Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રાગીના મૂલ્યવર્ધન કેવી રીતે થાય છે તેની માહિતિ ભાગ-2

રાગીની મૂલ્યવર્ધિત પેદાશો: રાગીમાંથી નુડલ્સ, વર્મીસેલી, પાસ્તા, હલવા, પાપડ, ઢોસા, ઈડલી, વડા, પકોડા, સૂપ મિક્ષ, બેકરી આઇટમ જેવી કે બ્રેડ, મફિન્સ, બિસ્કીટ વિગેરે પણ બનાવવામાં આવે છે. બેંગ્લોરમાં આવેલી યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ હેઠળના હોમ સાયન્સ અને બેકરી ટ્રેનિંગ વિભાગે રાગી અને રાગી-ચોખા માંથી બનતી લગભગ 59 વાનગીઓની પદ્ધતિ વિકસાવી તેને માનક કરી છે.

રાગીની મૂલ્યવર્ધિત પેદાશો:

રાગીમાંથી નુડલ્સ, વર્મીસેલી, પાસ્તા, હલવા, પાપડ, ઢોસા, ઈડલી, વડા, પકોડા, સૂપ મિક્ષ, બેકરી આઇટમ જેવી કે બ્રેડ, મફિન્સ, બિસ્કીટ વિગેરે પણ બનાવવામાં આવે છે. બેંગ્લોરમાં આવેલી યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ હેઠળના હોમ સાયન્સ અને બેકરી ટ્રેનિંગ વિભાગે રાગી અને રાગી-ચોખા માંથી બનતી લગભગ 59 વાનગીઓની પદ્ધતિ વિકસાવી તેને માનક કરી છે.

૧) રાગીનું પોપીંગ:

રેડી-ટુ-ઈટ ખોરાકના ચલણમાં રાગીનું પોપીંગ કરી તેને ધાણીની જેમ ઉચા તાપમાને રેતીની અંદર રાગીને ફોડવામાં આવે છે. ખાવામાં ખુબ સ્વાદિષ્ટ એવી પોપ્ડ રાગી પર મસાલા છાંટીને નાસ્તા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બદલાતા સમયમાં રેતીને બદલે એર પોપર મશીનમાં પણ રાગીનું પોપીંગ કરવામાં આવે છે જે વધુ ગુણવતા સભર છે.

 

૨) રાગીની ખીર:

ચોખામાંથી બનતી ખીરની જેમ રાગીની ખીર બનાવી શકાય છે. એક પૌષ્ટિક આહાર એવી રાગીને દૂધમાં મિશ્ર કરીને તેનું મૂલ્યવર્ધન કરવાથી દૂધમાં રહેલ પોષકતત્વોનો લાભ લઇ શકાય છે. આ માટે રાગીને 12 થી 14 કલાક માટે પાણીમાં પલાડવામાં (સોકીંગ) આવે છે ત્યારબાદ તેને સૂકવીને શેકવામાં આવે છે. સૂકાયેલ રાગીને દળીને લોટ બનાવી ચાળી લેવો. આશરે 200 મિલિ દૂધને ગરમ કરી તેમાં ચાળેલો (ફાઇન) રાગીનો લોટ (આશરે 10 ગ્રામ) ઉમેરી ખીર જેવો દેખાય ત્યાં સુધી સતત હલાવતું રહેવું. છેલ્લે આ ખીરમાં જરૂરીયાત પ્રમાણે ખાંડ ઉમેરવી તેમજ અન્ય મરી મસાલા જેવા કે દળેલ એલચી વગેરે ઉમેરી ઉત્તમ સોડમ યુક્ત ખીર બનાવી શકાય છે.આવી ખીર ફણગાવેલ રાગીના લોટમાંથી પણ બનાવી શકાય છે, ખીરને પ્લાસ્ટીક કપમાં પેક કરીને ફ્રીઝમાં રાખી થોડા દિવસો માટે સાચવી શકાય છે.

૩) ઈડલી:

રાગીની ઈડલી બનાવવા માટે 75 ગ્રામ રાગીનો લોટ, 15 ગ્રામ ચોખાનો લોટ, 10 ગ્રામ રવો, 2 ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ, 1/2 ચમચી ખાવાનો સોડા, 1-1.5 વાડકી દહીં અને સ્વાદાનુસાર મીઠું લો. રાગી, ચોખાના લોટ અને રવાને દહીં અને પાણી સાથે મિક્ષ કરી  4-5 કલાક માટે મૂકી રાખો. મિશ્રણમાં આથો આવી જાય પછી અન્ય સામગ્રી ઉમેરી, મિક્ષ કરી, ઈડલીના સ્ટેન્ડમાં ખીરું પાથરી, વરાળમાં બાફી ઇડલી તૈયાર કરી શકાય છે.

