Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સ્વાસ્થયને લાભકારી અને મીઠાશ આપતી ઔષધીય વનસ્પતિ -સ્ટીવીઆ (મીઠા પાન)

પ્રાસ્તાવિક સ્ટીવીઆ એ કંમ્પોઝીટીવ એસ્ટરેસી કુંટુંબ નો છોડ છે. અને તેનુ વૈજ્ઞાનિક નામ સ્ટીવીઆ રેબાઉડિયા તરીકે છે,આ એક છોડ છે. અને તેના પાન તેમજ અન્ય ભાગ મીઠા હોવાથી તેને મીઠા પાન પણ કહે છે.સ્ટીવીઆ એ મુળ પેરાગ્વે દેશનો પાક છે. આ ઉપરાંતે બ્રાઝિલ મા પણ જોવા મળે છે.

KJ Staff
KJ Staff
Stevia (salt leaf)
Stevia (salt leaf)

પ્રાસ્તાવિક સ્ટીવીઆ એ કંમ્પોઝીટીવ એસ્ટરેસી  કુંટુંબ નો છોડ છે. અને તેનુ વૈજ્ઞાનિક નામ સ્ટીવીઆ રેબાઉડિયાનાતરીકે છે,આ એક છોડ છે. અને તેના પાન તેમજ અન્ય ભાગ મીઠા હોવાથી તેને મીઠા પાન પણ કહે છે.સ્ટીવીઆ એ મુળ પેરાગ્વે દેશનો પાક છે.

સ્ટીવીઆ ની વૈજ્ઞાનિક ખેતી (એસ્ટરેસી)

પ્રાસ્તાવિક સ્ટીવીઆ એ કંમ્પોઝીટીવ એસ્ટરેસી  કુંટુંબ નો છોડ છે. અને તેનુ વૈજ્ઞાનિક નામ સ્ટીવીઆ રેબાઉડિયાનાતરીકે છે,આ એક છોડ છે. અને તેના પાન તેમજ અન્ય ભાગ મીઠા હોવાથી તેને મીઠા પાન પણ કહે છે.સ્ટીવીઆ એ મુળ પેરાગ્વે  દેશનો પાક છે. આ ઉપરાંતે બ્રાઝિલ મા પણ જોવા મળે છે. જોકે આ બંને દેશમા આ છોડ તેની મીઠાશ માટે ઉપયોગ મા લેવામા આવતો હતો પરંતુ હાલના વર્ષોમા એ જાણવા મળ્યુ કે તે અત્યારની આપણી ખાંડ કરતા ૩૦૦ ગણો વધારે ગળ્યો છે અને ડાયાબીટીસ (મધુપ્રમેહ) ના દર્દીઓ ને પણ આ છોડની મીઠાશ નુકશાન કરતી નથી કેમકે તે કેલરી મુકત ખાંડ આપે છે. ઉપરના મુખ્ય  ઉપયોગ ને જોતા  આખા વિશ્વની નજર  આ જંગલી છોડ ઉપર કેન્દ્ઘીય થઈ અને તેનુ થત તેમજ વ્યવસ્થિત વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવાની શરૂઆત  કરી છે.

       જો ભારતમાં આ છોડ ની વાત કરીએ તો તે ૧૯૯૬-૯૭ મા સ્થાપિત કરવામા આવ્યો અને તે કર્ણાટક, બેંગલોર મા ખેતી પાક તરીકે ફેલાવા લાગ્યો. ગુજરાત મા પણ કેટલાક ખેડુતો વ્યારા,સાબરકાંઠા,બનાસકાંઠા વગેરે જીલ્લાઓમાં આ પાકનુ ઉત્પાદન લેવા લાગ્યા છે. ગુજરાતમાં આ પાક વિશે દરેક ખેડૂત જાણી શકે અને વૈજ્ઞાનિક રીતે તેની ખેતી કરી શકે તે હેતુસર આ લેખ લખવામા આવ્યો છે.

