Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રાગીમાં મૂલ્યવર્ધનની તકો-1

કદમાં નાની પણ પોષકતત્વોથી ભરપુર એવી રાગી એ બાજરા સંવર્ગ પાકની એક અનોખી જાત છે. રાગી ભારતભરમાં અલગ અલગ નામ જેવા કે રાગી, નાગલી, નાચની, મુન્દુઆ, રગુલા, પન્જી પુલ્લું, વિગેરેથી ઓળખાય છે. મુખ્યત્વે રાગી સફેદ અને લાલ રંગની જોવા મળે છે. રાગીનું વાવેતર સુકા અથવા અર્ધસુકા વિસ્તારમાં કરવામાં આવે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
રાગી
રાગી

કદમાં નાની પણ પોષકતત્વોથી ભરપુર એવી રાગી એ બાજરા સંવર્ગ પાકની એક અનોખી જાત છે. રાગી ભારતભરમાં અલગ અલગ નામ જેવા કે રાગી, નાગલી, નાચની, મુન્દુઆ, રગુલા, પન્જી પુલ્લું, વિગેરેથી ઓળખાય છે. મુખ્યત્વે રાગી સફેદ અને લાલ રંગની જોવા મળે છે. રાગીનું વાવેતર સુકા અથવા અર્ધસુકા વિસ્તારમાં કરવામાં આવે છે.

કદમાં નાની પણ પોષકતત્વોથી ભરપુર એવી રાગીબાજરા સંવર્ગ પાકની એક અનોખી જાત છે. રાગી ભારતભરમાં અલગ અલગ નામ જેવા કે રાગી, નાગલી, નાચની, મુન્દુઆ, રગુલા, પન્જી પુલ્લું, વિગેરેથી ઓળખાય છે. મુખ્યત્વે રાગી સફેદ અને લાલ રંગની જોવા મળે છે. રાગીનું વાવેતર સુકા અથવા અર્ધસુકા વિસ્તારમાં કરવામાં આવે છે. ભારતમાં રાગીનું વાવેતર શિયાળુ પાક તરીકે કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ભારતમાં ૧૧.૯૪ લાખ હેક્ટર માં આશરે ૧૯.૮૩ લાખ ટન જેટલું ઉત્પાદન નોંધાયેલ છે.

રાગીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં સાતમું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ૦.૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૦.૧૪ લાખ ટન રાગીના ઉતાપદન સાથે ૧૦૦૦ કિલો/હેક્ટર ઉત્પાદકતા નોંધવામાં આવેલ. રાગી પોષક તત્વોથી ભરપુર છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન, લોહતત્વ, ફોસ્ફરસ, ફાઈબર અને વિટામીન પુષ્કળ પ્રમાણમાં રહેલ છે. બધા ધાન્ય પાકોની સરખામણીમાં રાગી સૌથી વધુ કેલ્શિયમ અને તમામ પ્રકારના અનાજમાં સૌથી વધારે આયોડીન ધરાવે છે. રાગીમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ (લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવા ન દેવાની ક્ષમતા) ઓછો હોવાથી મધુપ્રમેહ ના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત રાગીમાં પોલીફીનોલ અને ફાઈબરની માત્રા સારી એવી હોવાથી તેનો ઉપયોગ કેટલાય અસાધ્ય રોગોના ઈલાજ માટે થાય છે.

રાગી પોષકતત્વોનો ઉચ્ચ સ્ત્રોત હોવાથી તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત પેદાશો બનાવી શકાય છે. સામાન્ય રીતે ભારતમાં રાગી નો ઉપયોગ રાગીનો લોટ બનાવી તેમાંથી રોટી, લાડુ, રાબ વિગેરે બનાવવામાં થાય છે. તદુપરાંત, રાગીમાંથી ધાણી, તેને ફણગાવી અને સુકવીને,  આથવીને તેનો લોટ બનાવી, લોટ નો ઉપયોગ વિવિધ વસ્તુઓ બનાવવામાં થાય છે.

રાગીનો પાક
રાગીનો પાક

રાગીનું પ્રોસેસિંગ

૧) રાગીનું મીલીંગ

રાગીને સીધું જ એમરી મીલ માં દળીને લોટ બનાવવામાં આવે છે અથવા તો રાગીને થોડો ભેજ આપી એમરી મીલ માં દળીને, ચાળીને રીફાઇન્ડ રાગી લોટ બનાવવામાં આવે છે.

