Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પૈસા ઝાડ પર નથી ઉગતા, પરંતુ આ પાંચ ઝાડથી ઘરના ઓરડામાં પૈસાના ઝાડ ચોક્કસ નીકળી આવે છે

તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે પૈસા ઝાડ પર નથી ઉગતા. પરંતુ જો અમે તમને કહીએ કે પૈસા ઝાડ પર ઉગે છે તો તમે વિશ્વાસ નહીં કરો. પણ આ વાત સાચી છે. હાલમાં કેટલાક એવા વૃક્ષો છે, જેમની માંગ ઝડપથી વધી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે પૈસા ઝાડ પર નથી ઉગતા. પરંતુ જો અમે તમને કહીએ કે પૈસા ઝાડ પર ઉગે છે તો તમે વિશ્વાસ નહીં કરો. પણ આ વાત સાચી છે. હાલમાં કેટલાક એવા વૃક્ષો છે, જેમની માંગ ઝડપથી વધી રહી છે. કેટલાક વૃક્ષો એવા છે જે થોડા જ વર્ષોમાં કાપવા માટે તૈયાર થઈ જાય છે, જેને વેચીને તમે લાખો-કરોડોની કમાણી તમે કરી શકો છો. તેથી કરીને આજના આ આર્ટીકલમાં અમે તમને એવા જ પાંચ વૃક્ષો વિશે જણાવીશું, જેની ખેતી કરીને તમે થોડા વર્ષોમાં લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જણાવી દઈએ કે આ વૃક્ષોમાં ચંદન, સાગ, સેફડા, શીશમ અને પોપ્લરનો સમાવેશ થાય છે.

ઉપર જણાવવામાં આવેલ વૃક્ષોની વિશેષતા તેમજ કિમંત

આ વૃક્ષોની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ વૃક્ષોની પોતાની વિશેષતા અને કિંમતો છે, જેમ કે ચંદનનો બજાર ભાવ જેની ખેતી કરીને 5-6 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. સાગનું લાકડું ફર્નિચર માટે ઉપયોગી છે અને તેની ખૂબ માંગ પણ છે. સફેડાને ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે અને તેનો ઉપયોગ કાગળ અને ફર્નિચરમાં થાય છે. શીશમ લાકડું ઉધઈ-પ્રતિરોધક છે અને ફર્નિચર માટે લોકપ્રિય છે. તેની ખેતી પણ સારી આવક આપે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વૃક્ષોની ખેતી વિશે-

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

સાગની ખેતી: સાગનું લાકડુંને સૌથી મજબૂત અને મોંઘું માનવામાં આવે છે. તેમાંથી ફર્નિચર અને પ્લાયવુડ બનાવવામાં આવે છે, અને તેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે. તેનું લાકડું લાંબા સમય સુધી રહે છે, તેથી તેની માંગ હંમેશા રહે છે. એક એકરમાં 120 જેટલા સાગના વૃક્ષો વાવી શકાય છે અને જ્યારે આ વૃક્ષો તૈયાર થાય છે ત્યારે ખેડૂતોની કમાણી કરોડોમાં પહોંચી જાય છે.

ચંદનની ખેતી: દવાઓ, અત્તર, સાબુ, સૌંદર્ય પ્રસાધનો અને તેલ જેવી ઘણી ઉપયોગી વસ્તુઓ ચંદનમાંથી બનાવવામાં આવે છે. તેના એક કિલો લાકડાની બજાર કિંમત અંદાજે 27,000 રૂપિયા છે. ચંદનના એક ઝાડમાંથી ખેડૂતો લગભગ 5 થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. એક એકર જમીનમાં 600 જેટલા ચંદનના વૃક્ષો વાવી શકાય છે. જો તમે 600 વૃક્ષો વાવો છો તો 12 વર્ષમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી શકો છો.

સફેડા (નીલગિરી) ની ખેતી: સફેડા, જેને નીલગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખેડૂત માટે નફાકારક વૃક્ષ છે. તેને ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે અને તે દરેક ઋતુમાં સારી રીતે વધે છે. તેના લાકડામાંથી કાગળ, ઇંધણ અને ફર્નિચર બનાવવામાં આવે છે. તેની ખેતીથી સારી આવક મેળવી શકાય છે.

ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

શીશમની ખેતી:  શીશમનું લાકડું મજબૂત હોય છે અને તેમાંથી ફર્નિચર, ઇલેક્ટ્રિકલ બોર્ડ, ટ્રેનના કોચ અને બારીની ફ્રેમ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. આ લાકડામાં ઉધઈનો ઉપદ્રવ હોતુ નથી, જેના કારણે બજારમાં તેની સારી માંગ છે. રેતાળ અને ભેજવાળી જમીન પર તેની ખેતી સારી રીતે કરી શકાય છે.

પોપ્લરની ખેતી:પોપ્લરના લાકડાનું પણ બજારમાં સારો એવો ભાવ મળે છે. એક હેક્ટર જમીનમાં લગભગ 250 પોપ્લર વૃક્ષો વાવી શકાય છે, જેમાંથી ખેડૂતો દર વર્ષે 6 થી 7 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More