Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખરચો ઓછો-નફો મોટો : ખેડૂતોએ પાડેલા પરસેવાનું પાઈ-પાઈનું વળતર આપતા રોકડિયા પાકો

ભારતની આશરે 70 ટકા વસતી કૃષિ પર અવલંબે છે. કૃષિ જ તેમની આજીવિકાનો આધાર ધરાવે છે. આવા સંજોગોમાં દરેક ખેડૂતભાઈ એવું જ ઇચ્છે છે કે તેઓ એવા પાકોની જ ખેતી કરે કે જે સારો નફો રળી આપે તથા વેચાણને લગતા ઓછા જોખમ ધરાવતા હોય. જે લોકો ખેતી જેવા વધારે સારા વિકલ્પને પસંદ કરવા ઇચ્છતા હોય અથવા ઉત્તમ પાકની ખેતી કરવા ઇચ્છતા હોય, તેમના માટે અમે એવા કેટલાક પાકોની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો વાત કરીએ કેટલાક એવા રોકડિયા પાકો (Cash Crop-કૅશ ક્રૉપ)ની કે જે તમારા માટે ખૂબ જ નફાકારક બની શકે છે.

KJ Staff
KJ Staff

ભારતની આશરે 70 ટકા વસતી કૃષિ પર અવલંબે છે. કૃષિ જ તેમની આજીવિકાનો આધાર ધરાવે છે. આવા સંજોગોમાં દરેક ખેડૂતભાઈ એવું જ ઇચ્છે છે કે તેઓ એવા પાકોની જ ખેતી કરે કે જે સારો નફો રળી આપે તથા વેચાણને લગતા ઓછા જોખમ ધરાવતા હોય. જે લોકો ખેતી જેવા વધારે સારા વિકલ્પને પસંદ કરવા ઇચ્છતા હોય અથવા ઉત્તમ પાકની ખેતી કરવા ઇચ્છતા હોય, તેમના માટે અમે એવા કેટલાક પાકોની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો વાત કરીએ કેટલાક એવા રોકડિયા પાકો (Cash Crop-કૅશ ક્રૉપ)ની કે જે તમારા માટે ખૂબ જ નફાકારક બની શકે છે.

ચોખા (Rice)

ચોખા એ મુખ્યત્વે ખરીફ પાક છે. ચોખા એ ભારતમાં અડધાથી પણ વધારે વસતીના ભોજનનો એક ભાગ છે. સામાન્ય રીતે ભારતના ખેતી હેઠળના વિસ્તારો પૈકી ત્રીજા ભાગનો હિસ્સો ચોખાની ખેતીથી કવર થાય છે. ચોખાની ઉન્નત ખેતી લગભગ તમામ રાજ્યોમાં થાય છે. ભારતમાં ચોખાના ત્રણ મુખ્ય ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશ છે. ચોખાનું વાવેતર કરનારા અન્ય રાજ્યોમાં તામિળનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, આસામ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ચોખા સમગ્ર દેશમાં સ્ટેપલ ફૂડ (Staple Food) તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી લગભગ દરેક રાજ્યમાં થઈ શકે છે. ચોખાની ઉન્નત ખેતી માટે એ વિસ્તારો યોગ્ય ગણાય કે જે 100 સેંટીમીટર સુધી ભારે વરસાદ વાળા વિસ્તારો હોય કે જ્યાં તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેતું હોય, પૂર્વોત્તરના મેદાની તથા કાંઠાળ વિસ્તારો દેશના મુખ્ય ચોખા ઉત્પાદક દેશો છે.

ઘઉં (wheat)ની ખેતી

ચોખા બાદ ઘઉં ભારતનો બીજા ક્રમનો મુખ્ય પાક છે. ઘઉં રવી પાક છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઘઉં મુખ્ય આહાર ગણાય છે. તે ઠંડીની સિઝનનો પાક છે તથા આ માટે ઓછા તાપમાનની જરૂર પડે છે. ઘઉંની ખેતી માટે વાવેતર સમયે 10થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જ્યારે કાપણીના સમયે 21-26 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. ઘઉં 100 સેમીથી ઓછા અને 75 સેમીથી વધારે વરસાદમાં વધુ સારી રીતે વિકસી શકે છે. ઘઉંની ખેતી માટે સૌથી યોગ્ય માટી ઉપજાઉ, ઝીણી, આછી રેતાળ તથા ચિકણી માટી છે. સપાટ વિસ્તાર મુખ્યત્વે ઘઉં માટે ઉપયુક્ત છે. ઘઉંનો પાક મોટાભાગે યાંત્રિકીકરણ પર આધાર ધરાવે છે તથા શ્રમની ઓછી જરૂર પડે છે.

મકાઈ (Maize)ની ખેતી

ચોખા અને ઘઉં બાદ મકાઈ ભારતમાં મુખ્યત્વે મહત્વનો અનાજનો પાક છે. તે ભારતમાં કુલ કૃષિ ઉત્પાદનનો આશરે 10મો ભાગ છે. મકાઈની ખેતી મુખ્યત્વે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના વિસ્તારોમાં થાય છે. મકાઈ માટે 21થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન તથા 50થી 75 સેંટીમીટર વચ્ચે વરસાદ યોગ્ય રહે છે.

સરસવ (Mustard)ની ખેતી

સરસવ 'ક્રૂસીફેરા' પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભોજન માટે સરસવનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સરસવનો ઉપયોગ તેલ કાઢવા માટે કરવામાં આવે છે. તેનો મોટાભાગે ભોજનમાં ઉપયોગ થાય છે. સરસવના પાકની વૃદ્ધિ માટે ઉપોષ્ણકટિબંધીય જળવાયુની આવશ્યકતા રહે છે કે જે શુષ્ક અને ઠંડું વાતાવરણ છે. સામાન્ય રીતે સરસવ ઉગાડવા માટે 10થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન યોગ્ય હોય છે. રાજસ્થાનમાં સરસવનું સૌથી વધારે ઉત્પાદન થાય છે.

વાંસ (Bamboo)ની ખેતી

વાંસના છોડનો સૌથી વધારે ઉપયોગ ભૂનિર્માણ (LandScape)  છોડ તરીકે થાય છે. તે વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત થતા છોડ પૈકીનો એક છે. તે એક દિવસમાં 4 ઇંચ સુધી વધી શકે છે અને તમે 40 વર્ષ સુધી તમારા વાંસના જંગલમાંથી ઉત્પાદન મેળવી શકો છો.

થોર (Cactus)ની ખેતી 

થોરના છોડ સુશોભન સામગ્રી તરીકે સૌથી વધારે અનુકૂળ છે અને લોકપ્રિય છે. થોરની ખેતી કરી તેના વેચાણ મારફતે સારો નફો મેળવી શકાય છે. તે એક સ્વ-પુરસ્કૃત વ્યવસાય છે.

જુવાર (Sorghum)ની ખેતી

 જુવાર પણ ભારતમાં મુખ્ય અનાજ છે. જુવારની ખેતી માટે આદર્શ હવામાન ગરમ અને શુષ્ક હોવું જોઇએ અને સરેરાશ વાર્ષિક વરસાદ 45 સેમી હોવો જરૂરી છે.

અત્રે આપવામાં આવેલ રોકડિયા પાકોની માહિતી ખેતીમાં ખેડૂતભાઈઓને ચોક્કસપણે સારો નફો મેળવવામાં મદદરૂપ બની શકે છે. આ પાકો ઉપરાંત અન્ય રોકડીય પાકો પણ છે, જે અંગે હવે પછીના લેખમાં વાત કરશું.

Related Topics

CASH CROPS Profitable Crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More