ગુજરાત અને દેશભરમાં આ સમય શિયાળું પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં ચણા, બાજરી, શાકભાજી અને ઘઉં સહિત વિવિધ પ્રકારના પાકોનું સમાવેશ થાય છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો રાજ્યના ભાવનગર જિલ્લામાં સૌથી વધું શિયાળું પાકોનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભાવનગરમાં સૌથી વધું શિયાળું પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં શિયાળું પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેના આકડા મુંજબ આ વર્ષે આખા ભાવનગર જિલ્લામાં કુલ 97,252 હેક્ટરમાં શિયાળું પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.જેમાંથી સૌથી વધું એટલે કે 25,289 હેક્ટર તળાજા તાલુકામાં આવે છે.
. જો આપણે તળાજાની વાત કરીએ તો આ વિસ્તારમાં ડુંગળીનો વાવેતર સૌથી વઘું કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં રસ નથી દેખાઈ રહ્યા. આ વર્ષે તળાજામાં 3,550 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. શેત્રુંજી ડેમમાં પાણી પૂરતા પ્રમાણમાં હોવા છતા ડુંગળીનો વાવેતર કરવામાં આવ્યું નથી. જ્યારે આ ડેમના કારણે તળાજા, ઘોધા, મહુવા વિસ્તારના ખેડૂતોએ શિયાળું અને ઉનાળું પાકોનું વાવેતર એક સાથે કરી શકે છે. જો આપણે ડુંગળીના વાવેતર ન થવાની માહિતી ઉપર જઈએ તો આ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં પણ વિવિધ પાકોના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે.જેના કરતા ખેડૂતોએ રોકડિયા પાકનું વાવેતર કરવાની તરફ વળ્યા છે.
તળાજામાં ચાલુ વર્ષે ખરીફનું વાવેતર
જો આપણે તળાજા તાલુકામાં ખરીફ પાકના વાવેતરની વાત કરીએ તો તેનો વાવેતર ત્યાં 62,896 હેક્ટર પર થયું હતું. તેમજ જાન્યુઆરીના બીજા વિક્રમાં શિયાળું પાકનું વાવેતર માત્ર 25,290 હેક્ટર પર થયું છે. ખરીફના પાકનું મોટા પાચે વાવેતર થવાના કારણે હાલ પણ મગફળી અને કપાસ ભાવનગરની માર્કેટ યાર્ડમાં આવી રહ્યો છે, જેમાંથી મગફળીને ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે.
ચણાનું વાવેતર સમગ્ર જિલ્લામાં 13,600 હેક્ટરમાં
જો આપણે ચણાના પાકનું વાવેતરની વાત કરીએ તો તેનો વાવેતર સમગ્ર જિલ્લામાં 13.600 હેક્ટરમાં થયું છે, તેમાં એકલા તળાજામાં 3,550 હેક્ટરમાં થયું છે. જ્યારે ડુંગળીનું વાવેતર 8548 હેક્ટરમા થયું. ત્રીજા નંબર પર ઘઉંનું વાવેતર છે જેનો 5,655 હેક્ટરમાં વાવેતર થયું છે. ઘઉંથી વધું ઘાસચારોનું વાવેતર 5,748 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.
Share your comments