Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખર્ચ કરતાં અનેક ગણો વધુ નફો, માત્ર 5 વર્ષમાં નીલગિરીની ખેતી કરીને ખેડૂતો બની શકે છે કરોડપતિ

ભારતમાં મોટા પાયે નીલગિરી એટલે કે યુકેલિપ્ટસના વૃક્ષોની ખેતી કરવામાં આવે છે. આ વૃક્ષની સૌથી મહત્વની બાબત એ છે કે અન્ય પાકોની સરખામણીમાં આમાં મહેનતની જરૂર ઓછી પડે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
eucalyptus
eucalyptus

નીલગિરીના ઝાડને વધુ જાળવણી અને સંભાળની વધારે જરૂર નથી પડતી. જો નીલગિરીના ઝાડની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો ખૂબ જ ઓછા સમયમાં લાખો-કરોડો રૂપિયાનો નફો મેળવી શકાય છે.

નીલગિરીની ખેતી માટે અનુકૂળ વાતાવરણ

નીલગિરીની ખેતી ભારતમાં કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. પહાડી વિસ્તાર હોય કે પછી મેદાન, દરેક જગ્યાએ આ નીલગિરીના વૃક્ષને લગાવી શકાય છે. હવામાન ગમે તેવુ સારુ હોય કે ખરાબ હોય પણ આ વૃક્ષને કોઈ ફરક પડતો નથી. નિષ્ણાતોના મતે, એક હેક્ટર વિસ્તારમાં 3000 હજાર નીલગિરીના છોડ વાવી શકાય છે. આ નીલગિરીના વૃક્ષોને વાવવામાં વધુમાં વધુ 30 હજારનું રોકાણ કરીને લાખોનો નફો મેળવવા માંગતા ખેડુતો માટે આ વૃક્ષો વાવવા એ નફાકારક સોદો બની શકે છે.

આ પણ વાંચો:સૂર્ય શક્તિનો ઊપયોગ કરો અને સોલાર વોટર પંપ વસાવો.

ખૂબ જ મજબૂત હોય છે લાકડું

નીલગિરીનું લાકડું ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. પાણીમાં પણ આ લાકડુ ઝડપથી બગડતુ નથી. આ લાકડાનો ઉપયોગ બોક્સ, બળતણ, હાર્ડ બોર્ડ, ફર્નિચર અને પાર્ટિકલ બોર્ડ વગેરે બનાવવા માટે થાય છે. આ વૃક્ષ માત્ર 5 વર્ષમાં સારી રીતે ઉગી જાય છે. આ પછી, ખેડૂત તેની લણણી કરીને સારો નફો મેળવી શકે છે.

70 લાખ સુધીનો નફો

એક નીલગિરીના ઝાડમાંથી લગભગ 400 કિલો લાકડું મળે છે. બજારમાં નીલગિરીનું લાકડું 6 થી 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં જો આપણે એક હેક્ટરમાં ત્રણ હજાર નીલગિરીના વૃક્ષો વાવીએ, તો સરળતાથી 72 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

આ પણ વાંચો:સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે અને કયા મહિનામાં થાય તેની સંપૂર્ણ માહિતી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More