Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હવે ભારતીય કેરી પર ચીનની નજર, આવો છે ડ્રેગનનો પેંતરો

Sagar Jani
Sagar Jani
Mangoes
Mangoes

ઘણા લોકોને ઉનાળાની ઋતુ ગમતી હોતી નથી, પરંતુ માત્ર એક જ કારણ ઉનાળાની ઋતુને સૌથી વધુ ખાસ બનાવે છે તે છે કેરી. જેને ફળોનો રાજા કહેવામાં આવે છે તે કેરી  આ મોસમમાં જ  આવે છે. ભારતમાં અનેક હજારો પ્રકારની કેરીઓ જુદા જુદા રાજ્યોની શાન બની છે. ભારતમાં અત્યારે  કેરીની 1500 જાતો ઉપલબ્ધ છે અને આ કેરીની વિવિધ જાતો દરેક રાજ્યની આગવી ઓળખ બની ગઈ છે.  દશેરીથી લઈને ચૌસા અને અલ્ફોન્સોથી લંગરા સુધીની કેરીની પ્રખ્યાત જતો દેશમાં દરેકને પ્રિય છે.  ભારતને કેરીનું જન્મસ્થળ માનવામાં આવે છે, પરંતુ હવે ચીનની પણ આંબાઓ ઉપર નજર છે. કેવી રીતે ચીન ભારતની આંબાઓ હડપવાનું કાવતરું કરી રહ્યું છે !!! ચલો જાણીએ.

20મી સદીની શરૂઆતમાં પહોંચી કેરી

ભારતમાં કેરીનો ઇતિહાસની ક્યાં સમયથી ચાલ્યો આવે છે તેની તારીખ કહેવી મુશ્કેલ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે કેરીનો ઇતિહાસ લગભગ 4,000 વર્ષ જૂનો છે.  કેરી ભારતથી જ વિશ્વભરમાં ફેલાયેલી છે અને આખા વિશ્વના ઘણા દેશોમાં તે જોવા મળે છે.  નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, મલેશિયા, સિંગાપોર જેવા  જેવા એશિયાના ઘણા દેશો આજે ભારતની કેરી ખાઈ રહ્યા છે.  કેરી ભારતની બહાર 14મી અને 15મી સદીમાં પહોંચી હતી.  પરંતુ 20મી  સદીની શરૂઆતમાં ચીનમાં, કેરીએ પગલું મૂક્યું હતું.ચીને ચાખ્યોકેરીનો સ્વાદ

ચીનમાં કેરીના આગમનની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.  ભારત અને ચીન વચ્ચે 1962 ના યુદ્ધ પછી કેરીની વાર્તા શરૂ થઈ.  કહેવાય છે કે 1968 માં તત્કાલીન પાકિસ્તાનના વિદેશ પ્રધાન સૈયદ શરીફુદ્દીન પીરઝાદા બીજિંગ ગયા હતા.  તતેમને ઉનાળાની ઋતુમાં મુલાકાત કારી હતી એ સમયે તેમને કેરીથી વિશેષ કોઈ ભેટ સૂઝી નહીં એટલે તેઓ પોતાની સાથે 40 કેરીના ડબ્બા લઇ ગય હતો. ચીનના લોકોને કેરી વિશે કંઈજ જાણકારી ન્હોતી.  માઓએ તે બધી કેરીઓ તે નેતાઓને સોંપી દીધા જે તે જ સમયે શિન્હુઆ યુનિવર્સિટીમાં કબ્જો કરીને બેઠા હતા.કેરી માઓનાં પ્રેમની નિશાની બની

કેરી મળતા તે નેતાઓએ નિર્ણય કર્યો કે આ કામરેજ માઓ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એટલે આમાંથી એક એક કેરી બીજિંગની તમામ ફેક્ટરીઓમાં મોકલવામાં આવે.  કેરીનો સ્વાદ  દરેક લોકોને તો ન મળી શક્યો પરંતુ આ વાત  ચોક્કસપણે આખા ચીનમાં ફેલાઇ ગઈ  અને કેરી મજદૂરો પ્રતિ માઓનાં પ્રેમનું પ્રતીક બની ગઈ. આ રીતે કેરી જ્યારે લોકોના કિસ્સામાં અને તરમની વાતોમાં કેરીનો ઉલ્લેખ થવા લાગ્યો ત્યારબાદ કેરી ચીનના ખેતરો સુધી પહોંચી ગઈ.

કેરીના ઉત્પાદનમાં ચીન બીજા નંબરે

વર્તમાન સમયમાં ચીનના ઘણાખરા વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.  ભારતમાં ભલે કેરીના ઉત્પાદનમાં સૌથી મોટો દેશ હોઈ શકે છે પરંતુ હવે ચીન પણ  બીજા નંબરે આવી ગયું છે.  ભારત હજી પણ કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, ગુણવત્તા અને વિશ્વસનીયતાની દ્રષ્ટિએ ભારતની કેરીઓ ખૂબ જ  આગળ છે. પરંતુ નિકાસ માટે જે માળખાગત  ઇન્ફસ્ટ્રક્ચર અને  લોજિસ્ટિક્સ ભારત હજુ પણ પાસે નથી. જો કે ફિલિપાઇન્સ જેવા દેશો પણ આ બજારમાં ભારતને હરાવવાના પ્રયત્નો કરતા રહે છે. થોડા સમય પહેલા જ ફિલિપાઇન્સે જાહેરાત કરી હતી કે તે તેના સ્વાદ અને શેલ્ફ લાઇફને વધારવા માટે આનુવંશિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને કેરીની નવી જાતો વિકસાવી રહી છે, પરંતુ હજી સુધી એનું પરિણામ આવ્યું નથી.

કેરીના ઉત્પાદનમાં ભારત આજે પણ સૌથી આગળ

ખાદ્ય અને કૃષિ સંગઠનના આંકડા મુજબ વિશ્વમાં  કેરીનું ઉત્પાદન 50 કરોડ ટનથી વધુ થાય  છે, જેમાંથી ભારતનો હિસ્સો 2 કરોડ ટનથી વધુ છે અને ચીન આશરે 50 લાખ ટન આસપાસ જ છે.તેના પછી થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો આવે છે.  આનો અર્થ એ થયો કે વિશ્વની દર દસ કેરીમાંથી ચાર કેરી ભારત હોય છે.  15 વર્ષ પહેલાં યુ.એસ.એ જંતુનાશકોના મોટા પાયે ઉપયોગને કારણે ભારતમાંથી કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.  પરંતુ હવે આ મામલો થાળે પડ્યો છે.  ભારતીય કેરીનું સૌથી મોટું બજાર પશ્ચિમ એશિયા છે.

Related Topics

mangoes

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More