૫) ચકરી:

રાગીની ચકરી બનાવવા માટે 50 ગ્રામ રાગીનો લોટ, 50 ગ્રામ મેંદો, 5 ગ્રામ જીરું, 1 ગ્રામ મરીનો પાવડર, અડધી ચમચી ગરમ તેલ, 100 મિલી. પાણી, મીઠું સ્વાદાનુસાર અને તળવા માટે તેલ લો. રાગી લોટ અને મેંદાને મિક્ષ કરી 15-20 મિનીટ માટે વરાળમાં બાફી લો. ત્યારબાદ તેમાં ગરમ તેલ, અને અન્ય મસાલા ઉમેરી જરૂરી પાણી ઉમેરી લોટ તૈયાર કરો. આ લોટ માંથી ચકરી બનાવી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો.

૬) પાપડ:

રાગીના પાપડ બનાવવા માટે 50 ગ્રામ રાગીનો લોટ, 25 ગ્રામ અડદની દાળનો લોટ, 2.5 ગ્રામ પાપડનો ખારો, ૦.5 ગ્રામ મીઠું, ૦.1 ગ્રામ મરી, ૦.1 ગ્રામ જીરું, લાલ મરચું પાવડર, ૦.5 મિલી તેલ, 50 મિલી પાણી લો. બધાજ લોટને ચાળી, તેમાં બધીજ સામગ્રીઓ ઉમેરી મુલાયમ કણક તૈયાર કરી તેને 3૦ મિનીટ રાખી મુકો. ફરી એક વખત થોડું તેલ લઇ તેને હાથ વડે મસળી તેમાંથી નાના નાના પાપડ તૈયાર કરો અને તડકામાં સૂકવો.

૭) બિસ્કીટ:

નાના બાળકોથી લઇને તમામને ભાવતી એવી બેકરીની વાનગી એટલેકે બિસ્કીટ પણ રાગીનાં લોટ માંથી બનાવી શકાય છે. આ માટે જરૂરી સામગ્રીમાં 1 કિલો રાગીનો લોટ, 500 ગ્રામ દળેલી ખાંડ, 500 ગ્રામ દેશી ઘી, 50 ગ્રામ બેકિંગ પાવડર, જરૂરિયાત મુજબ દૂધ અથવા પાણી, અડધી ચમચી વેનીલા એસેન્સ અને એલચી પાવડર લો. ઘીને હલકા હાથે ફીણો, તેમાં ધીરે ધીરે ખાંડ ઉમેરતા જઈ, મુલાયમ અને ચમકીલું મિશ્રણ તૈયાર થાય તેમાં બેકિંગ પાવડર, એમોનીયા, એસેન્સ, દૂધ, પાણી બધું મિક્સ કરો. રાગીના લોટને બે વખત ચાળી ધીમે ધીમે ઘી વાળાં મિશ્રણમાં ભેળવતા જઈ મુલાયમ કણક તૈયાર કરો. આ કણકને 175-180 °સે. તાપમાને 12-15 મિનીટ માટે ઓવનમાં પકાવીને ઉપયોગમાં લઇ શકાય છે.

 આમ, પોષકતત્વોથી ભરપુર એવી રાગીને સીધી અથવા અન્ય ધાન્ય-કઠોળ સાથે મિક્સ કરી વિવિધ વાનગીઓના સ્વરૂપમાં જો રોજીંદા આહારમાં લેવામાં આવે તો રાગીમાં રહેલા પોષકતત્વો જેવાકે આવશ્યક એમીનો એસીડ, કેલ્શિયમ, રેસાનો મહતમ લાભ લઇ શકાય છે. રાગી, હાલમાં પોષકતત્વોની ઉણપથી થતી આડ-અસરોથી બચવા માટેનો સસ્તો ઉપાય છે અને તેનું સરળતાથી ઉત્પાદન કરી શકાય છે. રાગીના મૂલ્યવર્ધન દ્વારા માત્ર ફૂડ સીક્યુરીટી જ નહી પરંતુ ન્યુટ્રિશન સીક્યુરીટીને પણ સાર્થક કરી શકાય છે. નાના પાયે રાગીની મૂલ્યવર્ધિત પેદાશો દ્વારા ખેડૂતોની આવક બમણી થઇ શકે છે તેમજ નાના ઉદ્યોગસાહસિકોને ઉભરવાની નવી તક મળી શકે છે.

Related Topics

RAGI Additional value

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More