બાહયદેખાવ (મોર્ફોલોજી) :-

આ એક નાનો ક્ષુપ જેવો દેખાતો બહુવાર્ષિક છોડ છે. જે ૬૦-૭પ  સેમી જેટલી ઉંચાઈનો થાય છે. તેનુ થડ ચોરસ આકારનુ હોય છે. તેના પાન સામસામે ગોઠવાયેલા હોય છે. અને તે પર્ણદંડ વગરનુ, તે લંબાઈમાં વધુ અને પહોળાયમાં ઓછુ હોય છે. અને તેના પાનની ધારઅર્ધપાનની ઉપર ખાંચાવાળી જોવા મળે છે. તેના પુષ્પવિન્યાસ પુષ્પદંડ વગરના અપરીમીત ધરી પર ગોઠવાયેલા અને નિપત્ર જોડે જોવા મળે છે. તેના પુષ્પ દ્રીલીંગી, બીજાશય વજપત્ર જોડે જોડાયેલુ હોય છે.

જમીન અને વાતાવરણ:-

સારી રીતે નીતારવાળી લાલ, માટી અથવા રેતાળ લૂમ પ્રકારની જમીન આ પાકને વધારે માફક આવે છે. આ પાક એવા વાતાવરણના વિસ્તારોમાં થઈ શકે છે કે જેમા વાતાવરણ થોડુ ભેજવાળુ અને દીવસનુ વધારેમાં વધારે તાપમાન ૩૮ સે થી વધારે ન જાય તેમજ રાતનુ તાપમાન ૧૦ સે થી  નીચે ન હોય. એટલે કે આ પાકને પેટા-ભેજવાળા અને ઉષ્ણકટીબંધીય વાતાવરણ વધુ માફક આવે છે. તે અમ્લીય (એસીડીક) થી તટસ્થ (૬.૪-૭.પ પી. એચ) ધરાવતી જમીનમા સારો વિકાસ પામે છે. અને છોડ નો વિકાસ ક્ષાારયુકત જમીનમા સારો થતો નથી. છોડને ટૂંકા દીવસના સમયગાળા મા રોપણી કરવા છતા તેની લણણી લાંબા દીવસના સમયગાળામાં કરવામા આવે છે.

જમીનની તૈયારી:-

જમીન ને ટ્રેક્ટર વડે સંપૂર્ણપણે  ર-૩ વાર ખેડવામા આવે છે. અને તેમાં ૧પ-૧૮ ટન/એકર છાણીયુ ખાતર નાખ્યા બાદ ૪પ × રપ સેમી ના ગાદી કયારા બનાવવામાં આવે છે.

પાકની ખેતી:- 

પ્રસરણ (પ્રોપેગેશન):

સ્ટીવીઆને બીજ દ્રારા અથવા વાનસ્પતિક પ્રજનન પધ્ધતિ દ્રારા પણ ઉગાડી શકાય છે. પરંતુ બીજ દ્ઘારા તેનુ અંકુરણ નબળુ હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન દ્ઘારા છોડ બનાવવામાં આવે તો વધુ સારુ પરીણામ મળી શકે  છે. આ માટે ૧૦ થી ૧ર સેમી ની લંબાઈના તંદુરસ્ત ટુકડા નર્સરી બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.

રોપા ઉછેર તૈયારી (નર્સરી):-

            સ્ટીવીઆના કટકાઓને આઈબીએના ર૦૦ પીપીએમ વાળા દ્રાવણ અથવા પેકોબ્યુટા્રઝોલના ૧૦૦ પીપીએમ  દ્રાવણમાં ૩૦-૪૦ મિનિટ સુધી ડુબાડેલા રાખીએ. ત્યાર બાદ તે દ્રાવણમાંથી બહાર કાઢી તેને નર્સરીમાં ગાદીકયારા, પ્લાસ્ટીકની કોથળી અથવા રૂટટ્રેનરમાં સ્થળાંતર કરવા. છાયામાં બનાવેલ નર્સરીમાં દરરોજ હલકુ પિયત આપવું. આ રોપા ૩૦ થી ૪૦ દિવસમાં ખેતરમાં રોપણી કરી શકાય તેવાતયાર થઈ જાય છે. સપ્ટેમબર મહીનો એ રોપ રૂછેર માટે ઉત્તમ  સમય છે જયારે ઓકટોબર માસમાં ખેતરમાં ફેરરોપણી માટેનો સારો સમય ગણવામાં આવે છે.

