નીલગિરીના ઝાડને વધુ જાળવણી અને સંભાળની વધારે જરૂર નથી પડતી. જો નીલગિરીના ઝાડની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો ખૂબ જ ઓછા સમયમાં લાખો-કરોડો રૂપિયાનો નફો મેળવી શકાય છે.
નીલગિરીની ખેતી માટે અનુકૂળ વાતાવરણ
નીલગિરીની ખેતી ભારતમાં કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. પહાડી વિસ્તાર હોય કે પછી મેદાન, દરેક જગ્યાએ આ નીલગિરીના વૃક્ષને લગાવી શકાય છે. હવામાન ગમે તેવુ સારુ હોય કે ખરાબ હોય પણ આ વૃક્ષને કોઈ ફરક પડતો નથી. નિષ્ણાતોના મતે, એક હેક્ટર વિસ્તારમાં 3000 હજાર નીલગિરીના છોડ વાવી શકાય છે. આ નીલગિરીના વૃક્ષોને વાવવામાં વધુમાં વધુ 30 હજારનું રોકાણ કરીને લાખોનો નફો મેળવવા માંગતા ખેડુતો માટે આ વૃક્ષો વાવવા એ નફાકારક સોદો બની શકે છે.
આ પણ વાંચો:સૂર્ય શક્તિનો ઊપયોગ કરો અને સોલાર વોટર પંપ વસાવો.
ખૂબ જ મજબૂત હોય છે લાકડું
નીલગિરીનું લાકડું ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. પાણીમાં પણ આ લાકડુ ઝડપથી બગડતુ નથી. આ લાકડાનો ઉપયોગ બોક્સ, બળતણ, હાર્ડ બોર્ડ, ફર્નિચર અને પાર્ટિકલ બોર્ડ વગેરે બનાવવા માટે થાય છે. આ વૃક્ષ માત્ર 5 વર્ષમાં સારી રીતે ઉગી જાય છે. આ પછી, ખેડૂત તેની લણણી કરીને સારો નફો મેળવી શકે છે.
70 લાખ સુધીનો નફો
એક નીલગિરીના ઝાડમાંથી લગભગ 400 કિલો લાકડું મળે છે. બજારમાં નીલગિરીનું લાકડું 6 થી 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં જો આપણે એક હેક્ટરમાં ત્રણ હજાર નીલગિરીના વૃક્ષો વાવીએ, તો સરળતાથી 72 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.
આ પણ વાંચો:સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે અને કયા મહિનામાં થાય તેની સંપૂર્ણ માહિતી
Share your comments