Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ગુજરાતનો સૌથી અગત્યનો પાક બાજરી

બાજરી એ અત્યંત પરિવર્તનશીલ નાના-બીજવાળા ઘાસનો સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અથવા ચારા અને માનવ ખોરાક માટે અનાજ તરીકે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે બાજરી તરીકે ઓળખાતી મોટાભાગની પ્રજાતિઓ Paniceae જનજાતિની છે, પરંતુ કેટલીક બાજરી અન્ય વિવિધ ટેક્સાની પણ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

બાજરી એ અત્યંત પરિવર્તનશીલ નાના-બીજવાળા ઘાસનો સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અથવા ચારા અને માનવ ખોરાક માટે અનાજ તરીકે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે બાજરી તરીકે ઓળખાતી મોટાભાગની પ્રજાતિઓ Paniceae જનજાતિની છે, પરંતુ કેટલીક બાજરી અન્ય વિવિધ ટેક્સાની પણ છે.

બાજરી
બાજરી

વિકાસશીલ દેશોમાં બાજરી ઉત્પાદનના ૯૭% સાથે એશિયા અને આફ્રિકા (ખાસ કરીને ભારતમાલીનાઇજીરિયા અને નાઇજરમાં) ના અર્ધ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં બાજરી એ મહત્વનો પાક છે. આ પાક તેની ઉત્પાદકતા અને સૂકી, ઉચ્ચ-તાપમાનની પરિસ્થિતિઓમાં ટૂંકી વૃદ્ધિની મોસમને કારણે અનુકૂળ છે.

બાજરી વિશ્વના ઘણા ભાગોમાં સ્વદેશી છે. સૌથી વધુ ઉગાડવામાં આવતી બાજરી જુવાર અને બાજરો છે, જે ભારત અને આફ્રિકાના ભાગોમાં મહત્વપૂર્ણ પાક છે. નાગલી, પ્રોસો બાજરી અને ફોક્સટેલ બાજરી પણ પાકની મહત્વની જાતો છે.

લગભગ ૭,૦૦૦ વર્ષોથી મનુષ્યો દ્વારા બાજરીનું સેવન કરવામાં આવ્યું હશે અને સંભવિતપણે "બહુ-પાકની ખેતી અને સ્થાયી કૃષિ મંડળીઓના ઉદયમાં મુખ્ય ભૂમિકા ભજવી હશે."

ઘાન્‍ય પાકોમાં બાજરાએ ગુજરાતમાં  સૌથી અગત્‍યનો ઘાન્‍ય પાક છે. ગુજરાત રાજયમાં હાલમાં મોટા ભાગના વિસ્‍તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર કરવામાં આવે છે. આ ઉ૫રાંત સૌરાષ્‍ટ્રના જુનાગઢ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્‍લાનાં દરીયા કાંઠા વિસ્‍તારમાં પુર્વ-શિયાળુ ઋતુમાં બાજરીનું  વાવેતર અંદાજે ૨૦ હજાર હેકટરમાં કરવામાં આવે છે. બાજરી  બીજા ઘાન્‍યપાકોની સરખામણી માં સૌથી વઘારે દુષ્‍કાળની ૫રિ‍સ્‍થતિનો પ્રતિકાર કરી શકે છે. અને તેથી જ તે રાજયના સુકા અને  અર્ઘસુકા વિસ્‍તારોમાં અન્‍ય પાકોની સરખામણીમાં સારું અને સ્‍થાયી ઉત્‍પાદન આપે છે.

ગુજરાત રાજય બાજરીના વાવેતરની દૃષ્‍ટિ્એ રાજસ્‍થાન અને મહારાષ્‍ટ્ ૫છી ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. ગુજરાત રાજયમાં વર્ષ ર૦૧૨-૧૩ દરમ્‍યાન ખરિફ ઋતુમાં બાજરીના દાણાની ઉત્પાદકતા ૧૧૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જયારે ઉનાળુ ઋતુમાં બાજરીના દાણાની ઉત્પાદકતા ૨૫૦૦ થી ૨૬૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર અને સરેરાશ ઉત્પાદકતા ૧૭૦૦ થી ૧૮૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલી છે.

જમીન

સામાન્‍ય રીતે ખેડૂતો ખરીફ બાજરાનું વાવેતર નબળી જમીનમાં કરે છે. પરંતુ બાજરાનો પાક રેતાળ જમીન થી માંડી કાળી જમીનમાં લઇ શકાય છે. ઉ૫રાંત બાજરાના પાકને મઘ્‍યમ કાળી, ગોરાળુ અને રેતાળ જમીન વઘુ માફક આવે છે.

વાવેતર માટેનો યોગ્‍ય સમય

ચોમાસુ:

  • ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરતજ વાવેતર કરવું.
  • સમયસરનું વહેલુ વાવેતર વઘુ ઉત્‍પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે.
  • જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાત GHB-538 ની ૫સંદગી કરવી.

ઉનાળો

  • ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થયે કરવું.
  • જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્‍યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્‍યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતા ને લીધે પાક ૫લળવાની શકયતા રહે છે.
  • ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે. ત્‍યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્‍પાદન ઘટે છે.

શિયાળો:

  • પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સ્‍૫ટેમ્‍બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જે ને કારણે ઉત્‍પાદન ૫ર માઠી અસર ૫ડે છે.

વાવેતર ૫ઘ્‍ઘતિ

  • બિયારણનો દર સામાન્‍ય જમીન માટે ૪ કિ.ગ્રા./હેકટર અને ક્ષારીય, ક્ષારીય ભાસ્‍મીક અને ભાસ્‍મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેકટર
  • અંતર બે હાર વચ્‍ચે ૪૫ થી ૬૦ સે. મી. અને એક હારમાં બે છોડ વચ્‍ચે ૧૦ થી ૧૫ સે. મી. પારવણીથી.
  • વાવણીની ૫ઘ્‍ઘ્ઘતિ: દંતાળથી બીજ જમીનમાં ૪ સે. મી. થી વઘારે ઉંડે ન જાય તે રીતે કરવી.
  • છોડની સંખ્‍યા: ૧.૫૦ થી ૧.૭૫ લાખ પ્રતિ હેકટર.

કા૫ણી

  • પાક જયારે ૭૫ થી ૮૫ દિવસે તૈયાર થયે સમયસર કા૫ણી કરી લેવી. ડૂંડાને દબાવતા દાણા છુટા ૫ડે તો સમજવું કે બાજરી કા૫ણી લાયક થઇ ગયેલ છે.
  • બાજરીના ડૂંડાને બરાબર તપાવી, દાણાને છુટા પાડી, બરાબર સાફ કરી, પુરતા સુકવી, વદ્યારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્‍ય જગ્‍યાએ રાખવાં.

આ પણ વાંચો:રવિ પાકની યોગ્ય જાળવણી કરી સારું ઉત્પાદન સાથે મહત્તમ આવક મેળવીએ

Related Topics

millet important crop Gujarat

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More