ફેરરોપણી:

નર્સરીમાં રોપાઓને જો તે ગાદીકયારામાં હોય તો પહેલા હલકું પિયત આપી તેને ભીના કરવામાં આવે છે ત્યારબાદ એક સળીયા દ્રારા બહાર  કાઢવામાં આવે છે. જો પ્લાસ્ટીકની કોથળીમાં રોપા હોય તો  તકેદારી પૂર્વક કોથળીને બ્લેડથી કાપીને રોપવામાં આવે છે. આ બધી પ્રકિયામાં તેનું મૂળને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. ત્યારબાદ  આ રોપાઓને પહેલેથી તૈયાર કરેલ ગાદીકયારાઓમા ૪પ×રપ સેમીના અંતરે લગભગ ૩ર,પ૦૦ થી ૩૪૦૦૦ રોપા દર એકર દીઠ જરૂર પડે તે રીતે ફેર રોપણી કરવામાં આવે છે.

આ પણ વાંચો : કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી અપનાવો અને મેળવો અસાધારણ લાભ

ખાતર:

સ્ટીવીઆ એ કુદરતી અથવા સેન્દ્રીય ખાતરના ઉપયોગ દ્ઘારા ખૂબ  જ સારી રીતે વિકાસ પામતું હોવાથી રાસાયણીક ખાતરોનો ઉપયોગ કરવો જરૂરી નથી. ૪૦કીગ્રા/ એકર લીમડાની ખોડ વર્ષમાં બે વાર નાખવામાં આવે તો તે પાક માટે ઉપયોગી સાબિત થાય છે. રગ્રામ/ લીટર યુરીયાને પાંદડા ઉપર છંટકાવ જો ૩૦ થી ૩પ દીવસના અંતરે  બે વાર કરવામાં આવે તો તેના પાનના વિકાસમાં સારો એવો વધારો જોવા મળે છે. બોરોન અને મેન્ગેનીઝને પ૦પીપીએમનુ દ્ઘાવણ  પાન ઉપર છાંટવામાં આવે તો તેના છોડના ઉપરની ડાળી વગેરેના વિકાસમાં વધારો થાય છે.

પિયત અને નિદાંમણ:

            પિયતની સુચિ તેના જમીનના ભેજ સંગ્રહ કરવાની શકિતના આધારે નકકી કરવામા આવે છે. આ ભેજ સંગ્રહ શકિત ખેડુતે પોતે થોડા સમયના અવલોકનને આધારે નકકી કરી શકાય છે. શિયાળામાં ભેજ થોડા દિવસ વધુ આવે જયારે ઉનાળાન તે ભેજ ઓછો હોય તે સ્વાભાવિક છે. આ પાકના છોડના મૂળ છીછરા હોય છે જેથી તેને પાણી અને ભેજ ની વધારે જરૂર હોય વારંવાર હલકુ પિયત આપવુ જોઈએ. જો ટપક સિંચાઈ પધ્ધતિની વ્યવસ્થા હોય તો ખૂબ જ સારુપરીણામ મળી શકે છે. ટપક સિંચાઈ દ્ઘારા  નિંદામણ પણ ઓછુ થાય છે. છોડના સારા વિકાસ માટે ર થી ૩ નિંદામણ કરી શકાય છે.

લણણી:

            ફેરરોપણીના ચાર મહીના પછી પ્રથમલણણીલેવામાં આવે છે. ત્યારપછીની લણણી પ્રથમ લણણીના ત્રણ મહીના પછી કરવામાં આવે છે અને આ પ્રક્રિયાનું ચક્ર ૪ થી પ વર્ષ સુધી સતત ચાલતુ રહે છે. સ્ટીવીઆ ની લણણી માટે ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. તેને જેવુ ફુલની  કળી બેસવાની શરૂઆત થાય કે તરત જ લણણી પ્રક્રીયા ચાલું કરી દેવી જોઈએ તેનું કારણ એ છે કે આ અવસ્થાએ  તેના પાનમાં સોથી વધુ રાસાયણીક તત્વો કે જે તેને મીઠાશ આવે છે, તે હાજર હોય છે. તેમાં મુખ્ય રાસાણીક તત્વો સ્ટીવીઓલ ગ્લાઈકોસાઈડ રહેલુ હોય છે. જે તેને મીઠાશ આપે છે. લણણીમાં આખા જ છોડ ને જમીનથી ૧૦ સેમી ઉચેં રહેવા દઈને કાપી નાખવામા આવે છે. અને આ ૧૦ સેમી ના થડમાથીં પાછા નવા પાન ફુટવાના શરૂથાય છે જે ત્રણ મહીને પાછા તૈયારથઈ જાય છે. આ પાકમાં સૌથી સારી નવા કૂંપળ ફુટવાની શકિત હોય છે અને ૪ થી પ વર્ષ સુધી ચાલે છે. લણણીબાદ સારી  કુપળો મેળવવા ખેતરને પાછું પિયત આપવું જોઈએ. કાપણી કરવામાં આવેલ આખા છોડને છાંયડામાં મુકવામાં આવે છે. અને તેના પાનને થડથી અલગ કરવામાં આવે છે.

