરી તૈયાર કરવા માટે ચોરસ મીટરના વિસ્તાર કેટલા હોવું જોઈએ? પૂસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ડાંગરનું વાવેતર કરવા માટે એક હેક્ટરમાં 800 થીલ 1000 ચોરસ મીટરના વિસ્તારમાં નર્સરી તૈયાર કરવી જોઈએ. નર્સરી વિસ્તારને 1.25 થી 1.5 મીટર પહોળા અને અનુકુળ હોય ત્યાં સુધી પથારીયા વિભાજીત કરો. નર્સરીમાં વાવણી કરતા પહેલા બીજની માવજત કરવી જરૂરી છે, જેથી ડાંગરમાં રોગોનું જોખમને ઘટાડી શકાય.  

આવી રીતે કરો વાવણી પહેલા બીજની માવજત

ડાંગરના બીજની માવજત માટે, 5 કિલો બીજ માટે 10 થી 12 ગ્રામ બાવાસ્ટિન અને 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન 10 લિટર પાણીમાં ઓગળો. આ સોલ્યુશનને જરૂર મુજબ બનાવો અને તેમાં બીજાને 12 થી 15 કલાક માટે મૂકો. તે પછી બીજને બહાર કાઢીને 24 થી 36 કલાક માટે સંદિગ્ધ જગ્યાએ ઢાંકીને રાખો અઁને હળવા હાથે પાણી છાંટતા રહો. બીજ અંકુરિત થયા પછી, તેના નર્સરીમાં છંટકાવ કરો.

ડાંગરની વધારે ઉપજ આપતી જાતો

ડાંગરની વધુ ઉપજ આપતી જાતોમાં પુસા બાસમતી 1985, પુસા બાસમતી 1979, પુસા બાસમતી 1692, પુસા બાસમતી 1885, પુસા બાસમતી 1847, પુસા બાસમતી 1637, પુસા 1718, પુસા બાસમતી 1401, પુસા સુગંધ 5, પુસાન 5, પુસાન 14 અને પુસાન 10 નું ઉચ્ચ ઉપજ આપતી જાતોનું સમાવેશ થાય છે. તેની તમે તમારા વિસ્તાર પ્રમાણે પસંદગી કરી શકો છો.

વાવણી કરતી વખતે ભેજનું ધ્યાન રાખો 

ખેડૂતોએ મગ અને અડદના પાકની વાવણી માટે સુધારેલી જાતો પંસદ કરવી જોઈએ. સારા અંકુરણ માટે, વાવણી સમયે ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજનું ધ્યાન રાખો. પુસા-1431, પુસા-1641, પુસા વિશાલ, પુસા-5913, એસએમએલ-668 અને સમ્રાટ જાતો સારી હોવાનું કહેવાય છે. અડદમાં, પ્રકાર-9 ટી-31, ટી-39 વગેરેની વાવણી કરવાની સલાહ આપવામાં આવી છે. વાવણી કરતા પહેલા, બીજની પાક વિશિષ્ટ રાઈઝોબિયમ અને ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેકિયાથી સારવાર કરવી જોઈએ.

અદડની વાવણી માટે શું કરવું જોઈએ

આ અઠવાડિયે કઠોળ પાક અડદની વાવણી પણ કરી શકાય છે. સારા અંકુરણ માટે, વાવણીના સમય ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજનું ધ્યાન રાખવું જોઈએ. ફક્ત પ્રમાણિત સ્ત્રોતમાંથી જ બીજ ખરીદો.પુસાના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ વાવણી કરતા પહેલા બિયારણને રાઈઝોબિયમ અને ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા ફૂગની રસીથી સારવાર આપે. આ સારવારથી પાકનું ઉત્પાદન વધે છે. પુસા અરહર-16 પુસા 2001, પુસા 2002, પુસા 991, પુસા 992, પારસ અને માણક જાતોની વાવણી યોગ્ય રહેશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More