૨) રાગીની ફોતરી દૂર કરવી

રાગીની ઉપરનું પાતળું પડ (ફોતરી) દુર કરવા માટે તેને સૌપ્રથમ સાફ કરી ૮ કલાક માટે પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારબાદ વધારાનું પાણી દુર કરી ૨૦ મિનીટ માટે વરાળમાં રાખી સૂકવવામાં આવે છે. ત્યારબાદ એમરી ડિસ્ક મિલ વડે બહારનું પાતળું આવરણ દુર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મળતી આડપેદાશ એટલે કે બહારનું પાતળું પડ પણ ફાઈબર અને સુક્ષ્મ પોષકતત્વોથી ભરપુર હોવાથી તેનો ઉપયોગ ખોરાકની અન્ય બનાવટમાં કરવામાં આવે છે.

CFTRI, મૈસુર ખાતે વિકસાવવામાં આવેલ આધુનિક તકનિક દ્વારા રાગીની ફોતરી ઉખેડીને આસાનીથી અલગ પાડી શકાય છે અને આ રીતે આખી રાગીને મેળવી શકાય છે. આ રીતે મળતી આખી રાગી માત્ર 5 મિનિટમાં બાફી શકાતી હોઇ અને કૂકિંગ એટલેકે બાફ્યા બાદ નરમ બની જતી જોઇ, તેનો ઉપયોગ ચોખાની જગ્યાએ કરી શકાય છે. તેમજ આ રીતે મળતી આખી રાગીનો ઉપયોગ કરી રાગી ફ્લેક્સ પણ બનાવી શકાય.

૩) રાગી માલ્ટ (ફણગાવેલ રાગી)

૧૦૦ ગ્રામ રાગી, ૨૫ ગ્રામ મગ લઇ તેને સાફ કરી, બે-ત્રણ વખત પાણીથી ધોઈ ૨૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ વધારાનું પાણી નીતારી લઇ, રાગી ને ૨ દિવસ માટે અને મગને એક દિવસ માટે ફણગાવવા માટે મસ્લીન કપડામાં બાંધીને રાખી મુકો. ત્યારબાદ તેને સુકવી, તેના અંકુરિત થયેલા ભાગને દુર કરી હળવું એવું સેકી લો. હવે આ રાગી, મગ અને ૨ ગ્રામ એલચીને એકસાથે દળી લો અને તેને ભેજ ન લાગે તેવી રીતે પેક કરી લો. આ પાવડરને (૫ ચમચી) ને ૨૦૦ મિલી પાણીમાં ઓગાળી લો. ત્યારબાદ તેને ૫૦૦ મિલી પાણીમાં ઉમેરી સતત હલાવી મિશ્ર કરો અને ઉકાળો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે પાણી અથવા દૂધ મિશ્ર કરી ગરમ અથવા ઠંડું ઉપયોગમાં લઇ શકાય. રાગી માલ્ટનો ઉપયોગ નવજાત શિશુના ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત રાગી માલ્ટનો ઉપયોગ દૂધ આધારિત પીણા અને બેકરી આઇટમ બનાવવા પણ થાય છે. રાગી માલ્ટ બનાવવા માટે મગ સિવાય અન્ય કઠોળનો ઉપયોગ પણ કરી શકાય છે.

રાગીમાં વિવિધ પોષકતત્વોનું પ્રમાણ (પ્રતિ ૧૦૦ ગ્રામમાં)

પોષકતત્વ

રાગી

રાગીનો લોટ

માલ્ટેડ રાગીનો લોટ

પ્રોટીન, ગ્રામ

૮.૭

૩.૬

૪.૫

ફેટ, ગ્રામ

૧.૫

૦.૯

૦.૬

સ્ટાર્ચ, ગ્રામ

૭૨.૦

૮૭.૦

૭૭.૯

ફાઇબર, ગ્રામ

૧૯.૬

૬.૮

--

કેલ્શિયમ, મિલિગ્રામ

૩૨૧

૧૬૩

૩૫૦

ફોસ્ફરસ, મિલિગ્રામ

૨૦૧

૧૦૬

૧૯૦

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More