રોગ અને જીવાત

સ્ટીવીઆનો છોડ એકદમ મજબુત પ્રકારનો હોવાથી તેના ઉપર સામાન્ય રીતે હજુ  સુધી કોઈ રોગ કે જીવાતનો હુમલો નોંધાયેલ નથી. તેમ છતાં કોઈ વાર પાન ઉપર જમીનમાં બર્રોનની કમી હોય તો તે જોવામાં આવે છે અને તે કમી દુર કરવા બોરેક અને ૮કીગ્રા/ એકર આપવાથી તે કમી દુર થઈ શકે છે.

ઉત્પાદન

દરેક છોડ ઉપરથી ૯૦થી ૧૦૦ ગ્રામ જેટલા સુકા પાન મળે છેઅને તેને એકર દીઠ જોવા જઈએ તો એક લણણીમા ૩૦૦૦ થી ૪૦૦૦ કિગ્રા સુકા પાનનું ઉત્પાદન મેળવી શકાય છે.

બજારભાવ

            સ્ટીવીઆનો બજારભાવ તેની ગુણવતા અને માંગ મુજબ અલગ અલગ જોવા મળે છે તેમ છતાં તેનો બજારભાવ કિગ્રાના ૧૦૦રૂ.થી લઈ રપ૦રૂ. સુધી મળી શકે છે. તેના સુકી ડાળીના પણ ૪૦રૂા/કિગ્રા મળી શકે છે. (નોધ: બજાર ભાવ અલગ હોઈ શકે છે આ અંદાજીત રકમ મુકેલ છે)

ઉપયોગ:-

             સ્ટીવીઆ એ આખા વિશ્વ ને ઉચ્ચશકિત અને ગુણવત્તા વાળી મીઠાઈ બનાવવા માટે કુદરતી ખોરાક ના બજાર માં તેનુ ખુબ જ ઉજવળ ભવિષ્ય છે. તેનો ઉપયોગ મોટાભાગ સામાન્ય રીતે મીઠીકરણ પદાર્થ માટે ઉપયોગ મા લેવામા આવે છે.જેવા કે બીયરને મીઠાશઆપવા,ઠંડાપીણા,હળવાપીણા,કેન્ડી,આઈસક્રીમ,અથાણા,બેકરી ની બનાવટો, ચા અને કોફી વગેરેમાં થાય છે.

  • સ્ટીવીઆ ખાસ કરીને પોતાના આરોગ્ય ને જાળવવાવાળા તેમજ મધુપ્રમેહના દર્દીઓને મીઠાશવાળુ ખાવા આ ખુબ જ ઉત્તમ છે.
  • આ છોડમાં લોહીની નળી પહોળા કરવાની, લોહીનુ દબાણ ઓછુ કરવાની અને લોહીમાં સુગર ઓછી કરવાનો ગુણધર્મ રહેલો છે.
  • સ્ટીવીઆની ફૂગવિરોદ્યી અને બેકટેરીયા વિરોદ્યી ગુણધર્મ ને કારણે તેને મીઠાઈ, ચોકલેટ,મો ધોવાની ચીજવસ્તુઓ, ટૂથપેસ્ટ, ચ્યુઈન્ગમ અને મિંટ વગેરેમાં સમાવેશ થાય છે.
  • સ્તીવીઆના પાનને ચા બનાવતી વખતે થોડા પ્રમાણમાં નાખીને પીવાથી પેટની ખરાબી હોય તો તેમાંથી રાહત મળે છે.સ્ટીવીઆના લીલા પાનને એક ભીના કોટનના કપડામાં રાખી આંખો ઉપર અને ચામડી ઉપર જકડીને બાંધી રાખવાથી કાળા ડાધા તેમજ કરચલીઓ દૂર થઈ શકે છે.
  • ફૂગમાંથી જીબ્રેલીક એસીડ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : ઓફ સિઝનમાં કરો શાકભાજીની ખેતી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More