Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Organic Farming: આવું તો શું થયું જેના કારણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ આટલું વધી ગયુ?

જ્યારેથી દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ છે, ત્યારથી ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવવા માટે ધીમે ધીમે રાસાણિક ખાતર તરફ વળ્યા. જેના કારણે ખેડૂતોને પાકનું વધુ ઉત્પાદન તો મળ્યો, પરંતુ જમીનમાં રહેલા પોષક તત્વોનું અંત આવી ગયું.

Amansinh Jadeja
Amansinh Jadeja

જ્યારેથી દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ છે, ત્યારથી ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવવા માટે ધીમે ધીમે રાસાણિક ખાતર તરફ વળ્યા. જેના કારણે ખેડૂતોને પાકનું વધુ ઉત્પાદન તો મળ્યો, પરંતુ જમીનમાં રહેલા પોષક તત્વોનું અંત આવી ગયું. જેથી કરીને કેટલાક ખેડૂતોને પોતાની જમીન વેચવાનું વારો પણ આવ્યો. રાસાયણિક ખાતરના કારણે ખેડૂતોએ જે પણ પાકનું વાવેતર કર્યો તેમાં રોગોની માત્રામાં વધારો થવા માન્ડયો અને આપણા જગતના તાત તેથી બચવા માટે તેમાં વધુ જંતુનાશક ઉમેરી દીધુ. પરિણામે જમીન, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થઈ ગયો અને કેન્સર જેવી બીમારી નાના બાળકોને પણ થવા લાગી. રાસાયણિક ખાતરના કારણે બીજો સૌથી મોટુ નુકસાન તે થયું કે જે અળસિયો પાકમાં દેખાતા નાના-નાના જીવોને પોતાના ભોજન સમજીને જમી લેતા હતા એજ અળસિયો જમીનમાંથી સંપૂર્ણ પણ અદૃશ્ય થઈ ગયો.

આવી સ્થિતિમાં હવે ફરીથી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ઘણું વધી ગયું છે. કેમ કે રાસાયણિક ખાતરનું ઉપયોગ જો આવી રીતે ચાલૂ રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે જમાન બિનફળદ્રુપ બની જશે. તેથી કરીને આમારે રાસાયણિક ખેતીની જગ્યા પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન આપવું જોઈએ. હવે ત્યાં પ્રશ્ન તે ઉભા થાય છે કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી માટે કઈ કઈ વસ્તુઓનું ઉપયોગ કરી શકે છે. જો તમારા મનમાં પણ એજ પ્રશ્ન છે તો ચાલો અમે તમને તેનો ઉત્તર જણાવી દઈએ.
દેશી ગાય
પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. સ્થાનિક ગાયના એક ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જ્યારે વિદેશી ગાયના એક ગ્રામ છાણમાં 78 લાખ સૂક્ષ્મજીવો જોવા મળે છે.

ખેડાણ
કુદરતી ખેતીમાં ઊંડી ખેડાણ કરવામાં આવતી નથી. જમીનની ખેતી કુદરતી રીતે છોડના મૂળના પ્રવેશ દ્વારા અને અળસિયા, નાના પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે.

છોડની દિશા
આમાં પાક ઉત્તરથી દક્ષિણ તરફ વાવવામાં આવે છે. જેના કારણે છોડને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. જીવાતો અને રોગોનો ઉપદ્રવ પણ ઓછો થાય છે.

કવર પાક
જમીન પાકના અવશેષોથી ઢંકાયેલી છે. આ જમીનમાં ભેજનું નુકસાન અટકાવે છે. જમીનમાં સૂક્ષ્મ વાતાવરણ સર્જાય છે. આ અળસિયાની પ્રવૃત્તિઓમાં વધારો કરે છે.

સહ પાક
મુખ્ય પાકની હરોળ વચ્ચે આવા પાકનું વાવેતર કરવાથી જમીનને નાઈટ્રોજનનો પુરવઠો મળે છે અને ખેતી ખર્ચની ભરપાઈ થાય છે. જેમ કે શેરડીની ખેતી વચ્ચે ટૂંકા અંતરે અન્ય પાકની ખેતી કરવી.

પાણી વ્યવસ્થાપન
કુદરતી ખેતીમાં છોડથી અમુક અંતરે સિંચાઈ કરવામાં આવે છે. આ રીતે છોડને પાણી આપવાથી મૂળની લંબાઈ વધે છે. મૂળની વૃદ્ધિને કારણે છોડનો ઉપરનો ભાગ પણ વધે છે.

રસાયણોનો ઉપયોગ નથી

કુદરતી ખેતીમાં રસાયણોનો ઉપયોગ ન કરવો જોઈએ. ખેડાણ અને ખાતરના ઉપયોગને કારણે રોગો અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવાથી પ્રકૃતિનું સંતુલન જળવાય છે.

ભેજ વધારો
આ પદ્ધતિ હેઠળ ખેતીમાં ભેજ વધારવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં, છોડને જમીનમાં રહેલા ભેજ અને હવામાં રહેલા પરમાણુઓમાંથી જરૂરી પોષણ મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More